SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ , ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ 'जमाली णं भंते! अणगारे अरसाहारे विरसाहारे अंताहारे लूहाहारे तुच्छाहारे अरसजीवी विरसजीवी जाव तुच्छ जीवी उवसंतजीवी पसंतजीवी ? हंता गोयमा ।' इत्यादि सामान्यसूत्रोक्तस्य गणस्याद्यन्तशब्दाभ्यां विशिष्टो 'गोअमा ! जमाली णं अणगारे अरसाहा जाव विवित्तजीवी' इतिसूत्रोक्तवाक्यगतो यावच्छब्दः । तस्य च सर्वादित्वेन बुद्धिस्थवाचकत्वान्मध्यवर्त्तिनामपि पदार्थानां नानारूपाणां नानासंख्याकानां च सङ्ग्राहकत्वं, एवमाद्यन्तशब्दयोरपि गणानुरोधेन भिन्नत्वमेव बोध्यं न पुनर्यावच्छब्दोऽपि घटपदादिवन्नियतपदार्थवाचक इति । ૨૦૦ विशेषणभूतस्तु यावच्छब्द उक्तपदवाच्यानामर्थानां देशकालादिनियामको भवति । तत्र देशनियामकत्वं ‘यावत्पञ्चविंशतिर्योजनानि पत्तनं तावद् गन्तव्यं' इत्यादौ । कालनियामकत्वं च 'जाव णं से जीवे सया समिअं तं तं भावं परिणमइ ताव च णं से जीवे आरभइ सारभइ समारभइ' इत्यादौ प्रसिद्धम् । ‘હે ભગવન્ ! જમાલિ અણગાર અરસઆહારી, વિરસઆહારી, અન્તઆહારી, પ્રાન્ત આહારી, રૂક્ષઆહારી, તુચ્છ આહારી, અરસજીવી, વિરસજીવી યાવસ્ તુચ્છજીવી, ઉપશાન્તજીવી, પ્રશાંતજીવી, વિવિક્તજીવી છે ? હા ગૌતમ !...' ઇત્યાદિ સામાન્ય સૂત્રમાં કહેલ ગણના અરસઆહારીરૂપ અને વિવિક્તજીવીરૂપ આદ્ય અને અંતિમ શબ્દથી વિશિષ્ટ બનીને ‘હે ગૌતમ ! જમાલિ અણગાર અરસઆહારી યાવત્ વિવિક્તજીવી છે.’ એવા સૂત્રોક્ત વાક્યમાં વપરાયેલો ‘યાવત્’ શબ્દ, તે ‘યાવત્' શબ્દ ગણના મધ્યવર્તી પદોમાં સૌ પ્રથમ હોઈ બુદ્ધિમાં ઉપસ્થિત થયેલ મધ્યપદોનો વાચક બને છે અને તેથી વિવિધ રૂપવાળા તેમજ વિવિધ સંખ્યાવાળા મધ્યવર્તી પદાર્થોનો સંગ્રહ કરે છે. (મધ્યવર્તી પદાર્થ તરીકે જ સંગ્રહ કરે છે) તેથી આ મધ્યવર્તી પદોના ગણના અનુરોધથી પ્રથમ-અંતિમ શબ્દને પણ ભિન્ન જ જાણવા. એટલે કે ‘યાવત્ શબ્દ પણ ઘટ-પટ વગેરે શબ્દની જેમ પ્રથમ-અંતિમ પદાર્થ રૂપ નિયત પદાર્થનો વાચક ન હોવાથી તે બે તો જુદા બોલવા જ પડે છે. (વિશેષણભૂત ‘યાવત્’ શબ્દનો અર્થ - પૂર્વપક્ષ) ‘યાવત્’ શબ્દ જ્યારે વિશેષણ તરીકે વપરાયો હોય છે ત્યારે તે કહેવાયેલા પદના પદાર્થોના દેશકાલ વગેરેનો નિયામક બને છે. તેમાં દેશનિયામક આ રીતે ‘જ્યાં સુધી શહે૨ ૨૫ યોજન દૂર રહે ત્યાં સુધી જવું' ઇત્યાદિમાં. કાલનિયામક તરીકે આવા પ્રયોગમાં પ્રસિદ્ધ છે કે ‘જ્યાં સુધી આ જીવ સદા સમિત તે તે ભાવે પરિણમે છે ત્યાં સુધી તે જીવ આરંભ કરે છે, સંરંભ કરે છે, સમારંભ કરે છે.’ જે , १. जमालिर्भदन्त ! अनगारोऽरसाहारो विरसाहारोऽन्ताहारः प्रान्ताहारो रूक्षाहारस्तुच्छाहारोऽरसजीवी विरसजीवी यावत्तुच्छजीवी उपशान्तजीवी प्रशान्तजीवी (विविक्तजीवी) ? हन्त गौतम ! २. यावत्स जीवः सदा समितं तं तं भावं परिणमति, तावच्च स जीव आरभते संरभते समारभते।
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy