________________
એચિત્ત જ હતા એવું માનવામાં પ્રમાણ નથી. વળી સચિત્તવાયુસ્પર્શ તો માનવો જ પડે છે.
પૂ.0- અભયદાતા કેવલીઓનો અતિશય માનીએ છીએ કે સચિત્તનો સ્પર્શ જ ન થાય.
ઉ.)- અરણિકાપુત્ર, ગજસુમાલ વગેરેમાં એ માન્યતા બાધિત છે. વળી જીવોમાં અઘાત પરિણામ હોય તો કેવલી જે ઉલ્લંઘનાદિ કરે છે તે નિષ્ફળ બની જાય. આ જ કારણે “જીવો ત્યાંથી સ્વતઃ ખસી જાય છે એવું પણ માની શકાતું નતી.
પૂ.૦- જેમ ઘાતી કર્મક્ષયોપશમથી થયેલ જળચારણાદિલબ્ધિના પ્રભાવે લબ્ધિધર સાધુઓ જળ વગેરેમાંથી ગમનાદિ કરે તો પણ જળજીવાદિની વિરાધના થતી નથી, તો ક્ષાયિક લબ્ધિના પ્રભાવે કેવળીથી તો જીવવિરાધના શી રીતે થાય?
ઉં.૮- આવું માનવામાં પણ ઉલ્લંઘનાદિ નિષ્ફળ બનવાની આપત્તિ છે. વળી એ લબ્ધિનો પ્રયોગ જો કરવાનો હોય તો કેવલી પ્રમાદવાનું બની જાય. અને પ્રયોગ વગર જ જો જીવરક્ષા થઈ જતી હોય તો અયોગીના શરીરે પણ વિરાધના ન થવી જોઈએ.
(કેવલી-છઘસ્થલિંગ વિચાર પૃ. ૨૨૪-૨૬૨) - પૂ.૦- ઠાણાંગજીમાં (સૂ.૦૫૫૦) છદ્મસ્થના લિંગ તરીકે પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે કહ્યા છે. અને પ્રાણાતિપાતના અભાવ વગેરેને કેવલીના લિંગ તરીકે કહ્યા છે. એની વૃત્તિમાં કહ્યું છે કે “ચારિત્રાવરણ ક્ષીણ થયું હોવાથી, નિરતિચાર સંયમ હોવાથી તેમજ અપ્રતિસેવી હોવાથી કેવલી ક્યારેય પ્રાણાતિપાતક બનતા નથી.”આમાં અપ્રમત્તસયતને છઘસ્થના પક્ષ તરીકે લેવાના છે. અને લિંગ તરીકે દ્રવ્યહિંસા વગેરે લેવાના છે, કારણ કે ભાવહિંસા વગેરે છદ્મસ્થના અવિષય હોઈ અનુમાન કરાવી આપે એવા હેતુભૂત લિંગરૂપ બની શકતા નથી. વળી આ લિંગો અગ્યારમા ગુણઠાણા સુધી હોય છે, આની ઉપર મોહસત્તા ન હોઈ તે લિંગો પણ હોતા નથી. ક્ષીણમોહીમાં અનાભોગ હોઈ માત્ર એની સંભાવના હોય છે. આવા સંભાવનારૂઢ મૃષાભાષણની અપેક્ષાએ જ કર્મગ્રંથમાં ક્ષીણમોહ સુધી ચારેય ભાષાઓ કહી છે. વળી આ સાતમાંથી પ્રથમ પાંચ કાદાચિત્ક હોય છે, ચરમ બે સર્વકાલીન હોય છે. ક્ષીણમોહમાં મૃષાવાદના હેતુભૂત ક્રોધાદિન હોઈ લિંગભૂત દ્રવ્યમૃષાવાદ હોતું નથી. એટલે એની અહીં છપસ્થ તરીકે ગણતરી નથી, પણ અંતમુહૂર્તમાં કેવલજ્ઞાન પામનાર હોઈ કેવલી તરીકે ગણતરી છે. વળી ઠાણાંગના ટીકાકારે છદ્મસ્થલિંગોમાં વારિત્ એવું જ વિશેષણ મૂક્યું છે તે સ્વરૂપ અસિદ્ધિના' વારણ માટે છે અને કેવલીના લિંગોમાં રિપિ' એવું જ વિશેષણ મૂક્યું છે તે છદ્મસ્થ સાધુમાં આવતા વ્યભિચારના વારણ માટે છે.
ઉ.૦- છબસ્થલિંગોના પક્ષ તરીકે અપ્રમત્તને લેવામાં સ્વરૂપ અસિદ્ધિ દોષ આવે છે. જેમ અપ્રમત્ત ગુણઠાણે નિદ્રા હોવા છતાં પ્રમત્તત્તા નથી કહેવાતી, તેમ દ્રવ્યહિંસા હોવા છતાં અપ્રમત્તને પ્રાણાતિપાતક કહેવાતા નથી. વળી દ્રવ્યહિંસા વગેરે અહીં લિંગભૂત નથી, કેમ કે જો એવું હોય