SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ કવિલા ઈત્યંપિ' વચનનો વિચાર ૨૫૫ दृष्टान्तोपन्यासस्य साक्षात्तस्यासंख्यातभववाचकप्रमाणविरोधेनानुपपत्तिस्तु तस्या दुरन्तानन्तसंसारकारणत्वोपलक्षितायुक्ततरत्वोपनयनाभिप्रायेण निरसनीया ।। यत्तु श्रावकस्य विपरीतप्ररूपणाया अत्र प्रकृतत्वात्तस्य चानाभोगाद् गुरुनियोगाद्वा तत्संभवात्तथाविधक्लिष्टपरिणामाभावानासावनन्तसंसारहेतुः, अत एव श्रावकप्रतिक्रमणसूत्रस्य वृत्तौ केवलं दुरन्तशब्दस्यैवाभिधानम् । या च विपरीतप्ररूपणा मार्गपतितानामनन्तसंसारहेतुः सा सभाप्रबन्धेन धर्मदेशनाऽधिकारिणां बहुश्रुतत्वेन लोकपूज्यानामाचार्यादीनां कुतश्चिनिमित्तानिजलज्जादिहानिभयेन सावधाचार्यादीनामिव, परविषयकमात्सर्येण गोष्ठामाहिलादीनामिव, तीर्थकृद्वचनस्याश्रद्धाने(न) जमाल्यादीनामिवाभोगपूर्विकाऽवसातव्या । ते चेहाधिकाराभावेनानुक्ता अप्यनन्तसंसारित्वेन स्वत આપવું એ અસંગત છે, કેમકે એ દષ્ટાન્ત તો સાક્ષાત્ અસંખ્ય સંસારને જ જણાવે છે કારણ કે મરીચિનો તો અસંખ્યાત સંસાર જ વધ્યો હતો.)” તે કુશંકાને એ રીતે તોડી પાડવી કે ત્યાં દુરંત અનંત સંસારની કારણતાથી ઉપલલિત એવી અયુક્તતરતાનું જ દષ્ટાન્ત આપવાનો અભિપ્રાય છે. તાત્પર્ય એ છે કે ઉસૂત્ર પ્રરૂપણા કેવી અયુક્તકર ચીજ છે? એવી જિજ્ઞાસાના જવાબ તરીકે “અનંત સંસારનું કારણ બને તેવી’ એમ જે કહેવાય છે તે લક્ષણ તરીકે નહિ પણ ઉપલક્ષણ તરીકે કહેવાય છે. તેથી દરેક ઉસૂત્ર પ્રરૂપણા અનંત સંસાર વધારે જ એવું ફલિત નથી થતું, પણ દરેક ઉત્સુત્ર પ્રરૂપણા અનંત સંસાર વધારનાર ચીજ જેવી અયુક્તતર હોય તેવી અયુક્તતર હોય છે અને તેથી અનંતસંસાર વધારવાની સ્વરૂપયોગ્યતા ધરાવતી હોય છે. એટલું જ ફલિત થાય છે. આવી અયુક્તતરતાના ખ્યાલ માટે મરીચિનું દષ્ટાન્ન આપ્યું છે. (શ્રાવકની વિપરીત પ્રરૂપણામાં અસંખ્યસંસારનો જ અધિકાર - પૂર્વપક્ષ) શંકાઃ શ્રાવકની વિપરીત પ્રરૂપણાનો અહીં અધિકાર છે અને શ્રાવકને તો અનાભોગ કે ગુરુનિયોગના કારણે તે સંભવતી હોઈ તેવો તીવ્ર સંક્લિષ્ટ પરિણામ હોતો નથી. માટે એ અનંતસંસારનું કારણ બનતી નથી.તેથી જ શ્રાવકપ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાં તો માત્ર “દુરંત' શબ્દ જ લખ્યો છે. (તથી દુરત શબ્દ તો અસંખ્ય સંસારનો જ વાચક છે.) જે વિપરીત પ્રરૂપણા માર્ગમાં રહેલા જીવોના અનંત સંસારનો હેતુ બને છે તે તો સભાઓ ભરીને ધર્મદશના આપવાના અધિકારી અને બહુશ્રુત તરીકે લોકોમાં પૂજનીય એવા આચાર્યોની જ કોઈક નિમિત્તે થઈ ગયેલી વિપરીત પ્રરૂપણા જાણવી. જેમકે પોતાની લજ્જા વગેરેની હાનિના ભયે સાવદ્યાચાર્યો, અન્ય પરના માત્સર્યથી ગોષ્ઠામાહિલ વગેરેએ અને જિનવચનની અશ્રદ્ધાથી જમાલિ વગેરેએ આભોગપૂર્વક કરેલી ઉસૂત્ર પ્રરૂપણા. આ બધી ઉત્સુત્ર પ્રરૂપણાઓ અહીં અધિકાર ના હોવાના કારણે કહી નથી. તેમ છતાં આ બધી વિપરીત પ્રરૂપણા અનંત સંસારનો હેતુ બને છે એ સ્વયં
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy