________________
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૩૭ तत्वतोऽकामनिर्जराङ्गमिति मन्तव्यम् । इत्थं च 'तओ भणियं नाइलेणं जहा 'मा वच्छ! तुमं एतेणं परिओसमुवयासु । जहा अहयं आसवारेण परिमुसिओ, अकामणिज्जराए वि किंचि कम्मखओ हवइ किं पुण जं बालतवेण? ता एते बालतवस्सिणो दट्ठव्वे, जओ णं किंचि उस्सुत्तुम्मग्गयारित्तमेएसि य दीसह ' इत्यादि महानिशीथचतुर्थाध्ययनवचनाद् अकामनिर्जराजन्यात्कर्मक्षयाद् बालतपोजन्यस्य तस्य भूयस्त्वसिद्धेः 'अणुकम्पाकामणिज्जरबालतवोदाणविणयविब्धंगे' इत्यादी सम्यक्त्वप्राप्तिहेतुषु,
महव्वयअणुव्वएहि य बालतवोकामणिज्जराए य । देवाउअं णिबंधइ सम्मद्दिट्ठीय जो जीव ।।
૨૩૨
३
–
છે. અને તેથી વિપરીત ફળવાળું હોઈ ૫રમાર્થથી અકામનિર્જરાનું કારણ બને છે એ જાણવું. (અકામ નિર્જરા અને બાળતપ એ બે જુદા છે ?)
આના પરથી એ પણ નક્કી થાય છે કે, મહાનિશીથ સૂત્રના ચોથા અધ્યયનના વચનથી ‘અકામનિર્જરાથી થતાં કર્મક્ષય કરતાં બાળતપથી થતો કર્મક્ષય અધિક હોય છે', એવું જે સિદ્ધ થાય છે તેના પરથી અને સમ્યક્ત્વપ્રાપ્તિના તેમજ દેવાયુ બાંધવાના કારણોમાં અકામનિર્જરા અને બાળ તપને જુદા જુદા જે ગણ્યા છે તેના પરથી તે બેનો ભેદ હોવો જે કહેવાય છે તે સ્વરૂપભેદ અને પોતપોતાના જે ફળભેદની અપેક્ષાએ કહેવાય છે. અને તે પણ ‘બધા જ બાળતપ અકામનિર્જરા જ કરાવે.' એવી પરની ભ્રમણા દૂર કરવા માટે જ કહેવાય છે. બાકી વાસ્તવિક રીતે તો, “જે કોઈ ઉચિત અનુષ્ઠાન હોય તે (પછી ભલે ને માર્ગાનુસારીનો બાળતપ હોય) અકામનિર્જરાનું કારણ બનતું નથી, પણ સકામ નિર્જરાનું જ કારણ બને છે અને જે કાંઈ અનુચિત અનુષ્ઠાન હોય તે મોક્ષનું કારણ બનતું ન હોઈ ફળને આશ્રીને ચાહે બાળતપ કહેવાય કે અકામનિર્જરાનું કારણ કહેવાય એમાં કોઈ ઝાઝો ભેદ નથી” એવું અમને યોગ્ય લાગે છે. મહાનિશીથ સૂત્રના એ વચનોનો અર્થ આ પ્રમાણે છે - પછી નાગિલે કહ્યું ‘હે વત્સ ! તું આ બધી ક્રિયાથી સંતોષ ન માન. જેમ હું અશ્વવારથી ઠગાયો હતો (તેમ તું ન ઠગા.) કેમ કે અકામ નિર્જરાથી પણ કંઈક કર્મનિર્જરા થાય છે તો બાળતપની શું વાત કરવી ? તેથી આ બધાને બાળતપસ્વી જાણવા, કેમ કે એ લોકોમાં પણ કંઈક ઉત્સૂત્ર, ઉન્માર્ગ આચરણ દેખાય છે. એમ આવશ્યક નિર્યુક્તિ (૮૪૫)માં સમ્યક્ત્વ પ્રાપ્તિના આ હેતુઓ દર્શાવેલા છે - અનુકંપા, અકામનિર્જરા, બાળતપ, દાન, વિનય, વિભંગ વગેરે...' દેવાયુ બાંધવાના કારણો આ દર્શાવ્યા છે - મહાવ્રત, અણુવ્રત, બાળતપ, અકામનિર્જરાથી જીવ દેવાયુ બાંધે છે. એમ સમ્યક્ત્વી જીવ પણ દેવાયુ બાંધે છે.
१. ततो भणितं नागिलेन यथा, 'मा वत्स ! त्वमेतेन परितोषमुपयाहि, यथाऽहमश्ववारेण परिमुषितोऽकामनिर्जरयापि किञ्चित्कर्मक्षयो भवति किं पुनर्यद् बालतपसा ? तस्मादेते बालतपस्विनो द्रष्टव्याः, यतः खलु किञ्चिदुत्सूत्रोन्मार्गचारित्वमेतेषां च दृश्यते ॥ २. अस्योत्तरार्ध: : संजोगविप्पओगे वसणूसवइसिक्कारे ।
छाया : अनुकंपाऽकामनिर्जराबालतपोदानविनयविभङ्गम् । संयोगविप्रयोगौ व्यसनोत्सर्वद्धिसत्कारम् ॥ ( आ. नि. ८४५) ३. महाव्रताणुव्रतैश्च बालतपोऽकामनिर्जराभ्यां च । देवायुर्निबध्नाति सम्यग्दृष्टिश्च यो जीवः ॥