SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ तथा योगशास्त्रवृत्तावप्युक्तं-'भगवानपि हि भुवनगुरुरुन्मार्गदेशनात्सागरोपमकोटाकोटी यावद्भवे भ्रान्तस्तत्काऽन्येषां स्वपापप्रतीकारं कर्तुमशक्नुवतां गतिः ?' इति । तथा तत्रैव 'अल्पादपि मृषावादाद्' इत्यस्य व्याख्यायामल्पस्यापि मृषावादस्य महाऽनर्थहेतुत्वे संमतिवचनमिदमुपदर्शितं अहह सयलन्नपावा वितहपनवणमणुमवि दुरंतं । जं मरीइभवउवज्जियदुक्कयअवसेसलेसवसा ।। सुरथुअगुणोवि तित्थंकरोवि तिहुअणअतुल्लमल्लो वि । गोवाइहिं वि बहुसो कयत्थिओ तिजयपहू तं सि ।। ત્તિ | गोबंभणभूणंतगावि केइ इह दढप्पहाराई । बहुपावा वि य सिद्धा सिद्धा किर तंमि चेव भवे ।। त्ति । तथोपदेशरत्नाकरेऽपि प्रोक्तं – 'तथा केषाञ्चिद्देशना पुनः प्रस्तावौचित्यादिसर्वगुणसुभगा परं केवलेनोत्सूत्रप्ररूपणदूषणेन कलिता, सापि पुरनिर्द्धमनजलतुल्या, अमेध्यलेशेन निर्मलजलमिवोत्सूत्रलेशप्ररूपणेनापि सर्वेऽपि गुणा यतो दूषणतामिव भजन्ति, तस्य विषमविपाकत्वात् । यदागमः 'दुब्भासिएण इक्केण०' इत्यादि ।' તથા યોગશાસ્ત્ર વૃત્તિમાં પણ કહ્યું છે કે – ત્રિભુવનગુરુ ભગવાન પણ ઉન્માર્ગ દેશનાથી કોડાકોડી સાગરોપમ સુધી સંસારમાં ભમ્યા તો પોતાના પાપનો પ્રતિકાર કરવામાં અસમર્થ બીજા જીવોની તો વાત જ શી કરવી? તથા તેમાં જ “અત્પાદપિ મૃષાવાદાદુની વ્યાખ્યામાં “અલ્પ પણ મૃષાવાદ મહાઅનર્થોનો હેતુ બને છે એ જણાવવા સાક્ષી તરીકે કહ્યું છે કે – “ઓ હો હો ! નાનું પણ વિપરીત પ્રરૂપણાનું પાપ બીજા બધા પાપો કરતાં દુરંત હોય છે કે જે મરીચિ ભવમાં કરેલ દુષ્કતના શેષ રહી ગયેલા અંશના કારણે, દેવોથી પ્રશંસાયેલ ગુણવાળો હોવા છતાં, તીર્થકર હોવા છતાં, ત્રિભુવનમાં અજોડમલ્લ હોવા છતાં પણ તે ત્રિજગતુ પ્રભુ ! તું ગોવાળિયા વગેરે વડે ઘણી કદર્થના કરાયો. જ્યારે તે પાપ વિનાના) ગાય-બ્રાહ્મણ-બાળના ઘાતક દઢપ્રહારી વગેરે ભયંકર પાપી કેટલાય જીવો સિદ્ધ થાય એટલું જ નહિ, તે જ ભવમાં સિદ્ધ થઈ ગયા.” તથા ઉપદેશ રત્નાકરમાં પણ કહ્યું છે કે - “તથા કેટલાકની દેશના પ્રસ્તાવ-ઔચિત્ય વગેરે બધા ગુણોથી સુંદર હોય છે, પણ માત્ર ઉસૂત્ર પ્રરૂપણારૂપ દૂષણથી દૂષિત હોય છે. તે પણ ગટરના પાણી જેવી જાણવી. કેમકે અશુચિપદાર્થના અંશથી જેમ નિર્મળ પાણી પણ દૂષિત થઈ જાય છે તેમ ઉસૂત્રના અંશની પ્રરૂપણાથી પણ બધા ગુણો જાણે કે દોષરૂપ બની જાય છે, કારણ કે ઉસૂત્રાશપ્રરૂપણા ભયંકર વિપાક વાળી હોય છે. આગમમાં કહ્યું છે કે “એક દુર્ભાષિતથી...” (આ.નિ. ૪૩૮) ઈત્યાદિ” તથા - - - - - - १. अहह सकलान्यपापाद् वितथप्रज्ञापनमण्वपि दुरंतम्। यन्मरीचिभवोपार्जितदुष्कृतावशेषलेशवशात् ॥ सुरस्तुतगुणोऽपि तीर्थकरोऽपि त्रिभुवनेऽतुल्यमल्लोऽपि । गोपादिभिरपि बहुशः कथितस्त्रिजगत्प्रभुस्त्वमसि ॥ गोब्राह्मणभ्रूणान्तका अपि केचिदिह दृढप्रहार्यादयः। बहुपापा अपि च सिद्धाः सिद्धाः किल तस्मिन्नेव भवे ॥ - - - -
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy