SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધક-વિરાધક ચતુર્ભાગી ૧૭૭ जिनाज्ञा(भङ्ग)भयवान्, एकान्तसूत्ररुचिः अव्याकृतसूत्रमात्रानुसारी । अयं भावः-एकाकिनस्तावत्प्रायश्चारित्रासंभव एव, स्वयं गीतार्थस्य तनिश्रितागीतार्थस्य वा चारित्रसंभवात्, न हि चारित्रपरिणामे सति गुरुकुलवासमोचनादिकमसमञ्जसमापद्यते । उक्तं च पञ्चाशके (११-१५/१७) - "ता ण चरणपरिणामे एयं असमंजसं इहं होइ । आसन्नसिद्धियाणं जीवाण तहा य भणियमिणं ।। नाणस्स होइ भागी थिरयरओ दंसणे चरित्ते य । धन्ना आवकहाए गुरुकुलवासं ण मुंचंति ।।" ततः कष्टविहारिणोऽप्येकाकिनो गुरुकुलवासैकाकिविहारयोर्गुणदोषविपर्यासमवबुध्यमानस्य स्वाभिनिवेशात्तपोरतस्यानागमिकत्वेनैकाकित्वेन च प्रवचननिन्दाकारिणः शेषसाधुषु पूजाविच्छेदाभिप्रायतश्च प्रायो बह्वसमीक्षितकारित्वेनाभिन्नग्रन्थित्वाद् बाह्यवदसाधुत्वमेव । तदुक्तं (પંચા. ૨૨-૩૭/૩૮) जे उ तह विवज्जत्था सम्मं गुरुलाघवं अयाणंता । सग्गाहा किरियरया पवयणखिसावहा खुद्दा ।। થઈ જાય એના સ્વાભાવિક ભયવાળો હોય, અને (૩) વિશિષ્ટ રહસ્યભૂત અર્થકાઢવા રૂપે જેનું વિવેચન નથી થયું એવા સૂત્રમાત્રને અનુસરનારો હોય. કહેવાનો ભાવ એ છે કે એકાકી સાધુને આમ તો પ્રાયઃ ચારિત્રનો સંભવ જ હોતો નથી, કેમ કે સ્વયં જે ગીતાર્થ હોય કે જે ગીતાર્થની નિશ્રામાં રહેલ હોય તેને જ તેનો સંભવ હોય છે, કારણ કે ચારિત્ર પરિણામની હાજરીમાં ગુરુકુલવાસ છોડી દેવો વગેરે રૂપ અયોગ્ય આચરણ થતું નથી. પંચાશક (૧૧-૧૫/૧૬)માં કહ્યું છે કે “તેથી ચારિત્રપરિણામની હાજરીમાં નજીકમાં મોક્ષગામી જીવોને આ અસમંજસ થતું નથી. આની પુષ્ટિ માટે તો કહ્યું છે કે તેઓ જ્ઞાનને વધારનારા બને છે, તેમજ દર્શન અને ચારિત્રમાં વધુ સ્થિર થાય છે કે જે ધન્ય જીવો યાવસજીવ માટે ગુરુકુલવાસને છોડતા નથી.” તેથી ઉગ્ર આચારવાળા પણ એકાકી સાધુને “ગુરુકુલવાસમાં રહેવાથી દોષો થાય છે અને એકાકી રહેવામાં નિર્દોષ ભિક્ષા વગેરેનો લાભ છે' એવી સ્વકદાગ્રહના કારણે વિપરીત માન્યતાવાળા તેમજ તપમાં નિરત રહેનાર એવો એકાકી સાધુ પોતાના આગમવિરુદ્ધ આચરણના કારણે અને એકાકીપણાના કારણે પ્રવચનની હીલનામાં નિમિત્ત બને છે. તેમજ એ બીજા (ગચ્છવાસી) સાધુઓની પૂજા-મહત્તા વગેરે ઘટી જાય એવા અભિપ્રાયથી તેઓ તરફ કાદવ ઉડાડવા વગેરે રૂપ ઘણા અવિચારી કૃત્યો કરનારો હોવાથી અભિન્નગ્રન્થિક હોય છે એ જણાય છે. માટે જૈન સાધુપણું સ્વીકાર્યું હોવા છતાં અને કષ્ટદાયક તપ વગેરે ઘણા અનુષ્ઠાનો કરતો હોવા છતાં વાસ્તવમાં એ અન્યલિંગીઓની જેમ અસાધુ જ હોય છે. પંચાશક (૧૧-૩૭/૩૮)માં કહ્યું છે કે“ગુરુકુલવાસી સાધુઓ કરતાં વિપરીત બનેલા જેઓ ગુણદોષના ગૌરવ-લાઘવને સમ્યફ જાણતાં - - १. ततो न चरणपरिणामे एतदसमञ्चसमिह भवति । आसन्नसिद्धिकानां जीवानां तथा च भणितमिदम् ॥ ज्ञानस्य भवति भागी स्थिरतरो दर्शने चारित्रे च। धन्या यावत्कथं गुरुकुलवासं न मुञ्चन्ति ॥ २. ये तु तथाविपर्यस्ताः सम्यग् गुरुलाघवमजानन्तः । स्वाग्रहात् क्रियारताः प्रवचनखिसावहाः क्षुद्राः ॥ = = - - - - - -
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy