________________
દરેક જીવમાં દ્વાદશાંગી સત્તાગત છે . પૂર્વપક્ષ કલ્પના
૧૫૭
अत एव द्वादशाङ्गं रत्नाकरतुल्यं रत्नाकरस्येव तस्याप्यनेकजातीयशुभाशुभनयलक्षणवस्तूनामाश्रयत्वात् । परं मिथ्यादृशां यद् द्वादशाङ्गं तत्स्वरूपत एव सर्वनयात्मकं, सत्तामात्रवर्तित्वात्, न पुनः फलतोऽपि, कस्यापि मिथ्यादृशः कदाचिदपि सर्वांशक्षयोपशमाभावात्, मिथ्यादृष्टिमात्रस्योत्कृष्टतोऽपि क्षयोपशमः सर्वांशक्षयोपशमलक्षणसमुद्रापेक्षया बिन्दुकल्पो भवति । यदुक्तं (षड्દર્શનસમુચ્ચયવૃત્તિ) –
जयति विजितरागः (केवलालोकशाली, सुरपतिकृतसेवः श्रीमहावीरदेवः । यदसमसमयाब्धेश्चारुगाम्भीर्यभाजः, सकलनयसमूहा बिन्दुभावं भजन्ते ।।) इत्यादि ।
सम्यग्दृशां तु केषांचित्संयतानां फलतोऽपि द्वादशाङ्गस्य सर्वनयात्मकत्वं, सर्वांशक्षयोपशमस्य संभवाद्, अत एव गौतमादयः सर्वाक्षरसंनिपातिनः प्रवचने भणिताः, परं तेषां संयतानां सकलमपि द्वादशाङ्गं शुभनयात्मकत्वेनैव परिणमति, सावद्यनयविषयकानुज्ञादिवचनप्रवृत्तेरप्यभावाद् । एतेन सर्वेऽपि शाक्यादिप्रवादा जैनागमसमुद्रसंबंधिनो बिन्दव इति भ्रान्तिरपि निरस्ता, 'षट्शतानि नियुવાક્ય પણ દ્વાદશાંગ અંતર્ગત જ હોઈ દ્વાદશાંગમૂલક જ હોય છે.) તેથી જ દ્વાદશાંગને રત્નાકરતુલ્ય કહ્યું છે, કેમ કે સમુદ્રની જેમ તે પણ અનેક જાતીય શુભ-અશુભ નયરૂપ વસ્તુઓના આશ્રયભૂત છે. પણ મિથ્યાષ્ટિઓનું દ્વાદશાંગ સ્વરૂપથી જ સર્વનયાત્મક હોય છે. ફળતઃ નહિ, કેમ કે તે માત્ર તેઓને સત્તામાં જ હોય છે, ઉપયોગ રૂપે પરિણમવામાં નહિ, કેમ કે એ માટેના કારણભૂત સર્વાશયોપશમ કોઈપણ મિથ્યાષ્ટિને ક્યારે પણ થતો નથી. ગમે તેવા હોંશિયાર દેખાતા પણ મિથ્યાત્વીનો ઉત્કૃષ્ટ ક્ષયોપશમ પણ સર્વાશ ક્ષયોપશમરૂપ સમુદ્રના આગળ બિન્દુ જેવો જ હોય છે. કહ્યું છે કે –
(શાક્યાદિપ્રવાદોને જૈનાગમસમુદ્રના બિન્દુ માનવા એ ભ્રાન્તિ - પૂર્વપક્ષ)
જીતી લીધો છે રાગ જેઓએ તેવા, કેવલજ્ઞાનના પ્રકાશથી શોભતાં અને ઈન્દ્રોથી સેવા કરાયેલા એવા શ્રી મહાવીર પ્રભુ જય પામે છે કે જેઓના ગાંભીર્યયુક્ત અજોડ સિદ્ધાન્તરૂપ સમુદ્ર આગળ સકલ નયોના સમૂહ બિન્દુ જેવા બની જાય છે.” સમ્યકત્વી એવા કેટલાક સંયતોને ફળને આશ્રીને પણ દ્વાદશાંગ સર્વનયાત્મક હોય છે. (અર્થાત્ તેઓને બધા નયવાદોનું સાપેક્ષ સ્વીકાર યુક્ત જ્ઞાન થયું હોય છે), કેમ કે સર્વાશયોપશમ સંભવિત હોય છે. તેથી જ શાસ્ત્રોમાં શ્રીગૌતમ ગણધર વગેરેને સર્વાક્ષરસંનિપાતી કહ્યા છે. વળી વિશેષતા એ છે કે તે સંયતોને સંપૂર્ણ દ્વાદશાંગ શુભનય રૂપે જ પરિણમે છે, કેમ કે સાવઘનય સંબંધી અનુજ્ઞા વગેરેના વચન પણ તેઓ બોલતા નથી. આમ શાક્યાદિ પ્રવાદો સ્વસ્વપ્રણેતાના સત્તાગત દ્વાદશાંગમૂલક હોય છે, પણ સુધર્માસ્વામી રચિત દ્વાદશાંગમૂલક નથી એ જે જણાવ્યું તેનાથી જ શાક્ય વગેરે બધા પ્રવાદો જૈનાગમરૂપ સમુદ્રના સમુદ્રમાંથી નીકળેલા) બિન્દુઓ છે એવી કેટલીક આચાર્યોની ભ્રાન્તિ પણ દૂર થઈ ગયેલી જાણવી, કેમકે એવું હોવામાં તો “મધ્ય દિવસે