SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શુક્લપાક્ષિક-કૃષ્ણપાક્ષિક વિચાર Co एतत्संमतिपूर्वमुपदेशरत्नाकरेऽप्येवमुक्तं । तथाहि (१ तट ३ अंश ४ तरंग) 'केचित्संसारवासिनो जीवा देवादिगतौ च्यवनादिदुःखभग्ना मोक्षसौख्यमनुपमं ज्ञात्वा तदर्थं जातस्पृहाः कर्मपरिणतिवशादेव मनुष्यगतिं प्रापुः । तत्र चैकः प्रथमः कुगुरूपदिष्टशास्त्रार्थभाविततयाऽभिगृहीतमिथ्यात्वी दिङ्मोहसमतत्त्वव्यामोहवान् पूर्वोक्तमिथ्याक्रियासु मनोवाक्कायधनादिबलवत्तया भृशमुद्युक्तो विष्णुपुराणाद्युक्तशतधनुनृपादिदृष्टान्तेभ्यो वेदपुराणाद्युक्तिभ्यश्च सञ्जातजिनधर्मद्वेषात्स्वज्ञानक्रियागर्वाच्च यक्षतुल्यं सम्यग्गुरुं तदुपदेशांश्च दूरतः परिहारादिनाऽवगणय्य सर्वेभ्यः प्रागेवेष्टपुरसमं मोक्षं गन्तुं समुत्थितो निजज्ञानक्रियागर्वादिनाऽन्यदर्शनिसंसर्गालापजप्रायश्चित्तभिया मार्गमिलितसम्यक्पथिकतुल्यान् जैनमुनिश्राद्धादीन् सुमार्गमपृच्छन् यथा यथा प्रबलपादत्वरितगतिसमा अनन्तजीवपिण्डात्मकमूलकसेवालादिभोजनाग्निहोत्रादिका मिथ्यात्वक्रियाः प्रबलाः कुरुते तथा तथा तज्जनितमहारंभजीवघातादिपापकर्मवशादश्वग्रीवनृपतिपुरोहितादिवद् गाढ गाढतर- गाढतम - दुःखमय-कुमानुष्यतिर्यग्नरकादिकुगतिपतितो दुर्लभबोधितयाऽनन्तभवारण्ये चतुरशीतिलक्षजीवयोनिषु भ्राम्यन् शिवपुराद् भृशं दूरवर्त्येव जायते, पुनरनन्तेन कालेन तत्रागामुकत्वाद्, 'किरियावाई णियमा भविओ णियमा सुक्कपक्खिओ अन्तो -- ૨૧૯ સિદ્ધ થાય છે.” આની જ સાક્ષીપૂર્વક ઉપદેશ રત્નાકર (૧-૩-૪) માં પણ આવું જ કહ્યું છે. તે આ રીતે“કેટલાક સંસારી જીવો દેવાદિગતિમાં પડતાં ચ્યવનાદિના દુઃખથી ઉદ્વિગ્ન થઈ મોક્ષસુખને અનુપમ માની તેની સ્પૃહાવાળા થયા છે. અને કર્મપરિણતિવશાત્ જ મનુષ્યગતિને પામ્યા. તેઓમાંનો એક પહેલો જીવ કુગુરુઓએ ઉપદેશેલ શાસ્ત્રાર્થથી ભાવિત મતિવાળો થયો હોવાના કારણે અભિગૃહીત મિથ્યાત્વી, દિમોહ જેવા ભયંકર તત્ત્વવ્યામોહવાળો અને મન-વચન-કાયા-ધન વગેરેનું જોર વધ્યું હોવાથી પૂર્વોક્તમિથ્યાક્રિયાઓમાં અત્યંત ઉદ્યમશીલ બને છે. તેમજ વિષ્ણુપુરાણાદિમાં કહેલ શતધનુરાજા વગેરેના દૃષ્ટાન્તો પરથી તેમજ વેદપુરાણાદિના વચનો પરથી જૈનધર્મ પરના થયેલ દ્વેષના કારણે તેમજ પોતાના જ્ઞાન અને ક્રિયાના ગર્વના કારણે યક્ષતુલ્ય સમ્યગુરુ અને તેના ઉપદેશોને દૂરથી જ ત્યાજવા વગેરે રૂપ અવગણના કરીને બધાં કરતાં પહેલાં જ ઇષ્ટસ્થાનરૂપ મોક્ષે જવા ઉદ્યત થાય છે. પોતાના જ્ઞાન-ક્રિયા વગેરેના ગર્વ આદિના કારણે ‘અન્ય ધર્મવાળાઓ સાથે સંસર્ગ આલાપ કરીશ તો મારે પ્રાયશ્ચિત કરવું પડશે' એવા ભયના કારણે માર્ગમાં મળેલા સારા મુસાફરો જેવા જૈનસાધુ, શ્રાવકોને સન્માર્ગ પૂછતો નથી. જેમ જેમ ઝડપી પગ ઉપાડવા સમાન, અનંત જીવોના પિંડરૂપ કંદમૂળ-સેવાલાદિનું ભોજન તેમજ અગ્નિહોત્રાદિ મિથ્યાક્રિયાઓ પ્રબળપણે કરે છે તેમ તેમ તેનાથી થયેલ મહાઆરંભજીવઘાતાદિ પાપકર્મવશાત્ અશ્વગ્રીવનૃપતિપુરોહિત વગેરેની જેમ ગાઢ, વધુ ગાઢ અને અત્યંત ગાઢ દુઃખમય કુમાનુષ્ય તિર્યંચગતિ નરકાદિ દુર્ગતિમાં પડે છે. દુર્લભબોધિ હોવાના કારણે અનંતભવમય જંગલરૂપ ચોર્યાશી લાખ જીવયોનિઓમાં ભમતો તે મોક્ષનગરીથી વધુ દૂર જ થાય છે, કેમ કે અનંતકાલ १. क्रियावादी नियमतो भव्यो नियमाच्छुक्लपाक्षिकोऽन्तः
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy