SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ - ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૩૫ तेनानुमोदनीयं प्रशंसनीयं च भवति जात्या । शुद्धं कृत्यं सर्वं भावविशिष्टं तु अन्यदपि ।। ३५ ।। तेणं ति । तेन=अनुमोदनाप्रशंसयोर्विषयभेदाभावेन, अनुमोदनीयं प्रशंसनीयं च सर्वं शुद्धं स्वरूपशुद्धं कृत्यं दयादानशीलादिकं जात्या = स्वरूपयोग्यताऽवच्छेदकरूपेण, भवति । यद्रूपावच्छेदेन यत्र सुन्दरत्वज्ञानं तद्रूपविशिष्टप्रतिसन्धानस्य तद्रूपावच्छिन्नविषयकहर्षजनकत्वाद् । अत एव शुद्धाहारग्रहणदानादिव्यक्तीनां सर्वासामसुन्दरत्वेऽपि, कासाञ्चिच्चाशुद्धाहारग्रहणदानादिव्यक्तीनामप्यपवादकालभाविनीनां सुन्दरत्वेऽपि, 'साधोः शुद्धाहारग्रहणं सुन्दरं, श्रावकस्य च शुद्धाहारदानं ' इत्ययमेवोपदेशो युक्तो, न त्वशुद्धाहारग्रहणदानोपदेशोऽपि, सामान्यपर्यवसायित्वात्तस्य, सामान्यपर्यवसानस्य च स्वरूपशुद्ध एव वस्तुन्युचितत्वात् स्वरूपशुद्धं हि वस्तु जात्याऽप्यनुमोद्यमानं આમ અનુમોદના-પ્રશંસાના વિષયનો ભેદ ન હોવાથી નક્કી થાય છે કે દયા-દાન-શીલ વગેરે રૂપ સ્વરૂપશુદ્ધ બધું અનુષ્ઠાન શુભભાવાદિ પ્રવર્તાવવાની સ્વરૂપ યોગ્યતાનો અવચ્છેદક બનનાર જાતિના કારણે અનુમોદનીય અને પ્રશંસનીય બન્ને બને છે. કહેવાનો ભાવ એ છે કે દયાદાનાદિ એવા પ્રકાર (જાતિ)નાં કૃત્યો છે કે તેઓ સુંદર તરીકે પરિણમવાની સાહજિક યોગ્યતા ધરાવે છે. તેથી કોઈપણ વ્યક્તિના દયાદાનાદિકૃત્યો તેના ભાવને આગળ કર્યા વગર ‘આ કૃત્યો આવી જાતિવાળાં છે' એટલા માત્ર ધર્મને આગળ કરીને તો પ્રશંસનીય અને અનુમોદનીય બની જાય છે. કારણ કે જે ધર્મને આગળ કરીને (સમ્યગ્દષ્ટિ વગેરેના) દયાદાનાદિમાં ‘આ કૃત્ય સુંદર છે, એવી સુંદરતાબુદ્ધિ થાય છે તે ધર્મયુક્ત હોવા રૂપે થયેલ બીજા કોઈપણ અનુષ્ઠાનનું (મિથ્યાત્વીના દયાદાનાદિનું) પ્રતિસંધાન (આ દયાદાનાદિમાં પણ તે ધર્મ રહેલ છે ઇત્યાદિ જ્ઞાન) તે ધર્મયુક્ત તે અનુષ્ઠાન પ્રત્યે હર્ષ પેદા કરે જ છે, તેથી જ શુદ્ધ આહારના જુદી જુદી વ્યક્તિઓ વડે થતાં ગ્રહણ-દાન વગેરે બધા જ કંઈ સુંદર ન હોવા છતાં (અર્થાત્ ધર્મદ્વેષી વગેરેથી હેરાનગતિ વગેરે ક૨વાના આશયે કરાયેલ શુદ્ધ આહારનું દાન વગેરે સુંદર ન હોવા છતાં) તેમજ કોઈક કોઈક અપવાદકાલભાવી અશુદ્ધ આહારના ગ્રહણ-દાન વગેરે કારણિક હોઈ પરિણામે સુંદર હોવા છતાં ઉપદેશ તો એવો જ આપવો યોગ્ય બને છે કે “સાધુએ શુદ્ધ આહારનું ગ્રહણ કરવું યોગ્ય છે અને શ્રાવકે શુદ્ધ આહારનું દાન કરવું યોગ્ય છે.” નહિ કે “સાધુ-શ્રાવકે અશુદ્ધ આહારનું ગ્રહણ-દાન કરવું યોગ્ય છે.” એવો, કેમ કે ઉપદેશ સામાન્યમાં પરિણમે છે. અર્થાત્ ‘દાન કરવું જોઈએ’ ઇત્યાદિ ઉપદેશ દાનત્વવિશિષ્ટ જે કોઈ અનુષ્ઠાન હોય તે બધાને જ કર્તવ્ય તરીકે ગણાવે છે, નહિ કે શુભભાવવિશિષ્ટદાનને જ. માટે સામાન્યમાં ફલિત થતો ઉપદેશ સ્વરૂપશુદ્ધ વસ્તુનો જ આપવો યોગ્ય છે. અને સામાન્યતયા ઉપદેશ તો તેનો જ અપાય છે જે વસ્તુમાં પોતાનો પક્ષપાત-સંમતિ હોય. તેથી જણાય છે કે સ્વરૂપયોગ્યતાવચ્છેદક જાતિને આગળ કરીને સ્વરૂપશુદ્ધ વસ્તુની કરાતી અનુમોદના હિતાવહ
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy