________________
૧૬૩
દ્વાદશાંગીમાં સર્વપ્રવાદમૂલત્વ इति? ज्ञानवाक्ययोमिथ्यारूपयोरविशिष्टयोरेकत्र जैनागमसम्बन्धित्वमपरत्र नेत्यत्र प्रमाणाभावात् । प्रत्युत वाक्यमुत्सर्गतो न प्रमाणं न वाऽप्रमाणं, अर्थापेक्षया तु तत्र प्रामाण्यमप्रामाण्यं वा व्यवतिष्ठत इति कल्पभाष्यप्रसिद्धार्थानुसारेणोदासीनेषु वाक्यरूपपरप्रवादेषु तत्सम्बन्धित्वं नात्यसुन्दरं, साक्षात्प्रतिपक्षभूतेषु मिथ्याज्ञानरूपेषु प्रवादेषु च तदत्यन्तासुन्दरमिति। भावभेदे च सति वाक्यरचनायां न विशेषः, 'सम्यग्दृष्टिपरिगृहीतं मिथ्याश्रुतमपि सम्यक्श्रुतं, मिथ्यादृष्टिपरिगृहीतं च सम्यक्श्रुतमपि मिथ्याश्रुतं' इति सिद्धान्तव्यवस्थितत्वात् । शाक्यादिप्रवादेषु जैनागमोद्गतत्वरूपतत्संबन्धित्वाभ्युप
(શાક્યાદિપ્રવાદો જેનાગમસમુદ્રના બિન્દુ આ રીતે) તાત્પર્ય એ છે કે, પૂર્વપક્ષીએ મિથ્યાત્વીમાં પણ સ્વરૂપે સર્વનયાત્મક દ્વાદશાંગ માન્યું છે અને ફલતઃ કિંચિનયાત્મક માન્યું છે. અને તેમાં કારણ તરીકે મિથ્યાત્વીનો ઉત્કૃષ્ટ ક્ષયોપશમ પણ, સર્વાશ ક્ષયોપશમસમુદ્ર આગળ બિન્દુતુલ્ય હોય છે, એવું કહી એમાં “નયતિ વિનિત'ની સાક્ષી આપી છે. હવે ક્ષયોપશમ એ જ્ઞાનરૂપ છે, અને જ્ઞાન તો દરેકે જીવનું પોતપોતાનું સ્વતંત્ર જ હોય છે તેમ જ તે એકમાંથી બીજામાં આવવું-જવું સંભવતું નથી. તેથી એમાં “સંવંધિત્વ' કહ્યું હોય તો એ “અપેક્ષા' રૂપ સંબંધને આશ્રીને જ હોવું સંભવે છે. તેથી, સર્વાશક્ષયોપશમાત્મક સમુદ્રની આગળ (અર્થાત્ એની અપેક્ષાએ) મિથ્યાત્વીનો ક્ષયોપશમ બિન્દુ જેવો છે એવું કહેતાં પૂર્વપક્ષીએ ઉક્ત “અપેક્ષા રૂપ સંબંધથી “સમુદ્રસંબંધી બિન્દુ' હોવાની જ વાત કરી છે. અને તો પછી પૂર્વાચાર્યોના તેવા પ્રવાદને એ શી રીતે ભ્રાન્ત કહી શકે? કેમ કે મિથ્યાત્વીના ક્ષયોપશમરૂપ મિથ્યાજ્ઞાન અને તે જ્ઞાનને આધારે થયેલો વાક્યપ્રયોગ સમાન રીતે મિથ્યા એવા એ બંનેમાંથી એકને (ક્ષયોપશમરૂપ જ્ઞાનને) જૈનાગમનું સંબંધી માનવું અને અન્યને (વચનને) તેનું સંબંધી ન માનવું એમાં કોઈ પ્રમાણ નથી. ઊલ્લું વાક્ય તો ઉત્સર્ગથી પ્રમાણ કે અપ્રમાણ હોતું જ નથી, કિન્તુ તેનો પોતાનો જેવો અર્થ કરવામાં આવે તેની અપેક્ષાએ જ તે પ્રમાણ કે અપ્રમાણ બનતું હોય છે. કલ્પભાષ્યમાં કરેલી આ વાતોને અનુસાર જેઓ પ્રમાણ-અપ્રમાણની વિચારણામાં તેમજ જૈનાગમને અનુકૂલ કે પ્રતિકૂળ હોવાની વિચારણામાં ઉદાસીન છે એવા વચનોને તો જૈનાગમસંબંધી માનવામાં કોઈ વિશેષ દોષ ઊભો થતો જ નથી. ઊલ્લું સાક્ષાત્ પ્રતિપક્ષભૂત એવા મિથ્યાજ્ઞાનરૂપ તે પરપ્રવાદોમાં જ જૈનાગમસંબંધિત્વ માનવું ઘણું દોષાવહ છે. વળી મિથ્યાત્વરૂપ ભાવ જુદો હોવા છતાં વાક્યરચનામાં ભેદ ન પડે એ પણ સંભવિત છે. (સમ્યકત્વીના વાક્યપ્રયોગ જેવો વાક્યપ્રયોગ સંભવે પણ છે) , કેમ કે “સમ્યકત્વીએ ભણેલું-મેળવેલું મિથ્યાશ્રુત પણ સમ્યકશ્રુત અને મિથ્યાત્વીએ ગૃહીત કરેલું સમ્યકશ્રુત પણ મિથ્યાશ્રુત બને છે એવી વ્યવસ્થા સિદ્ધાન્તમાં દેખાડેલી છે. તેથી અન્ય પ્રવાદોના વચનો જૈનાગમમમાંથી નીકળ્યા હોય તો પણ કોઈ દોષ ઊભો રહેતો નથી. જૈનાગમમાં જેવા વર્ગોના ક્રમવાળા વાક્યપ્રયોગો છે તેવા શાક્યાદિ પ્રવાદોમાં નથી. તેથી તેઓમાં જૈનાગમમાંથી ઊભા થયા