SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૬, ૧૭ नयसाराम्बडप्रमुखानां मार्गानुसारित्वं स्यात्, नान्येषाम्' इति केषाञ्चिन्मतं (सर्वज्ञशतक० श्लो. ६९), तत्तेषामेव प्रतिकूलं, सद्ग्रहप्रवृत्तिजनितनैश्चयिकपरसमयबाह्यतया पतञ्जल्यादीनामप्यम्बडादीनामिव मार्गानुसारित्वाप्रतिघातात् । इयानेव हि विशेषो यदेकेषामपुनर्बन्धकत्वेन तथात्वं, अपरेषां तु શ્રાદ્ધવાવિનેતિ શારદા अयं मार्गानुसारिभावः कदा स्यात् ? इत्येतत्कालमानमाह - मग्गाणुसारिभावो जायइ चरमंमि चेव परिअट्टे । गुणवुड्डीए विगमे भवाभिनंदीणदोसाणं ।।१७।। मार्गानुसारिभावो जायते चरम एव परावर्ते । गुणवृद्ध्या विगमे भवाभिनन्दिदोषाणाम् ।।१७।। ~“જેઓ નિશ્ચયથી પરસમયબાહ્ય હોય અર્થાત્ સ્વસમયમાં જૈનશાસનમાં કદાચ ન રહ્યા હોવા છતાં જેઓ નિશ્ચયથી અન્યદર્શનમાં તો ન જ રહ્યા હોય એવા સંગમ-નયસાર-અંબડ વગેરેને જ માગનુસારિતા સંભવે છે, બીજા કોઈને નહિ.” – એવો જે કોઈનો મત (સર્વજ્ઞશતક-૬૯) છે, તે તેઓને જ હેરાન કરનાર છે, કેમકે અંબડ વગેરેની જેમ પતંજલિ વગેરે પણ સદ્ગહપ્રેરિત પ્રવૃત્તિ કરનારા હોઈ નિશ્ચયથી તો પરસમયબાહ્ય હતા જ. અર્થાત્ તેઓ સ્વસ્વમાર્ગીક્ત જે પ્રવૃત્તિ કરતા હતા તે ઉક્ત કદાગ્રહથી નહિ પણ “આ પરમાર્થથી ઉપાદેય છે” ઇત્યાદિ વિચારથી જ કરતા હતા. માટે તેઓ નિશ્ચયથી પરમાર્ગમાં તો રહ્યા નહોતા, કિન્તુ પરમાર્થથી જે સત્ય હોય તે માર્ગમાં રહ્યા હતા. તેથી તમારે તેઓને માર્ગાનુસારી માનવા પડશે. જે “માત્ર સ્વઅભિમતક્રિયા જ માર્ગાનુસારિતાનો હેતુ બને છે” એવી તમારી માન્યતાને પ્રતિકૂલ છે. કેમ કે તેઓ તો ઉભયઅભિમત ક્રિયા કરતા હતા. આમ સંગમનયસાર વગેરેની જેમ પતંજલિ વગેરેમાં પણ માર્ગાનુસારિતા અબાધિત હોવી સિદ્ધ થાય છે. ફેર એટલો જ છે કે પતંજલિ વગેરેમાં તે અપુનબંધકપણાના કારણે હતી, જયારે સંગમ વગેરેમાં શ્રદ્ધાળુતાના કારણે હતી. તેથી સિદ્ધાન્તોક્ત ક્રિયારહિત જીવોમાં પણ માર્ગાનુસારિભાવરૂપ લક્ષણ હાજર હોવાથી દ્રવ્યઆજ્ઞા હોવી પણ સિદ્ધ થાય છે. ll૧દા (માગનુસારપણાનો કાળ - ચરમાવ7) આ માગનુસારીપણું ક્યારે પ્રાપ્ત થાય? એ જણાવવા એનું કાલપ્રમાણ દેખાડતાં ગ્રન્થકાર કહે ગાથાર્થ ભવાભિનંદીપણાના દોષો દૂર થયે છતે ગુણવૃદ્ધિ થવાના કારણે ચરમપુગલપરાવર્તમાં જ માગનુસારીપણું પ્રાપ્ત થાય છે.
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy