SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૨૩ नन्वन्यमार्गस्थशीलादिक्रियाया अपि जैनमार्गानुष्ठानत्वाभावात्कथं तया देशाराधकत्वम् ? इत्य ૧૪૪ ત્રાદ - माणुसारिकिरिया इणिच्चिय भावओ उ सव्वत्थ । जेणं जिणोवएसो चित्तो अपमायसारो वि ।। २३ ॥ मार्गानुसारिक्रिया जैन्येव भावतस्तु सर्वत्र । ये जिनोपदेशश्चित्रोऽप्रमादसारोऽपि ।। २३ ।। मग्गाणुसारिकिरियत्ति । मार्गानुसारिणी क्रिया शीलदयादानादिरूपा सर्वत्र भावतस्तु जैन्येव, आदितो भगवत्प्रणीताया एव तस्याः सर्वत्रोपनिबन्धात्, मार्गानुसारिणां च तन्मात्र एव तात्पर्यात् । तेहि क्षीरनीरविवेककृतो हंसा इव निसर्गत एव शुद्धाशुद्धक्रियाविशेषग्राहिण इति । कथमियं जैनी? इत्यत्र हेतुमाह-यद्=यस्माद्, अप्रमादसारोऽपि=परमोपेयाप्रमादमुख्योद्देशोऽपि, जिनोपदेशः चित्रः=पुरुषविशेषापेक्षयोचितगुणाधायकतया नानाप्रकारो, यो यत्प्रमाणोपदेशयोग्यस्तस्य ताव જે માર્ગાનુસા૨ી ક્રિયા, એ મોક્ષમાર્ગના દેશભૂત પણ છે જ. તેથી તે બાલ તપસ્વીમાં પણ દેશઆરાધકત્વ હોવામાં કોઈ વાંધો નથી એ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. ॥૨૨॥ ~ અન્યમાર્ગોક્ત અન્યક્રિયાઓની જેમ, શીલ તરીકે અભિમત પ્રાણાતિપાતનિવૃત્તિ વગેરે પણ જૈનમાર્ગના અનુષ્ઠાન રૂપ તો હોતી જ નથી, તો તેનાથી દેશઆરાધકત્વ શી રીતે આવે ? ~ એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે - (માર્ગાનુસારીની અન્યમાર્ગોક્ત ક્રિયાઓ પણ ભાવથી જૈનક્રિયા જ છે) ગાથાર્થ : સર્વદર્શનમાં ૨હેલ માર્ગાનુસારી ક્રિયા ભાવથી જૈન જ હોય છે, કેમ કે અપ્રમાદને મુખ્ય કરનારો પણ જિનોપદેશ અનેક પ્રકારનો હોય છે. (અર્થાત્ તે ભૂમિકામાં રહેલા તે જીવોને તે ક્રિયાઓ જ અપ્રમાદ લાવી આપનાર હોઈ જિનોપદેશ પણ તે ક્રિયાઓને જ જણાવવાના તાત્પર્યવાળો બની જવાનો હોઈ તે ક્રિયાઓ ભાવથી જિનોક્ત હોય છે.) બધા ધર્મમાં કરાતી શીલ-દયા-દાન વગેરે રૂપ માર્ગાનુસારી ક્રિયા ભાવથી જિનોક્ત જ હોય છે, કેમ કે મૂળમાં ભગવાનથી પ્રરૂપાયેલી જ તે સર્વત્ર=સર્વદર્શનોમાં અપનાવાયેલી છે. વળી માર્ગાનુસારી જીવ એ અન્ય ધર્મમાં કહેલી બધી ક્રિયાઓ કરવાનું તાત્પર્ય-રુચિ-રસ ધરાવતા હોતા નથી. કિન્તુ જિનવચનાનુકૂલ હોય તેવી જ ક્રિયાઓનું તાત્પર્ય ધરાવતાં હોય છે, કેમકે હંસ જેમ સ્વભાવથી જ દૂધ-પાણીનો વિવેક કરે છે તેમ તેઓ પણ સહજ રીતે જ શુદ્ધ અને અશુદ્ધ ક્રિયાઓનો વિવેક કરતાં હોય છે. (તેઓની આ ક્રિયાઓ જિનોક્ત કેમ છે ? એ માટે ઉત્તરાર્ધમાં ‘જેણં...’ વગેરેથી
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy