________________
કિલ્બિષિકપણાં અંગે જ હોય, અનંત ભવ અંગે નહિ, (કેમ કે આગળ કહી ગયા તે મુજબ ભગવતી પરથી અનંતભવ સિદ્ધ થઈ શકતાં નથી.) એવું માનવું અમને યોગ્ય લાગે છે. અથવા ત્યાં બીજો જ કોઈ સુંદર અભિપ્રાય હશે, પણ કુવિકલ્પોની પરંપરા ચલાવી ગ્રંથકર્થના કરવી એ યોગ્ય નથી.
| (કેવલીમાં દ્રવ્યહિંસા વિચાર ભાગ-૨, પૃ. ૧થી૪). કેવલીયોગનિમિત્તક હિંસાને અનુકૂલ જે હિંસ્ય જીવનું કર્મ તેના વિપાકપ્રયુક્ત હિંસા કેવલીયોગથી થતી હોય તો એને કોણ અટકાવી શકે ? માટે કેવલીને પણ અશક્યપરિહારરૂપ દ્રવ્યહિંસા હોય છે.
પૂ. આ રીતે તો બધાના યોગથી થતી હિંસાને અશક્ય પરિહારરૂપ કહેવી પડશે.
ઉ.અનાભોગ-પ્રમાદાદિ-કારણ ઘટિત સામગ્રીજન્ય હિંસાને આભોગાદિથી અટકાવી શકાય છે, માટે એ શક્યપરિહાર છે. યોગમાત્રજન્ય હિંસાને યોગનિરોધ વગર અટકાવી શકાતી નથી. માટે સયોગીને અશક્યપરિહાર છે.
(કેવલી પ્રયત્નવિચાર પૃ.-૪-૧૫) પૂ.૦ એ હિંસા વખતે કેવલી જીવરક્ષાનો પ્રયત્ન કરે કે નહિ? જો ન કરે તો અસંયત બની જાય. જો કરે છે તો એ પ્રયત્નને નિષ્ફળ માનવો પડે, પણ એ સંભવતું નથી, કારણ કે વીર્યન્તરાય ક્ષીણ થઈ ગયું છે.
ઉ.૦ સર્વ જીવોના હિતના ઉદ્દેશથી થયેલ વાફ પ્રયત્ન ભારેકર્મીનું હિત કરી શકતો નથી, એટલા માત્રથી શું એને નિષ્ફળ કહેવાય?
પૂ.૦ એ પ્રયત્ન અધિકૃત લઘુકર્મી જીવો અંગે સફળ છે, જ્યારે અશક્યપરિહારવાળો જીવો અંગેનો રક્ષાપ્રયત્ન તો સર્વથા નિષ્ફળ જ હોય છે.
ઉ.૭ સુધાપરિષહવિજયનો પ્રયત્ન હોવા છતાં સુધા લાગે છે, તેમ છતાં માગચ્યવનાદિરૂપે એ સફળ કહેવાય છે, તેમ પ્રસ્તુતમાં જાણવું.
પૂ.૦ સાધુના યોગથી, સંસારજનનરૂપ હિંસાફળથી શૂન્ય જે દ્રવ્યહિંસા થઈ જાય છે. તેને જણાવનાર ઓઘનિર્યુક્તિના અધિકારમાં વૃત્તિકારે કહ્યું છે કે “ ર પ્રયત્ન સુર્વતાર ક્ષતું પારિતઃ' જીવરક્ષાના ઉપાયનો અનાભોગ હોય તો જ છતે પ્રયત્ન જીવરક્ષા થતી નથી. એટલે જણાય છે કે અનાભોગ કેવલીનો અહીં અધિકાર નથી, તેમજ તેઓના યોગથી આવી હિંસા થતી નથી.
ઉ.૦જીવરક્ષા માટે કેવલી પણ જે ઉલ્લંઘનાદિ કરે છે તે જ જીવરક્ષાના ઉપાયભૂત છે અને તેનો તો ગીતાર્થને અનાભોગ હોતો નથી. તે હિંસા થવામાં અનાભોગ જવાબદાર છે જે કેવલીને