SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધક-વિરાધક ચતુર્ભગી ૧૯૧ पञ्चाशके (३-४९) - "आलोइऊण एवं तंतं पूव्वावरेण सूरीहिं । विहिजत्तो कायव्वो मुद्धाण हियट्ठया सम्मं ।।" इति । एतद्वृत्तिर्यथा - "आलोच्य विमृश्य, एवं पूर्वोक्तन्यायेन, तन्त्रं-प्रवचनं, कथं ? इत्याह-पूर्वश्च तन्त्रस्य पूर्वो भागः, अपरश्च-तस्यैवापरो भागः, पूर्वापरं तेन सप्तम्यर्थे वा एनप्रत्यये सति पूर्वापरेणेति स्यात्, पूर्वापरभावयोरित्यर्थः, तयोरविरोधेनेति यावत्, अनेन चालोचनमात्रस्य व्यवच्छेदः, तस्य तत्त्वावबोधासमर्थत्वादिति, सूरिभिः=आचार्यैः पण्डितैर्वा, विधौ विधाने, वंदनागते वेलाद्याराधनरूपे यत्न उद्यमो विधियत्नः, स कर्त्तव्यो= विधातव्यो, विमुक्तालस्यैः स्वयं विधिना वन्दना कार्या, अन्येऽपि विधिनैव तां विधापयितव्या इत्यर्थः । किमर्थमेतदेवं ? इत्याह-मुग्धानां अव्युत्पन्नबुद्धीनां, हितं श्रेयः, तद्रूपो योऽर्थः वस्तु, स हितार्थस्तस्मै हितार्थाय सम्यगविपरीततया । यदा हि गीतार्था विधिना स्वयं वन्दनां विदधत्यन्यांश्च तथैव विधापयन्ति, तदा मुग्धबुद्धयोऽपि तथैव प्रवर्त्तन्ते, प्रधानानुसारित्वान्मार्गाणाम् । आह च - जो उत्तमेहिं मग्गो पहओ सो दुक्करो न सेसाणं । आयरियमि जयंते तयणुचरा के णु सीयंति ।। तथा - जे जत्थ जया जइआ बहुस्सुआ चरणकरणउज्जुत्ता । जं ते समायरंती आलंबण तिव्वसद्धाणं ।। જિનોક્ત અનુષ્ઠાન કરવા રૂપ વ્યવહાર કે જે નિશ્ચયપ્રાપક છે તેનું જ શાસ્ત્રમાં વિધાન છે. પંચાશક (૩४८)मi jछ : “આમ આગળ કહી ગયા એ મુજબ શાસ્ત્રના આગલા પાછલા ભાગમાં કહેલી વાતોનો વિચાર કરીને એ બેનો વિરોધ ન થાય એ રીતે આચાર્યોએ કે પંડિતોએ વંદનાની યોગ્યવેળાએ તે કરવી ઇત્યાદિ રૂપ વિધિના પાલનમાં ઉદ્યમ કરવો. અર્થાત્ સ્વયં આળસ છોડીને વિધિપૂર્વક વંદન કરવું તેમજ બીજા પાસે વિધિપૂર્વક વંદન કરાવવું. આમ વિધિનો આગ્રહ રાખવાનું કારણ એ છે કે આ રીતે વિધિપાલન અંગે કરેલો પ્રયત્ન અવ્યુત્પન્ન બુદ્ધિવાળા મુગ્ધ જીવોનું સાચું હિત કરનાર બને છે. જ્યારે ગીતાર્થો સ્વયં વિધિપૂર્વક વંદન કરે છે અને બીજા પાસે કરાવે છે ત્યારે મુગ્ધજીવો તે જોઈને પોતે પણ એમ જ વંદનાદિ પ્રવૃત્તિ કરે છે, કારણ કે માર્ગો પ્રધાનપુરુષને અનુસરનારા હોય છે. અર્થાત્ પ્રધાનપુરુષો જે માર્ગે જાય તે માર્ગે જ અન્ય મુગ્ધ જીવી જાય છે. કહ્યું છે કે “ઉત્તમ પુરુષોએ જે માર્ગને ખેડેલો હોય તે માર્ગે જવું બીજા જીવોને દુષ્કર બનતું નથી. આચાર્ય અનુષ્ઠાનોમાં પ્રયત્નશીલ હોય તો તેમના કયા અનુચરો(શિષ્યો) તેમાં સદાય?” તેમજ એ પણ કહ્યું છે કે “દુઃષમા વગેરે જે કાળમાં દુર્ભિક્ષાદિ અંગે ચરણકરણમાં ઉદ્યમ - - - - - - - - - - - १. आलोच्यैवं तन्त्र पूर्वापरेण सूरिभिः। विधियत्नः कर्तव्यो मुग्धानां हितार्थाय सम्यग्॥ २. स उत्तमैर्मार्गः प्रहतः स दुष्करो न शेषाणाम् । आचार्ये यतमाने तदनुचराः के नु सीदन्ति ? ॥ ३. ये यत्र यदा बहुश्रुताश्चरणकरणोपयुक्ताः । यत्ते समाचरन्ति आलंबनं तीव्रश्राद्धानाम् ॥ (आ.नि. ११७४) - - - -
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy