________________
૧૫૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
अथ "एवमन्यदर्शने क्वचित्सत्यत्वं क्वचिच्चाऽसत्यत्वमिति मिश्रत्वं स्याद् न त्वेकान्तमिथ्यात्वं, न चैवमिष्यते, तस्यैकान्तमिथ्यारूपस्यैवाभ्युपगमात् । तदुक्तं दशवैकालिकनियुक्तौ (अ. ७) - सम्मदिट्ठी उ सुअंमि अणुवउत्तो अहेउअं चेव । जं भासइ सा मोसा मिच्छदिट्ठी विय तहेवत्ति ।।
एतवृत्तिर्यथा – 'सम्यग्दृष्टिरेव श्रुते आगमेऽनुपयुक्तः प्रमादाद्यत्किंचिदहेतुकं चैव-युक्तिविकलं चैव यद् भाषते तन्तुभ्यः पट एव भवतीत्येवमादि सा मृषा, विज्ञानादेरपि तत एव भावादिति । मिथ्यादृष्टिरपि तथैवेत्युपयुक्तोऽनुपयुक्तो वा यद् भाषते सा मृषैव घुणाक्षरन्यायेन संवादेऽपि ‘सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत्' इति गाथार्थः, इति चेत्?" न, अभिनिविष्टं प्रत्यन्यदर्शनस्य सर्वस्यैव फलतोऽप्रामाण्यात्, मार्गानुसारिणं प्रति च सुन्दरवचनस्य जैनवचनपर्यवसिततयाऽवशिष्टस्यान्यदर्शनस्यैकान्तमिथ्यात्वतादवस्थ्यात् ।
ધર્મ હતો જ નહિ. તેથી મરીચિનું વચન ભાવઅસત્ય રૂપ હોઈ (અર્થાતુ મરીચિ જાણતો હતો કે હું આ કહીશ તેનાથી કપિલને તો આ લિંગમાં જ ધર્મ હોવાની બુદ્ધિ થવાની છે, જેમાં કોઈ ધર્મ નથી અને છતાં એ વચન કહ્યું તેથી) તેમાં ઉસૂત્રપણું તો અક્ષત જ છે એવું સિદ્ધાન્તને અનુસરીને વિચારવું.
(ઇતરદર્શનમાં એકાન્તમિથ્યાત્વની વ્યવસ્થા) શંકાઃ આ રીતે અન્યદર્શનમાં કરેલ અકરણનિયમ આદિના વર્ણનને અમુક બાબતમાં સાચું અને અમુક બાબતમાં ખોટું માનવાનું રહેશે. એકાન્ત મિથ્યા માનવાનું રહેશે નહિ જે શાસ્ત્રકારોને સંમત નથી. દશવૈકાલિકસૂત્રની નિયુક્તિ (અ. ૭)માં કહ્યું છે કે, “સમ્યગ્દષ્ટિજીવ આગમમાં અનુપયુક્ત રહીને પ્રમાદથી યુક્તિશૂન્ય જે બોલે છે તે મૃષા જાણવું. જેમ કે “તંતુઓમાંથી પટ જ બને છે.' ઇત્યાદિ, આ વાત મૃષા એટલા માટે છે કે તંતુવિષયક જ્ઞાન વગેરે પણ તંતુઓમાંથી થાય જ છે. એમ મિથ્યાષ્ટિ જીવ ઉપયુક્ત થઈને કે અનુપયુક્ત રહીને જે કંઈ બોલે છે તે બધું મૃષા જ જાણવું. ઘુણાક્ષર ન્યાયે ક્યારેક તે સંવાદી વચન બોલે તો પણ વાસ્તવિક રીતે એ મૃષા જ હોય છે, કેમ કે સદ્-અસમાં કોઈ વિશેષતા જોયા વગર ઉન્મત્તની જેમ તે યાદચ્છિક ઉપલબ્ધિ કરનાર હોય છે.” (આમ અહીં મિથ્યાત્વીના બધા જ વચનોને જે મૃષા જ કહ્યા છે તેના પરથી જણાય છે કે “અન્યદર્શન એકાન્ત મિથ્યા જ હોય છે.)
સમાધાન અભિનિવિષ્ટ જીવોને અન્ય દર્શન અપ્રમાણ રૂપે જ પરિણમતું હોવાથી એ એકાન્ત મિથ્થારૂપ બને જ છે. હવે જે અન્યમાર્ગસ્થ માર્ગાનુસારી જીવો હોય છે તેઓને માટે આગળ કહી ગયા મુજબ સ્વદર્શનગત સુંદર વચનો તો જૈનવચન રૂપે જ પરિણમે છે. (એટલે કે એ વચનો એના માટે અન્ય દર્શન રૂપ રહેતાં જ ન હોવાથી તે મિથ્યા હોવાનો પ્રશ્ન રહેતો નથી.) બાકીના જે સ્વદર્શનના વચનો હોય તે તેઓ માટે પણ સ્વદર્શનરૂપ જ રહે છે અને તે તો એકાન્ત મિથ્યા છે જ. એટલે અન્યમાર્ગસ્થ
=
१. सम्यग्दृष्टिः श्रुतेऽनुपयुक्तोऽहेतुकं चैव। यद्भाषते सा मृषा मिथ्यादृष्टिरपि च तथैव इति ॥