SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧ नत्वा जिनान् गणधरान् गिरं जैनी गुरूनपि । स्वोपज्ञां विधिवद् धर्मपरीक्षां विवृणोम्यहम् ।।३।। इह हि सर्वज्ञोपज्ञे प्रवचने प्रविततनयभङ्गप्रमाणगम्भीरे परममाध्यस्थ्यपवित्रितैः श्रीसिद्धसेनहरिभद्र-प्रभृतिसूरिभिर्विशदीकृतेऽपि दुःषमादोषानुभावात् केषाञ्चिद् दुर्विदग्धोपदेशविप्रतारितानां भूयः शङ्कोदयः प्रादुर्भवतीति तन्निरासेन तन्मनोनैर्मल्यमाधातुं धर्मपरीक्षानामायं ग्रन्थः प्रारभ्यते। तस्य चेयमादिगाथा - पणमिय पासजिणिंदं धम्मपरिक्खाविहिं पवक्खामि । गुरुपरिवाडीसुद्धं आगमजुत्तीहिं अविरुद्धं ।।१।। प्रणम्य पार्श्वजिनेन्द्रं धर्मपरीक्षाविधिं प्रवक्ष्ये । गुरुपरिपाटीशुद्धम् आगमयुक्तिभ्यामविरुद्धम् ।।१।। 'पणमिय' त्ति । प्रणम्य-प्रकर्षेण भक्तिश्रद्धाऽतिशयलक्षणेन नत्वा, पार्श्वजिनेन्द्रम्। अनेन प्रारिप्सितप्रतिबन्धकदुरितनिरासार्थं शिष्टाचारपरिपालनार्थं च मङ्गलमाचरितम्। धर्मस्य= धर्मत्वेनाभ्युपगतस्य, परीक्षाविधि-अयमित्थंभूतोऽनित्थंभूतो वेति विशेषनिर्धारणप्रकार, प्रवक्ष्ये । શ્રી જિનેશ્વરોને, ગણધરોને, જિનવાણીને અને ગુરુઓને નમીને વનિર્મિત ધર્મપરીક્ષા ગ્રન્થનું વિધિપૂર્વક હું વિવરણ કરું છું. ૩ સુવિસ્તૃત નય-ભાંગા અને પ્રમાણોથી ગંભીર તેમજ પરમમાધ્યશ્મથી પવિત્ર એવા શ્રી સિદ્ધસેનસૂરિ – શ્રી હરિભદ્રસૂરિ વગેરે આચાર્યોથી સ્પષ્ટ કરાયેલા એવા પણ સર્વજ્ઞદેશિત આ પ્રવચન અંગે (પ્રવચનના સિદ્ધાંતો અંગે) દુઃષમકાલના દોષના પ્રભાવે કેટલાક દોઢડાહ્યાઓના ઉપદેશથી ઠગાઈ ગયેલા કેટલાક જીવોને પુનઃ શંકા જાગે છે તેથી તે શંકાઓને દૂર કરવા દ્વારા તેઓનું ચિત્ત નિર્મળ કરવા ધર્મપરીક્ષા નામનો આ ગ્રન્થ શરૂ કરાય છે. તેની આ પ્રથમ ગાથા છે – ગાથાર્થઃ શ્રી પાર્શ્વજિનેશ્વરને પ્રણામ કરીને, ગુરુપરંપરાથી શુદ્ધ અને આગમ તેમજ યુક્તિને અવિરુદ્ધ એવી ધર્મપરીક્ષાવિધિને કહીશ. અહીં શ્રી પાર્શ્વજિનેન્દ્રને પ્રણામ કરીને એટલે અત્યંત ઉછાળા મારતી ભક્તિરૂપ અને શ્રદ્ધારૂપ પ્રકર્ષથી ભગવાનને નમીને. આનાથી પ્રારંભ કરવાને ઇચ્છાયેલ ગ્રન્થના પ્રતિબંધક દુરિતોને દૂર કરવા તેમજ શિષ્ટાચારનું પરિપાલન કરવા મંગલ કર્યું. “ધર્મની પરીક્ષાવિધિ કહીશ' એવું જે કહ્યું છે તેમાં (૧) ધર્મ એટલે ધર્મ તરીકે અભ્યાગત સ્વીકારેલ સિદ્ધાન્તાદિ, નહિ કે ધર્મ તરીકે નિશ્ચિત (સિદ્ધ) થઈ ગયેલ સિદ્ધાન્તાદિ, કેમકે એની તો પરીક્ષા જ કરવાની હોતી નથી. અને (૨) પરીક્ષાવિધિ એટલે “આ ધર્મ
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy