SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતસંસારિત્વનિયમવિચાર ૨૧ सत्यनियतहेतुकत्वप्रसङ्गाद्, 'अनियतहेतुकत्वं अहेतुकत्वं नाम' इति व्यक्तमाकरे (स्याद्वादरत्नाकरे)। तथा च 'विप्रतिपन्न उन्मार्गस्थोऽनन्तसंसारी, नियतोत्सूत्रभाषित्वाद्' इत्यत्राप्रयोजकत्वम् । किं तर्हि अनन्तसंसारतायामनुगतं नियामकमित्याह-तस्याः संसारानन्ततायाः कारणं भिन्न एवानुगतोऽध्यवसायस्तीव्रत्वसंज्ञितः केवलिना निश्चीयमानोऽस्तीति गम्यम् । यस्य संग्रहादेशात् स्वातंत्र्येणैव तस्यामनुगतं हेतुत्वम्, व्यवहारादेशाच्च क्रियाविशेषे सहकारित्वं घटकत्वं वा, शब्दमात्रानुगततीव्राध्यवसायसहकृतायास्तत्पूर्विकाया वा पापक्रियाया अनन्तसंसारहेतुत्वव्यवहारात्। स च तीव्राध्यवसाय आभोगवतामनाभोगवतां वा शासनमालिन्यनिमित्तप्रवृत्तिमतां रौद्रानुबन्धानां स्याद्, अनाभोगेनापि शासनमालिन्यप्रवृत्तौ महामिथ्यात्वार्जनोपदेशात् । तदुक्तमष्टकप्रकरणे(२३-१२) यः शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्त्तते । स तन्मिथ्यात्वहेतुत्वादन्येषां प्राणिनां ध्रुवम् ।। बनात्यपि तदेवालं परं संसारकारणम् । विपाकदारुणं घोरं सर्वानर्थनिबन्धनम् ।। ઉસૂત્રભાષણથી જ થયેલી હોય છે. આવું માનવામાં કોઈ દોષ રહેતો નથી. સમાધાનઃ આવું માનવામાં અનંતસંસારપ્રાપ્તિ અનિયતહેતુક બની જવાની આપત્તિ આવશે. અને જે અનિયતહેતુક હોય છે, તે વસ્તુતઃ અહેતુક જ હોય છે એવું શ્રી સ્યાદ્વાદ રત્નાકરમાં સ્પષ્ટ રીતે ચચ્યું છે. અને તેથી “વિપ્રતિપન્ન ઉન્માર્ગસ્થ અનંતસંસારી હોય છે કેમકે નિયતોસૂત્રભાષી હોય છે” એવા તમારા અનુમાનમાં અપ્રયોજકત્વ દોષ છે. અર્થાત્ નિયતોસૂત્રભાષણ હોવા છતાં અનંતસંસાર ન હોય તો શું વાંધો? એવી અન્વયે વ્યભિચાર શંકાનું વારણ કરનાર કાર્યકારણભાવ ભંગની આપત્તિ રૂપ અનુકૂલ તર્ક નથી, કેમકે અનંતસંસારપ્રાપ્તિ અહેતુક હોઈ કોઈ કાર્યકારણ ભાવ જ છે નહિ. (અનંતસંસારનો અનુગત નિયામક) તો અનંત સંસાર થવામાં અનુગત નિયામક કોણ છે? એવા પ્રશ્નને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે કે કેવલીભગવંતથી નિશ્ચિત થયેલો અને અનુગત એવો તીવ્ર અધ્યવસાય જ તેનું કારણ છે. તે સ્વતંત્ર રીતે અનુગત હેતુ બને છે એવું સંગ્રહનય માને છે, જયારે વ્યવહારનય, તે વિશેષ પ્રકારની ક્રિયાનો સહકારી બનવા દ્વારા કે તેવી ક્રિયા ઊભી કરી આપવામાં ઘટક બનવા દ્વારા હેતુ બને છે એવું માને છે. કેમ કે “તીવ્ર અધ્યવસાય' એવા શબ્દમાત્ર રૂપે અનુગત એવા આ તીવ્ર અધ્યવસાયથી સહકૃત પાપક્રિયા અનંતસંસારનો હેતુ બને છે એવો વ્યવહાર પ્રચલિત છે. આ તીવ્ર અધ્યવસાય, પ્રવચનહીલનામાં નિમિત્ત બને તેવી પ્રવૃત્તિવાળા રૌદ્ર અનુબંધી જીવોને હોય છે, પછી એ જીવો ચાહે આભોગવાળા હોય કે અનાભોગવાળા... કારણ કે અનાભોગથી પણ શાસનની મલિનતા થાય તેવી પ્રવૃત્તિ કરવામાં મહામિથ્યાત્વ લાગે છે એવું શ્રી અષ્ટક પ્રકરણમાં કહ્યું છે. જે અનાભોગથી પણ શાસનની મલિનતામાં નિમિત્ત બને છે તે બીજા જીવોને મિથ્યાત્વ પમાડવામાં હેતુભૂત બનતો હોઈ પોતે પણ તે સંસારના મુખ્ય કારણરૂપ, દારુણ વિપાકવાળું ઘોર અને સર્વ અનર્થોનું મૂળ એવું મિથ્યાત્વ બાંધે છે.” વળી નિદ્વવોની જેમ યથાવૃંદો પણ
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy