________________
૧૨૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ एतेन यदुच्यते केनचिद् ‘बीजादिप्राप्तौ मार्गानुसार्यासम्यक्त्वोपलंभं संज्ञित्वमेव न व्यभिचरतीति' तदपास्तं द्रष्टव्यं, 'सण्णीणं पुच्छा-गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं सागरोवमसतपुहुत्तं सातिरेगं' इत्यागमवचनात्संज्ञिकालस्योत्कर्षतः सातिरेकसागरोपमशतपृथक्त्वमानत्वाद्, अपुनर्बन्धकपदस्यापुनर्बन्धकत्वेनोत्कृष्टकर्मस्थितिक्षपणार्थपर्यालोचनायामप्येतदधिकसंसारावश्यकत्वाद्, बीजादिप्राप्तावप्येकपुद्गलपरावर्त्तनियतानन्तोत्सर्पिण्यवसर्पिणीरूपकालमाननिर्देशात् । न च पञ्चमारके ज्ञानपञ्चकसद्भावाभिधानवद् बीजादिप्राप्तौ चरमपुद्गलपरावर्त्तकालमानाभिधानेऽपि नोत्कर्षतથાય છે ઇત્યાદિ પ્રતિપાદનથી જણાય છે કે માર્થાનુસારિતા સમ્યક્ત્વસંનિહિતજીવને જ હોય છે એ વાત અશ્રદ્ધેય છે.
(બીજાદિની પ્રાપ્તિનો કાળ) આમ માર્ગાનુસારિતા અને બીજાદિપ્રાપ્તિ ચરમાવર્તમાં થાય છે એનું જે પ્રતિપાદન કર્યું તેનાથી - “માર્ગાનુસારી જીવ બીજ વગેરેની પ્રાપ્તિ થયે છતે સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંજ્ઞીપણું છોડતો નથી અર્થાત્ એનું સંક્ષીપણું જળવાઈ રહે છે” – એવું જે કોઈએ કહ્યું છે તે નિરસ્ત જાણવું, કેમકે “સંજ્ઞીજીવો માટેનો પ્રશ્ન, ગૌતમ! સંજ્ઞીનો જઘન્ય કાલ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાલ સાધિક સાગરોપમશતપૃથકત્વ હોય છે” એવા આગમના ( ) વચનથી જણાય છે કે સંજ્ઞીજીવોનો ઉત્કૃષ્ટતાલ પણ સાધિક સાગરોપમશતપૃથક્વથી વધુ હોતો નથી. અને અપુનબંધકને અપુનબંધક અવસ્થામાં રહીને ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ ખપાવવામાં તો આના કરતાં પણ વધુ સંસારકાલ આવશ્યક હોય છે. કેમકે બીજાદિ પામેલ જીવના સંસારનો પણ ઉત્કૃષ્ટ એક પરાવર્ત જેટલો અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ હોવો શાસ્ત્રમાં કહ્યો છે. એકવાર બીજાદિની પ્રાપ્તિકાલે અપુનબંધક બનેલ જીવ પોતાના આ સંપૂર્ણ સંસારકાલ દરમ્યાન
ક્યારેય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતો ન હોવાથી અપુનબંધકપણું તો જાળવી જ રાખે છે અને છતાં સંપૂર્ણ કર્મસ્થિતિ તો ઉત્કૃષ્ટથી ચરમાવર્તના અંતે જ નાશ પામે છે. તેથી જણાય છે કે ઉત્કૃષ્ટથી આટલો સંસાર પણ આવશ્યક હોય છે. ત્યાં સુધી સંજ્ઞીપણું ટકતું નથી. તેથી ઉક્ત કથન અસત્ જાણવું.
શંકા પાંચમા આરામાં પાંચ જ્ઞાનની હાજરી કહી છે તે “સંપૂર્ણ પાંચમા આરામાં તે હોય છે એવી ગણતરીથી નહિ, કિન્તુ પાંચમાં આરાના પ્રારંભકાલમાં તે હોય છે તેને લક્ષમાં રાખીને... એમ બીજાદિની પ્રાપ્તિ ચરમપુગલપરાવર્તમાં થાય છે એવું જે કહ્યું છે તે “સંપૂર્ણ ચરમાવર્તમાં (તેના પ્રારંભમાં પણ) તે થઈ શકે છે એવી ગણતરીથી નહિ પણ તેના એકદેશરૂપ અંત્ય અધપુગલપરાવર્સમાં તે થાય છે તેને લક્ષમાં રાખીને, અર્થાત્ જ્ઞાનપંચકની પાંચમા આરામાં વૃત્તિતા જેમ અવ્યાપ્યવૃત્તિ છે. તેમ બીજાદિ પ્રાપ્તિની ચરમાવર્તમાં વૃત્તિતા પણ અવ્યાપ્યવૃત્તિ છે. અને તેથી ‘ચરમાવર્તમાં બીજાદિની १. संज्ञिनां पृच्छा-गौतम ! जघन्येनान्तर्मुहूर्तम् । उत्कर्षेण सागरोपमशतपृथक्त्वं सातिरेकम् ॥
-
-
-
-
-
-
-
-
-
-