SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર इत्यादिसूत्रकृताङ्गयाथातथ्याध्ययननिर्युक्तिवृत्तिवचनमात्रमवलंब्य ये 'जमालेररघट्टघटीयन्त्रन्यायेन संसारचक्रवालभ्रमणे साध्ये दृष्टान्ततयोपदर्शितत्वाद्, दृष्टान्तस्य च निश्चितसाध्यधर्मवत्त्वात्तस्यानन्तसंसारित्वसिद्धिरिति वदन्ति ते पर्यनुयोज्याः । ' नन्वयमपि दृष्टान्तः प्रागुक्तमरीचिदृष्टान्तवदुपलक्षणपर एव, इत्यरघट्टघटीयन्त्रन्यायोपलक्षितसंसारचक्रवालपरिभ्रमणे साध्ये नायुक्तः', इति कथमस्माद् भवतामिष्टसिद्धिः ? अन्यथाऽरघट्टघटीयन्त्रन्यायोऽत्र प्रकरणमहिम्ना पुनः पुनश्चतुर्गतिभ्रमणपर्यवसित इति चतुर्गतिभ्रमणमपि जमालेरनेन न्यायेन सिद्ध्येत् । ૨૫૯ यत्तु यस्यैकेन्द्रियादिषु पुनः पुनरुत्पादेन द्राघीयसी संसारस्थितिस्तमुद्दिश्यैवायं न्याय: प्रवर्त्तते । તલુ - एयं पुण एवं खलु अन्नाणपमायदोसओ णेयं । हाका भणिआ एगिंदियाईणं ।। १६ ।। इति उपदेशपदे । આ વચનો પરથી અરઘટ્ટઘટીયંત્રન્યાય અનંતસંસારને સૂચવે છે. અને તેમાં જમાલિનું દૃષ્ટાન્ત આપ્યું છે. તેથી જમાલિમાં તો એ ન્યાય મુજબનો અનંત સંસાર નિર્વિવાદ રીતે નિશ્ચિત માનવો જ પડે છે. (કેમકે તો જ એનું દૃષ્ટાન્ત અપાય.) આ રીતે જમાલિનો અનંત સંસાર કહેનારને અમે કહીએ છીએ કે - હમણાં પૂર્વે મરીચિના દૃષ્ટાન્ત અંગે જેમ કહી ગયા તેમ અહીં પણ આ દૃષ્ટાન્ત ઉપલક્ષણને જણાવવામાં જ તત્પર છે. અને તેથી અરઘટ્ટઘટીયંત્રન્યાયથી ઉપલક્ષિત સંસારચક્રવાલપરિભ્રમણને સિદ્ધ કરવામાં જમાલિનું દૃષ્ટાન્ત અયોગ્ય નથી, કેમ કે જમાલિની તે પ્રરૂપણામાં પણ તાદેશ પરિભ્રમણનું કારણ બનવાની યોગ્યતા તો હતી જ. તેથી જમાલિને દૃષ્ટાન્ત તરીકે કહ્યો હોવા માત્રથી તેનો અનંતસંસાર શી રીતે સિદ્ધ થઈ જાય ? બાકી જો ઉપલક્ષણ લેવાનું ન હોય અને સંપૂર્ણ એ પ્રમાણે સંસારભ્રમણ જ લેવાનું હોય તો તો જમાલિને એ ન્યાય મુજબ ચારે ગતિમાં ભ્રમણ પણ સિદ્ધ થઈ જશે, કેમકે પ્રકરણ ૫૨થી ખબર પડે છે કે અહીં અરઘટ્ટઘટીયંત્રનો અર્થ ચારે ગતિમાં વારંવાર ભ્રમણ કરવા રૂપ છે. (અરઘટ્ટઘટીયંત્રન્યાય એકેન્દ્રિયાદિમાં પુનઃ પુનઃ ભ્રમણનો સૂચક - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ ઃ એકેન્દ્રિયાદિમાં વારંવાર ઉત્પન્ન થવા દ્વા૨ા જેણે સંસારમાં દીર્ઘતર કાળ ભ્રમણ કરવાનું હોય તેને ઉદ્દેશીને જ આ ન્યાય છે (નહિ કે ચારે ગતિમાં પુનઃ પુનઃ ભ્રમણ કરવાવાળા જીવને ઉદ્દેશીને) ઉપદેશપદ (૧૬)માં કહ્યું છે કે “અજ્ઞાન અને પ્રમાદ દોષથી જીવ એકેન્દ્રિયાદિમાં ભટકે છે જેની દીર્ઘ કાયસ્થિતિ કહી છે. આના १. एतत्पुनरेवं खलु अज्ञानप्रमाददोषतो ज्ञेयम् । यद्दीर्घा कायस्थितिर्भणितैकेन्द्रीयादीनाम् ॥
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy