________________
TRO
બીજી આવૃત્તિના પ્રકાશનવેળાએ આ
આ પુસ્તક ફરીથી પ્રકાશિત થાય એ ઘણું જરૂરી હતું, કારણકે પ્રથમ આવૃત્તિની નકલો ઘણાં વર્ષોથી અનુપલબ્ધ થયેલી. પણ અન્યાને વ્યસ્તતાના કારણે મેં થોડી ઉપેક્ષા સેવેલી. પરંતુ મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજીએ એ માટે સ્વયંભૂ ઉલ્લાસ દર્શાવ્યો. અને તેથી તેઓની મહેનતથી આ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે. એક મુફ મુનિરાજશ્રી જગતશેખરવિજયજીએ તથા મુનિરાજશ્રી તત્ત્વરુચિવિજયજીએ પણ જોયેલું છે. બધા મહાત્માઓને ધન્યવાદ.
વૈરાગ્યદેશનાદક્ષપ.પૂ. આ. ભ. શ્રીમવિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી જિનશાસન આરાધના ટ્રસ્ટના સંગ્રહમાંથી ૧. હેમચંદ્રાચાર્યજ્ઞાનમંદિર, પાટણ - ગ્રંથ નં. ૧૪૫૯ ૨. હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, પાટણ - ગ્રંથ નં. ૧૫૨૫૩ ૩. હેમચંદ્રાચાર્યજ્ઞાનમંદિર, પાટણ - ગ્રંથ નં. ૭૩૬૩ ૪. એલ.ડી. ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ. ૫. સંવેગી ઉપાશ્રય, હાજા પટેલની પોળ, અમદાવાદ ખાતે રહેલી હસ્તલિખિત પ્રતોની નકલો અમને પ્રાપ્ત થઈ છે, જે કેટલાક સ્થળોએ શંકિત પાઠોની શુદ્ધિમાં ઉપયોગી થઈ છે. તેથી તે સહુનો પણ ખૂબ આભાર.
પ્રથમ આવૃત્તિમાં પરિશિષ્ટ તરીકે લીધેલ વિચારબિંદુ તથા ૧૦૮ બોલસંગ્રહ વિસ્તારયે બીજી આવૃત્તિમાં લીધા નથી, એ જાણવું.
- આ. વિ. અભયશેખરસૂરિ ધર્મપરીક્ષા ગ્રંથનું સંસ્કૃત મેટર ગીતાર્થગંગા' સંસ્થા પાસેથી કંપોઝ કરેલું તૈયાર મળ્યું છે, જેમાં સુધારા - શુદ્ધિકરણ કરાવીને છાપ્યું છે, તે બદલ સંસ્થાનો આભાર માનીએ છીએ.
- લિ. પ્રકાશકો