SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૭ पुरुषकार एव इत्येवमपरनिरपेक्षतयैकान्तेन कालादीनां कारणत्वेनाश्रयणान्मिथ्यात्वम्। तथाहि-'अस्त्येव जीवः' इत्येवमस्तिना सह जीवस्य सामानाधिकरण्याद् 'यद्यदस्ति तत्तज्जीवः' इति प्राप्तम्, अतो निरवधारणपक्षसमाश्रयणादिह सम्यक्त्वमभिहितम्, तथा कालादीनामपि समुदितानां परस्परसव्यपेक्षाणां कारणत्वेनेहाश्रयणात्सम्यक्त्वमिति । ननु च कथं कालादीनां प्रत्येकं निरपेक्षाणां मिथ्यात्वस्वभावत्वे सति समुदितानां सम्यक्त्वसद्भावः? न हि यत्प्रत्येकं नास्ति तत्समुदाये भवितुमर्हति, सिकतातैलवत् । नैतदस्ति, प्रत्येकं पद्मरागादिमणिष्वविद्यमानाऽपि रत्नावली समुदाये भवन्ती दृष्टा, न च दृष्टेऽनुपपन्नं नामेति यत्किञ्चिदेतदित्यादि ।।' या च क्रियावादिसामान्यस्यान्तःपुद्गलपरावर्त्ताभ्यन्तरसंसारत्वेन नियमतः शुक्लपाक्षिकत्वानुपपत्तिः सा क्रियारुचिरूपेण शुक्लपक्षेण शुक्लपाक्षिकत्वमवलंब्य परिहर्त्तव्या, अत एवाक्रियावादिनो नियमात्कृष्णपाक्षिकत्वमपि सङ्गच्छते, 'क्रियापक्ष एव शुक्लोऽक्रियापक्षस्तु कृष्ण' इति, अन्यथा જ, પુરુષાર્થ જ આખા જગતનું કારણ છે ઇત્યાદિરૂપે બીજાને નિરપેક્ષપણે એકાન્ત કાલ વગેરેની કારણતાને કહેતાં એવા ક્રિયાવાદીની વિવક્ષા કરી છે અને તેથી એને મિથ્યાવાદી કહ્યો છે. કેમ કે “અચ્ચેવ જીવ: ઇત્યાદિમાં અસ્તિની સાથે જીવનું સામાનાધિકરણ્ય (એક અધિકરણમાં રહેવા પણું) ફલિત થતું હોઈ “જે જે અસ્તિ હોય) તે તે જીવ હોય એવી વ્યાપ્તિ બની જાય છે જે ઘટાદિને પણ જીવ તરીકે પ્રતિપાદિત કરતી હોઈ અસત્ છે. જ્યારે અહીં “જકારશૂન્યપક્ષને આશ્રીને ક્રિયાવાદીની વિવેક્ષા છે. માટે તેને સમ્યકત્વી કહ્યા છે. એમ કાલાદિની પણ સમુદિત થયેલા અને પરસ્પર સાપેક્ષ એવા જતેઓની કારણતાને કહેનાર ક્રિયાવાદીની અહીં વાત હોઈ સમ્યકત્વી કહ્યા છે. “પરસ્પર નિરપેક્ષ એવા પ્રત્યેક કાલાદિ જો મિથ્યાત્વ સ્વભાવવાળા હોય તો સમુદિત તેઓમાં સમ્યક્ત્વ સ્વભાવ શી રીતે આવી જાય? કેમ કે પ્રત્યેકમાં ન હોય તે સમુદાયમાં પણ હોવું સંભવતું નથી, જેમ કે રેતીના કણમાં ન રહેલું તેલ તેના સમુદાયમાં પણ હોતું નથી” એવી શંકા ન કરવી, કારણ કે માણેક વગેરે દરેક મણકામાં નહિ રહેલો એવો પણ રત્નનો હાર તેઓના સમુદાયમાં રહેતો દેખાય છે. અને જે આવું સાક્ષાત દેખાય છે તેમાં અસંગતિ ઊભી કરવાનો કોઈ પ્રશ્ન જ હોતો નથી. તેથી પ્રત્યેકમાં હાજર નહિ એવું સમ્યકત્વ તે કાલાદિના સમુદાયમાં શી રીતે આવી જાય ?' એ શંકા સાવ ફલ્યુ છે.” (શ્રાવકપ્રજ્ઞપ્તિ અને દશાશ્રુતના પ્રતિપાદનોની સંગતિ) વળી “શ્રાવકપ્રજ્ઞપ્તિમાં દેશોન અધપુગલપરાવર્ત કરતાં વધુ સંસારવાળા જીવોને કૃષ્ણપાક્ષિક કહ્યા છે અને દશાશ્રુતસ્કંધમાં ક્રિયાવાદીનો સામાન્યથી કાળ અંતઃ પુદ્ગલપરાવર્ત કહ્યો છે. તેથી ક્રિયાવાદી. શુક્લપાક્ષિક જ હોય એવો નિયમ અસંગત થઈ જશે” એવું જે કહ્યું છે તેનું સમાધાન નીચેની બે વિવક્ષાએ આ પ્રમાણે કરવું - (૧) શ્રાવકપ્રજ્ઞપ્તિમાં ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર હોવારૂપ જે શુક્લપાક્ષિકત્વની વાત છે, દશાશ્રુતસ્કંધમાં તે શુક્લપાક્ષિકત્વની વાત નથી કિન્તુ ક્રિયારુચિરૂપ શુક્લ
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy