SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ મિથ્યાત્વીની સુંદર-સુંદર પ્રવૃત્તિની વ્યવસ્થા 'आसन्ना चेयमस्योच्चैश्चरमावतिनो यतः । भूयांसोऽमी व्यतिक्रान्तास्तदेकोऽत्र न किंचन ।।१७६।। आसन्ना च-अभ्यर्णवर्तिन्येव, इयं=मुक्तिः अस्योच्चैः अतीव चरमावर्तिनः चरमपुद्गलपरावर्तभाजो जीवस्य, यतः कारणाद् भूयांसः अतीवबहवः, अमी-आवर्ताः, व्यतिक्रान्ताः=अनादौ संसारे व्यतीताः, तत्र त=एकोऽपश्चिमः अत्र न किंचन न किञ्चिद्भयस्थानमेष इत्यर्थः' इति योगबिन्दुसूत्रवृत्तिवचनाच्चरमावर्तिन आसनसिद्धिकत्वस्यापि स्वल्पकालप्राप्तव्यसिद्ध्याक्षेपकत्वापत्तेः, आपेक्षिकासन्नतया समाधानं चोभयत्र सुघटमिति । જીવોને જ પછી અંતર્મુહુર્તમાં પ્રસ્થિભેદ થતો હોઈ તેઓ જ “સંનિહિતગ્રન્થિભેદ વિશેષણને યોગ્ય છે. ચરમપુદ્ગલપરાવર્ત શેષ સંસારવાળા અપુનબંધક વગેરે નહિ, કેમકે તેઓને તો ગ્રન્થિભેદ હજુ ઘણો (અર્ધપગલપરાવર્ત જેટલો) દૂર હોય છે.” (ચરમયથાપ્રવૃત્તકરણવિભાગભાજ'માં “ચરમ”નો અર્થ) ઉપદેશપદની ૪૩૨મી ગાથાના અધિકારમાં અને આ ૪૪૬મી ગાથાના અધિકારમાં આવેલા “વરમયથાપ્રવૃત્તિ વિમા માગ' અને “સન્નિહિતશ્વિમેવાનો' એ બે વિશેષણ શબ્દોનો પૂર્વપક્ષીએ જે આવો અર્થ કર્યો છે તે ઉપલક દૃષ્ટિએ સાચો પણ લાગે છે. તેમ છતાં, આવો અર્થ કરવામાં, આગળ બતાવી ગયા મુજબ વચનૌષધપ્રયોગકાળ દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત હોવો જ જે સિદ્ધ થાય છે તેના કારણે “પ્રન્થિભેદકાળ એ વચનૌષધ પ્રયોગના અન્ય અપુનબંધકાદિકાળ કરતાં વધુ અસરકારક છે એ વાત અસંગત બની જવાની આપત્તિ આવે છે. તેમજ ચરમાવર્તવર્તી અપુનબંધકાદિની સુંદર પ્રવૃત્તિઓ પણ અસુંદર બની જવાની આપત્તિ આવે છે. આવી બધી આપત્તિઓ ન આવે એ માટે ઉક્ત બને વિશેષણોનો કોઈ વિશેષ અર્થ લેવો પડે છે. તે વિશેષણોનો અભિપ્રેત વિશેષ અર્થ આવો છે – અહીં યથાપ્રવૃત્તકરણનું ચમત્વ એટલે અનંતા અચરમ પુદ્ગલપરાવર્તમાં થયેલ યથાપ્રવૃત્તિકરણથી ભિન્ન હોવા પણું અર્થાત્ ચરમપુદ્ગલપરાવર્તમાં થવા પણું એટલે કે ચરમપુદ્ગલપરાવર્તમાં જે યથાપ્રવૃત્તિકરણો થાય તે બધા જ ચરમયથાપ્રવૃત્તકરણ કે યથાપ્રવૃત્તકરણચરમવિભાગ કહેવાય. વળી “સંનિહિતગ્રન્થિભેદ' એવું વિશેષણ પણ “અત્યન્ત અલ્પકાળમાં જ ગ્રન્થિભેદ – સમ્યકત્વપ્રાપ્તિ થવી જોઈએ એવો અર્થ કાઢી આપતું નથી કે જેથી પૂર્વપક્ષીએ ચરમત્વના પોતે કરેલા અર્થની પુષ્ટિ થાય, કેમકે એ રીતે તો યોગબિન્દુ સૂત્ર (શ્લોક ૧૭૬) અને તેની વૃત્તિમાં ચરમાવર્તવાળા જીવને જે આસન્નસિદ્ધિકત્વ કહ્યું છે તેનો અર્થ પણ એવો કરવો પડે કે “અત્યન્ત અલ્પકાળમાં (અંતર્મુખમાં) સિદ્ધિ પ્રાપ્ત થવા પણું” જે એકદમ અસંગત છે. કારણ કે તેવો જીવ ઉત્કૃષ્ટથી એક પુદ્ગલ પરાવર્તે પણ સિદ્ધિ પામી શકે છે. યોગબિન્દુના તે શ્લોક અને વૃત્તિનો અર્થ આ પ્રમાણે - “આ મુક્તિ આને =ચરમાવર્તી જીવને અત્યન્ત નજીક હોય છે, કેમકે અનાદિ સંસારમાં અત્યાર સુધીમાં અનંતા પુદ્ગલ પરાવર્તો પસાર થઈ ગયા છે તો તેની આગળ આ એક છેલ્લો પુદ્ગલ પરાવર્ત કોઈ વિસાતમાં નથી, અર્થાત્ હવે વિશેષ ચિંતાનું કારણ
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy