SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ दयादिकं दुष्टं, अनभिनिविष्टानां तु मार्गानुसारितानिमित्तमिति ध्येयं, सामान्यधर्मस्यापि सद्धर्मबीजप्ररोहत्वेनोक्तत्वात् । तदुक्तं धर्मबिन्दौ (अ.२) - प्रायः सद्धर्मबीजानि गृहिष्वेवंविधेष्वलम् । रोहन्ति विधिनोप्तानि यथा बीजानि सत्क्षितौ ।। इति । ત્તેિ – जे या बुद्धा महाभागा वीरा असम्मत्तदंसिणो । असुद्धं तेसिं परक्कंतं सफलं होइ सव्वसो ।। इति सूत्रकृताऽष्टमाध्ययनगाथायां (२२) 'तेषां च बालानां यत्किमपि तपोदानाध्ययनयमनियमादिषु पराक्रान्तमुद्यमः कृतस्तदशुद्ध अविशुद्धकारि प्रत्युत कर्मबन्धाय, भावोपहतत्वात्सनिदानत्वाद्वेति, कुवैद्यचिकित्सावद् विपरीतानुबन्धीति । तच्च तेषां पराक्रान्तं सह फलेन कर्मबन्धेन वर्तत इति सफलम् । सर्वश इति-सर्वा अपि तक्रियास्तपोऽनुष्ठानादिकाः कर्मबन्धायैव' इत्युत्तरार्द्धव्याख्यानात् "पण्डितानामपि त्यागादिभिर्लोकपूज्यानामपि सुभटवादं वहतामपि सम्यक्तत्त्वपरिज्ञानविकलानां सर्वक्रियावैकल्याद् न मिथ्यादृशां જીવો અંગેની બધી વિધિઓનો આગળ કહી ગયા મુજબ ઉચ્છેદ જ થઈ જાય. તેથી સર્વથા અભિનિવિષ્ટ ચિત્તવાળા મિથ્યાત્વીઓના દયા વગેરે દુષ્ટ છે, અનભિનિવિષ્ટ મિથ્યાત્વીઓની ક્રિયા તો માર્ગાનુસારિતાનું નિમિત્ત બને છે એટલી વિશેષતા ખ્યાલમાં રાખવી, કેમ કે દયા વગેરે રૂપ તે સામાન્ય ધર્મ પણ સદ્ધર્મબીજ બનીને ઊગી નીકળે છે એવું ધર્મબિન્દુ (અધ્યા. ૨)માં કહ્યું છે. “આવા પ્રકારના ગૃહસ્થોમાં વિધિપૂર્વક રોપેલા સદ્ધર્મબીજો ઊગી નીકળે છે જેમ કે સારી ભૂમિમાં વાવેવા બીજો.” મિથ્યાત્વીની ક્રિયાઓનો આ જે વિષયવિભાગ દેખાડ્યો તેનાથી નીચેનો પૂર્વપક્ષ નિરસ્ત જાણવો. (કયા મિથ્યાત્વીની સર્વક્રિયાઓ નિષ્ફળ? વિચારણા) પૂર્વપક્ષ - (સ.શ.પૃ. ૧૯૧) “ધર્મનો પરમાર્થ ન જાણનાર જે મિથ્યાત્વીઓ લોકપૂજ્ય અને વીર હોય છે તેઓનું તપ વગેરે અંગેનું પરાક્રમ સર્વશઃ સફળ હોય છે. આવું જણાવનાર સૂત્રકૃતાંગ (૮૨૨) ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા આવી કરી છે કે “બાળ એવા આવા જીવો તપ-દાન-અધ્યયન-યમ નિયમાદિ અંગે જે કાંઈ પરાક્રમ=ઉદ્યમ કરે છે તે અશુદ્ધ હોય છે. અર્થાત્ નિર્જરા કરાવવાના બદલે ઉપરથી કર્મબંધ જ કરાવે છે, કેમ કે અશુદ્ધ ભાવથી હણાયેલ હોય છે અથવા નિયાણાયુક્ત હોય છે. જેમ કે કુવૈદ્યકૃત ચિકિત્સા રોગ ઘટાડવાના બદલે વધારે જ છે. તેથી તેઓનું એ પરાક્રમ કર્મબંધરૂપ ફળથી યુક્ત હોઈ સફળ હોય છે. સર્વશઃ એટલે તપ અનુષ્ઠાન વગેરે બધી ક્રિયા અર્થાત્ તેઓની બધી ક્રિયા કર્મબંધ જ કરાવે છે” આ વ્યાખ્યા પરથી જણાય છે કે પંડિત, ત્યાગ વગેરેના કારણે લોકમાં પૂજ્ય એવા પણ મિથ્યાત્વીઓ તત્ત્વોના સમ્યકજ્ઞાનરહિત હોઈ ગમે એટલી ક્રિયાઓ કરે તો પણ લેશ પણ આરાધક હોતા નથી. - - - - = = = = १. ये चाबुद्धा महाभागा वीरा असम्यक्त्वदर्शिनः। अशुद्धं तेषां पराक्रान्तं सफलं भवति सर्वशः ।।
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy