________________
અન્યદર્શની ભાવજૈનને પણ દ્રવ્યઆજ્ઞા સંભવિત
ततोऽस्थानप्रयासोऽयं यत्तद्भेदनिरूपणम् । सामान्यमनुमानस्य यतश्च विषयो मतः ।। साधु चैतद् यतो नीत्या शास्त्रमत्र प्रवर्तकम् । तथाभिधानभेदात्तु भेदः कुचितिकाग्रहः ।। इत्यादि ।।१४।। अर्थतेषां भावजैनत्वे आज्ञासम्भवमाह -
दव्वाणा खलु तेसिं भावाणाकारणत्तओ नेया । जं अपुणबंधगाणं चित्तमणुट्ठाणमुवइ8 ।।१५।। द्रव्याज्ञा खलु तेषां भावाज्ञाकारणत्वतो ज्ञेया ।
यदपुनर्बन्धकानां चित्रमनुष्ठानमुपदिष्टम् ।।१५।। दव्वाणत्ति । तेषामवेद्यसंवेद्यपदस्थानां भावजनानां, खलु इति निश्चये, भावाज्ञायाः सम्यग्दर्शनादिरूपायाः कारणत्वतो द्रव्याज्ञा ज्ञेया, अपुनर्बन्धकोचिताचारस्य पारम्पर्येण सम्यग्दर्शनादिसाधकत्वात्, તકુ રોપવેશપદે (૨૩-રપ૬)
गंठिगसत्ताऽपुणबंधगाइआणंपि दव्वओ आणा । णवरमिह दव्वसद्दो भइअव्वो समयणीईए ।।
ભાસે છે. તેથી દેવ-કર્મ વગેરેના ભેદનું નિરૂપણ કરવાનો તત્ત્વચિંતકોને માટે આ પ્રયત્ન અસ્થાનપ્રયત્ન છે. વળી આપણા પ્રત્યક્ષનો વિષય ન બનનાર એ દેવ-કર્મ વગેરે અનુમાનનો જ વિષય બને છે. અને અનુમાન તો નિર્દોષ પુરુષ રૂપ કોઈ દેવ છે, ઈત્યાદિ અસ્તિત્વમાત્ર વગેરે રૂપ સામાન્યને જ જણાવે છે. માટે તેમાં નિત્યત્વાદિ વિશેષતાઓ કલ્પવી યોગ્ય નથી.” કાલાતીતે કહેલી આ બધી વાતો યોગ્ય છે, કેમ કે પરમાર્થનો વિચાર કરવા રૂપ નીતિથી જ શાસ્ત્ર આ અંગે વિચારણા પૂજા વગેરે પ્રવૃત્તિ કરાવે છે. તેમજ નામ જુદું હોવા માત્રથી તેમાં ભેદ માનવો એ તો કુટિલતાના આવેશ રૂપ છે.' ૧૪l
યોગદષ્ટિ પામેલા આ જીવોને તેઓ ભાવજૈન હોવામાં આજ્ઞા પણ સંભવે છે એ વાત જણાવતાં ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ અવેદ્યસંવેદ્યપદમાં રહેલા તે ભાવજૈનોને ભાવાત્તાના કારણભૂત દ્રવ્યઆજ્ઞાની હાજરી હોય છે, કેમ કે અપુનબંધક જીવોને અનેકવિધ અનુષ્ઠાન હોવું કહ્યું છે.
(અવેદ્યસંવેદ્યપદસ્થ ઈતરોને પણ દ્રવ્યાજ્ઞા સંભવિત) સમ્યગદર્શનાદિરૂપ ભાવ આજ્ઞાની કારણભૂત હોવાથી જે દ્રવ્યઆજ્ઞા રૂપ છે તે દ્રવ્યઆજ્ઞા અવેદ્યસંવેદ્યપદમાં રહેલા તે ભાવજૈનોમાં હાજર હોય છે. અર્થાત્ અપુનબંધકાદિ જીવોના સ્વભૂમિકાને યોગ્ય આચારો પરંપરાએ ભાવઆજ્ઞારૂપ સમ્યગ્દર્શનાદિના સાધક હોવાથી દ્રવ્યઆજ્ઞારૂપ હોય છે. અને તેથી તે ભાવજૈનોમાં પણ તે આચારો રૂપે આજ્ઞાનો સંભવ છે, તેમ જાણવું. ઉપદેશપદમાં કહ્યું છે કે “અપુન
१. ग्रन्थिगसत्त्वापुनर्बन्धकादीनामपि द्रव्यत आज्ञा । केवलमिह द्रव्यशब्दो भक्तव्यः समयनीत्या ॥