SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યઆજ્ઞા અને દ્રવ્યસ્તવમાં સામ્ય ૧૧૩ नुसारिणो भावाज्ञाऽव्यवधानेऽपि, सति प्रतिबन्धादौ तद्व्यवधानस्यापि संभवात्, तत्कालेऽपि भावाज्ञाबहुमानाप्रतिघातादुचितप्रवृत्तिसारतया द्रव्याज्ञाया अविरोधाद्, अन्यथा चारित्रलक्षणाद् भावस्तवादेकभविकाद्यधिकव्यवधाने द्रव्यस्तवस्याप्यसंभवप्रसङ्गात्, भावस्तवहेतुत्वेनैव द्रव्यस्तवत्वप्रतिपादनात् । तदुक्तं पञ्चाशके - तो भावत्थयहेऊ जो सो दव्वत्थओ इहं इट्ठो । जो उण णेवंभूओ स अप्पहाणो परं होइ ।। इति । यदि च भावलेशयोगाद् व्यवहितस्यापि द्रव्यस्तवत्वमविरुद्धं तदा तत एव तादृशस्य मार्गानुसारिणो द्रव्याज्ञाऽप्यविरुद्धैव । यथाहि निर्निदानं सूत्रविधिलक्षणेन भावस्तवानुरागलक्षणेन वा प्रकारेण जिनभवनाद्युचितानुष्ठानस्य द्रव्यस्तवत्वमव्याहतम्, एकान्तेन भावशून्यस्यैव विपरीतत्वात्, तथा अपुनर्बन्धकस्यापि भावाज्ञाऽनुरागभावलेशयुक्तस्य व्यवधानेऽपि द्रव्याज्ञाया न विरोध इति । સમાધાનઃ દ્રવ્યદેવ વગેરે વ્યપદેશ એકબવિત્વ વગેરે યોગ્યતા હોય તો જ થતો હોવા છતાં દ્રવ્યઆજ્ઞા માટે એવું નથી. અર્થાત્ દ્રવ્યઆજ્ઞાની પ્રાપ્તિ પછી એકભવ વગેરે કરતાં અધિક (યાવત્ દેશોન પુદ્ગલપરાવર્ત) વ્યવધાન બાદ પણ ભાવઆજ્ઞાની પ્રાપ્તિ હોવામાં કોઈ વાંધો નથી. કોઈ અપુનબંધક વગેરે માર્ગાનુસારી જીવને પ્રતિબંધ ન હોવાના કારણે કે તથાભવ્યત્વ-કાળ વગેરે પાકી ગયા હોવાના કારણે વિશેષ વ્યવધાન વિના જ ભાવઆજ્ઞા પ્રાપ્ત થઈ જતી હોવા છતાં સમ્યક્તના પ્રતિબંધક વિગેરેની હાજરી વાળા જીવોને વિશેષ વ્યવધાન પડવું પણ સંભવિત છે. પણ એટલા માત્રથી તે જીવોને તે વ્યવધાન પૂર્વના કાલે માર્ગાનુસારિતા કે દ્રવ્યઆજ્ઞા હોય જ નહિ એવું માનવાની જરૂર નથી, કેમ કે એ કાલે પણ ભાવઆજ્ઞા પરનું બહુમાન અખંડિત હોઈ ઉચિત પ્રવૃત્તિની મુખ્યતા જળવાઈ રહી હોવાના કારણે દ્રવ્યઆજ્ઞા હોવામાં કોઈ વિરોધ નથી. બાકી “ભાવઆજ્ઞાની પ્રાપ્તિને હજુ એક ભવ કરતાં ઘણો વધારે કાળ બાકી છે એટલા માત્રથી દ્રવ્યઆજ્ઞા જો અસંભવિત બની જતી હોય તો એ રીતે તો ચારિત્રરૂપ ભાવસ્તવના એકભવ વગેરે કરતાં વધારે વ્યવધાનવાળા જીવોને દ્રવ્યસ્તવ પણ અસંભવિત બની જવાની આપત્તિ આવશે, કેમ કે જેમ દ્રવ્યઆજ્ઞા ભાવઆજ્ઞાના કારણભૂત હોઈ ‘દ્રવ્યઆજ્ઞા છે. તેમ દ્રવ્યસ્તવ પણ ભાવસ્તવના કારણભૂત હોવાથી જ ‘દ્રવ્યસ્તવહોવાનું શાસ્ત્રમાં પ્રતિપાદન છે. (અર્થાત્, દ્રવ્યઆજ્ઞા અને દ્રવ્યસ્તવમાં દ્રવ્યત્વનું સામ્ય છે તેથી અધિકૃત સામ્ય પણ હોવું જોઈએ.) પંચાલકજીમાં કહ્યું છે કે“તેથી જે ભાવસ્તવનો હેતુ બને છે તે જ અહીં દ્રવ્યસ્તવ તરીકે અભિપ્રેત છે, તેનો હેતુ ન બનવા છતાં જે દ્રવ્યસ્તવ કહેવાય છે તે અપ્રધાન જાણવો.” – “અધિક વ્યવધાનવાળા દ્રવ્યસ્તવયુક્ત જીવોમાં ભાવનો અંશ હાજર હોવાથી દ્રવ્યસ્તવની હાજરી અવિરુદ્ધ છે.” – એવા બચાવનો જવાબ એ છે કે “એ રીતે ભાવના અંશવાળા અપુનબંધક વગેરે માર્ગાનુસારી જીવને પણ દ્રવ્યઆજ્ઞા હોવામાં શું વાંધો છે?' १. तस्माद्भावस्तवहेतुर्यः स द्रव्यस्तव इहेष्टः। यः पुनरनेवम्भूतः स अप्रधानः परं भवति।.
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy