SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ સકામ-અકામનિર્જરા વિચાર प्रशंसाया दोषावहत्वमुक्तं - 'तैसि बहुमाणेण उम्मग्गणुमोअणा अणिट्ठफला । तम्हा तित्थयरआणाठिएसु जुत्तोत्थ बहुमाणो ।।' (पंचा. ११-३९) इत्यादिना श्रीहरिभद्रसूरिभिः । वा=अथवा, (२) अनवस्थया मार्गभ्रंशलक्षणयाऽतिचारो भवेद्, मुग्धपर्षदि क्षमादिगुणमादायापि मिथ्यादृष्टिप्रशंसायां परदर्शनिभक्तत्वप्रसङ्गादेकैकासमञ्जसाचाराद्, एवं मार्गोच्छेदापत्तेः, अत एवाभिमुखमुग्धपर्षद्गतस्य परपाखण्डिसम्बन्धिकष्टप्रशंसादिना महानिशीथे परमाधार्मिकमध्योत्पत्तिरुक्ता । तथा च तत्पाठः - 'जे भिक्खू वा भिक्खुणी वा परपासंडीणं पसंसं करेज्जा, जे यावि णं णिण्हवाणं पसंसं करेज्जा, जे णं णिण्हवाणं आययणं पविसेज्जा, जे णं णिण्हवाणं गंथसत्थपयक्खरं वा परूवेज्जा जे णं णिण्हवाणं संतिए कायकिलेसाइए तवे इ वा संजमे इ वा नाणे इ वा वित्राणे इ वा सुए इ वा पंडिते इ वा अभिमुहमुद्धपरिसागए सिलाहेज्जा सेवि य णं परहम्मिएसु उववज्जेज्जा, जहा सुमतित्ति'। तथा च यः स्वस्य परेषां च गुणानुराग કરીને જીવનારા સાધુ વગેરેની પ્રશંસાને દોષાવહ કહી છે. જેમ કે પંચાશક (૧૧-૩૯)માં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે “તેઓના બહુમાનથી અનિષ્ટ આપનાર એવી ઉન્માર્ગની અનુમોદના થાય છે. તેથી જિનાજ્ઞામાં રહેલ જીવો પર બહુમાન કરવું એ યોગ્ય છે.” હવે ગ્રન્થકાર તે અતિચાર લાગવાનું બીજું કારણ જણાવે છે. અથવા માર્ગભ્રંશ રૂપ અનવસ્થાથી અતિચાર લાગે છે. મુગ્ધપર્ષદામાં ક્ષમા વગેરે ગુણોને આગળ કરીને પણ મિથ્યાત્વીની પ્રશંસા કરવામાં આવે તો એ જીવો મુગ્ધ હોઈ તે પરદર્શનીને જ પ્રશંસનીય માની તેના ભક્ત બની જાય છે જેના કારણે પછી ઉત્તરોત્તર અયોગ્ય આચારો સેવે છે. તેથી સાચા માર્ગનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવે. તેથી જ “સન્માર્ગને સન્મુખ થયેલા મુગ્ધજીવોની સભામાં પરપાંખડીના કષ્ટ અનુષ્ઠાનની પ્રશંસા વગેરે કરવાથી પરમાધામીપણું મળે છે.” એવું મહાનિશીથસૂત્રમાં કહ્યું છે. તે આ રીતે – “સન્માર્ગને સન્મુખ થયેલા મુગ્ધજીવોનો સભામાં જ સાધુ કે સાધ્વી પરપાખંડીની પ્રશંસા કરે, અથવા નિદ્વવોના સ્થાનમાં જાય, નિદ્વવોને ગ્રન્થ-શાસ્ત્ર પદ કે અક્ષરની પ્રરૂપણા કરે, નિદ્વવોના કાયક્લેશાદિ તપ, સંયમ, જ્ઞાન, વિજ્ઞાન, શ્રુત કે પાંડિત્યની મુગ્ધજનોમાં શ્લાઘા કરે છે તે પણ પરમાધામી થાય છે - જેમ કે સુમતિ.” પણ આવા દોષની અસંભાવનાના કાળમાં, જેઓ, પોતામાં અને બીજામાં ગુણાનુરાગની વૃદ્ધિ - - - - - १. तेषां बहुमानेनोन्मार्गानुमोदनाऽनिष्टफला। तस्मात्तीर्थकराज्ञास्थितेषु युक्तोऽत्र बहुमानः ।। - - - - - - २. यो भिक्षुर्वा भिक्षुकी वा परपाखण्डिनां प्रशंसां कुर्यात् योऽपि च निह्रवानां प्रशंसां कुर्यात्, यः खलु निहवानामायतनं प्रविशेत्, यः खलु निह्रवानां ग्रन्थशास्त्रपदाक्षरं वा प्ररूपेयत्, यः खलु निह्रावानां सत्कान् कायक्लेशादीन् तपो वा संयम वा ज्ञानं वा विज्ञानं वा श्रुतं वा पाण्डित्यं वाऽभिमुखमुग्धपर्षद्गतः श्लाघयेत्, सोऽपि च परमाधार्मिकेषु उपपद्येत, यथा सुमतिरिति ।।
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy