SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર ૨૬૭ च्युत्वा ततः पञ्चकृत्वो भ्रान्त्वा तिर्यग्ननाकिषु । अवाप्तबोधिनिर्वाणं जमालिः समवाप्स्यति ।। इति हैमवीरचारित्रीय (पर्व १०-सर्ग-८) श्लोके पञ्चकृत्वःशब्दः पञ्चवाराभिधायकः स च तिर्यक्शब्देन योजितः सन् जमालिस्तिर्यग्योनौ पञ्चवारान् यास्यतीत्यर्थाभिधायकः संपन्नः, तथा च तिर्यग्योनौ वारपूर्तिमनुजादिगत्यन्तरभवान्तरप्राप्तिमन्तरेण न भवति, सा च प्राप्तिराशातनाबहुलस्य जमालेरनन्तकालान्तरितैव स्याद्, एवं पञ्चवारगमनेऽनन्तभवग्रहणमनन्तगुणमपि संभवति । मनुजगतिवारपूर्तिस्तूत्कर्षतोऽपि सप्ताष्टभवैरेव स्याद् । देवनारकयोस्त्वनन्तरं पुनरुत्पादाभावेनैकेनैव भवेन वारपूर्तिः स्याद्' इत्यादिकाऽपि परस्य कल्पना दूरमपास्ता वेदितव्या, पञ्चकृत्व इत्यस्य तिर्यक्शब्देनैव योजनाया असंभवात्, द्वन्द्वसमासमर्यादया प्रत्येकमेव तदन्वयाद्, भवग्रहणव्यक्त्यपेक्षस्य पञ्चवारत्वस्यानन्तवारभवग्रहणेषु जात्यपेक्षसङ्कोचेन समर्थयितुमशक्यत्वात् तादृश (ત્રિષષ્ટિના શ્લોકના અર્થ અંગે પૂર્વપક્ષીની કલ્પના) પૂર્વપક્ષ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના (૧૦-૮-૧૦૬) શ્લોકમાં ત્યાંથી ચ્યવીને તિર્યંચ-મનુષ્યદેવ ભવમાં પાંચવાર ભમીને સમ્યકત્વ પામેલો જમાલિ મોક્ષ પામશે.” આવું જ કહ્યું છે તેમાં “પાંચવાર' શબ્દનો તિર્યંચશબ્દમાં અન્વય કરવાથી “જમાલિ તિર્યંચ યોનિમાં પાંચ વાર જશે એવો અર્થ નીકળે છે. વળી આ પાંચવાર જવું એ અર્થ વચ્ચે વચ્ચે મનુષ્ય-દેવભવમાં જાય તો જ સંપન્ન થાય. વળી આશાતના બહુલ એવા જમાલિને તો તે વચલા વચલા મનુષ્યાદિ ભવોની પ્રાપ્તિ અનંતકાળના આંતરે આંતરે જ સંભવે છે. તેથી પાંચ વાર તિર્યંચભવમાં જવામાં અનંતભવગ્રહણ અનંતગુણ હોવું પણ સંભવે છે. મનુષ્ય ગતિમાં તો વધુમાં વધુ પણ સાત-આઠ ભવોથી વારપૂર્તિ થઈ જાય, દેવ નરકમાં પુનઃ ઉત્પત્તિ થતી ન હોવાથી એક જ વારમાં વારપૂર્તિ થઈ જાય... (તેથી મનુષ્યભવમાં પાંચવાર શબ્દ જોડવાથી ૩૫-૪૦ ભવો મળે, દેવભવમાં જોડવાથી પાંચ ભવ મળે, પણ તિર્યંચભવમાં જોડવાથી અનંતભવ મળે (એ કલ્પનાની અયોગ્યતા) ઉત્તરપક્ષ: આવી કલ્પના પણ અયોગ્ય છે, કારણ કે પાંચવાર' શબ્દને માત્ર “તિર્યંચયોનિ' શબ્દ સાથે જ જોડી શકાતો નથી, કારણ કે દ્વન્દ્રસમાસની મર્યાદા મુજબ તે બધામાં લાગે છે. તેથી દેવભવમાં પણ તેને લગાડવો જ પડે છે. દેવભવમાં અન્ય ભવના આંતરા વગર અનેકવાર જઈ શકાતું નથી. માટે તેમાં તો ભવની સંખ્યામાં જ પંચવારત્વનો અન્વય થાય છે. આના પરથી જણાય છે કે અહીં પંચવારત્વ વ્યક્તિની અપેક્ષાએ જ છે. (જાતિ-પ્રકારની અપેક્ષાએ નહિ) (અર્થાત પાંચવાર શબ્દથી પાંચ ભવો જ સમજવાના છે, પાંચ પ્રકારના ઘણા ભવો નહિ) તેથી આવા વ્યક્તિ સાપેક્ષ પંચવારિત્વનું જાતિસાપેક્ષ (જાતિની અપેક્ષાએ પંચવારિત્વ લેવા રૂપ) સંકોચથી અનંતભવગ્રહણમાં સમર્થન કરી શકાતું નથી.
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy