SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૪ "किञ्चिच्छुद्धं कल्प्यमकल्प्यं स्यादकल्प्यमपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्र पात्रं वा भेषजाद्यं वा ।।" इति । (प्रशमरति १४५) मोहप्रमादादिनाऽनिष्टविषयत्वं च प्रशंसाया इवानुमोदनाया अपि भवतीति न कोऽपि विषयभेदः, न चानिष्टविषयताऽवच्छेदेनोपचारानुपचारप्रवृत्त्याऽनयोरतिचारभङ्गभावाद् भेदः, अभिमतोपचारेणातिचारत्वाभावात्, अन्यथा _ "संथरणंमि असुद्धं दोण्हवि गिण्हंतदितयाणहियं । आउरदिटुंतेणं तं चेव हियं असंथरणे ।।" (पिण्डनियुक्ति) છે કે પ્રશમરતિ-શ્લો. ૧૪૫) તેવી વિશેષ પ્રકારની પરિસ્થિતિમાં પિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર ઔષધિ વગેરે રૂપ શુદ્ધ કથ્ય વસ્તુ પણ અકથ્ય બની જાય છે કે ક્યારેક અશુદ્ધ એવી પણ તે વસ્તુઓ કપ્ય બની જાય છે.” (તેઓ શ્રી પ્રશમરતિમાં (શ્લોક પર) જે કહ્યું છે કે “તેના તેજ પદાર્થોનો દ્વેષ કરતો જીવ ક્યારેક તેમાં જ લીન બની જાય છે. (રાગ કરે છે) માટે કોઈ વસ્તુ જીવને નિશ્ચયથી ઈષ્ટ કે અનિષ્ટ હોતી નથી.” તેનું પણ અહીં અનુસંધાન કરવું.) ~ “તેમ છતાં પરિણામે પણ પોતાને નુકશાન જ કરે એવી જે પ્રશંસા ક્યારેક થઈ જાય છે તે તો અનિષ્ટ વિષયક છે ને !” એવું પણ કહેવું નહિ, કેમકે મોહ-પ્રમાદ વગેરે કારણે જેમ એવી અનિષ્ટ વિષયક પ્રશંસા થઈ જાય છે તેમ અનુમોદના પણ ક્યારેક થઈ જ જાય છે. તેથી તે બેના વિષયમાં કોઈ ભેદ હોવો સિદ્ધ થતો નથી. શંકા છતાં કોઈ વિશેષ કારણસર ક્યારેક અનિષ્ટ વિષયની પણ ઇષ્ટ કાર્યાત્મક વિષયનો ઉપચાર કરીને પ્રશંસા કરાય છે જેથી તે પ્રશંસનીય વ્યક્તિ પ્રસન્ન થઈને સ્વકાર્ય કરી આપે. આ રીતે ઉપચાર કરીને અનિષ્ટ વિષયની પ્રશંસા કરવામાં અતિચાર લાગે છે. અનુમોદના તો મનમાં જ કરવાની હોય છે. તેથી એ કદાચ કરવામાં પણ આવે તો પણ સામી વ્યક્તિને તે જણાતી ન હોવાથી તેને પ્રસન્ન કરતી નથી. માટે પોતાનું કામ કઢાવી લેવા ઈષ્ટ કાર્યનો ઉપચાર કરીને પણ અનિષ્ટ વિષયની અનુમોદના કરાતી નથી. તેથી સમ્યગ્દષ્ટિ વગેરેને અનિષ્ટ એવા મિથ્યામાર્ગોક્ત અનુષ્ઠાનોની અનુમોદના તો મિથ્યાત્વના ઉદય વગર થતી જ નથી, અનિષ્ટની પ્રશંસા જેમ સમ્યકત્વાદિના અતિચાર રૂપ બને છે તેમ અનિષ્ટની અનુમોદના માત્ર અતિચારરૂપ બનતી નથી, પણ ભંગરૂપ જ બની જાય છે. માટે અનુમોદના અને પ્રશંસા જુદી જુદી જ છે એ સ્વીકારવું જોઈએ. સમાધાન: આ વાત પણ બરાબર નથી, કેમકે અનિષ્ટ વિષયની પણ શાસ્ત્રસંમત ઉપચાર કરીને કરેલી પ્રશંસા અતિચારરૂપ બનતી જ નથી. નહીંતર તો પિડનિર્યુક્તિમાં જે કહ્યું છે કે “જ્યારે ભિક્ષા વગેરે પર્યાપ્ત મળતાં હોય ત્યારે અશુદ્ધ ભિક્ષા, આપનાર અને લેનાર બન્નેનું અહિત કરનારી બને છે. १. तानेवार्थान् द्विषतस्तानेवार्थान् प्रलीयमानस्य। निश्चयतोऽस्यानिष्टं न विद्यते किञ्चिदिष्टं वा ।। (प्रशम. ५२) इत्यप्यत्रानुसन्धेयम्। २. संस्तरणेऽशुद्धं द्वयोरपि गृहणद्ददतोरहितम् । आतुरदृष्टान्तेन तदेव हितमसंस्तरणे ॥ _ _
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy