________________
પગલપરાવર્ત સંસારમાં રહે છે. માટે અભવ્યો અવ્યવહારી જ હોય છે. અને તેથી તેઓને અવ્યક્તમિથ્યાત્વ જ હોય છે.
ઉ.૦ અસંખ્ય પુદ્ગલપરાવર્ત વનસ્પતિમાં રહી પછી અન્ય ભવમાં જઈ પાછો વનસ્પતિમાં એટલો કાળ પસાર થઈ શકે છે. આવું વારંવાર થવા દ્વારા અનંતા પુદ્ગલપરાવર્ત પણ સંસારકાળ સંભવી શકે છે. આ વાત ભુવનભાનુકેવલી ચરિત્ર, યોગબિન્દુ (૪૭) વગેરે શાસ્ત્રોમાં સિદ્ધ છે. વળી અભવ્યોમાં પણ વ્યાવહારિકત્વનું લક્ષણ તો જાય જ છે.
પૂ.૦ જેટલા જીવો સિદ્ધ થાય છે એટલા જીવો અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે છે. આવા વચન પરથી જણાય છે કે વ્યવહારરાશિ કરતાં સિદ્ધો અનંતગુણ છે. બાદરનિગોદના જીવો સિદ્ધ કરતા અનંતગુણ છે.” એવું પ્રજ્ઞાપનામાં કહ્યું છે. એટલે જણાય છે કે બાદરનિગોદ અવ્યવહારરાશિ છે.
ઉ.2 પન્નવણાની વૃત્તિમાં અનાદિ વનસ્પતિને જ અવ્યવહાર કહ્યા છે, વળી વૃત્તિકારે આગળ અનાદિ વનસ્પતિ સિવાય સઘળા જીવોને સ્પષ્ટ રીતે વ્યવહારિક કહ્યા છે. ઉપમિતિ ભવપ્રપંચા,સમયસાર, ભવભાવના, શ્રાવકદિનકૃત્યવૃત્તિ વગેરે અનેક ગ્રંથોમાં અનાદિ વનસ્પતિ એવી સૂક્ષ્મનિગોદને જ અવ્યવહારરાશિ કહી છે. “મિતિ નત્તિયા રિ'.... ઈત્યાદિ વચનોથી સિદ્ધો સિદ્ધિ અવચ્છિન્ન વ્યવહારરાશિથી જ અનંતગુણ હોવા સિદ્ધ થાય છે, વ્યવહારરાશિ સામાન્યથી અનંતગુણ નહિ. એટલે એના બળે બાદરનિગોદને અવ્યવહારી માનવાનું આવશ્યક બનતું નથી... શાસ્ત્રોમાં વ્યવહારિક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જે આવલિકાના અસંખ્યાતમાં ભાગ જેટલા પુદ્ગલપરાવર્ત કહી છે. તે વ્યવહારિક જીવવિશેષોને લક્ષમાં રાખીને કહી છે એવું કલ્પવું જોઈએ, એટલે “વ્યવહારિક તરીકે સિદ્ધ થયેલ એવા પણ અભવ્યાદિને અવ્યવહારિક માનવાની કે “બધા વ્યવહારિક જીવો સિદ્ધ થશે જ એવું પણ માનવાની આપત્તિ નહિ આવે. માટે અભવ્યો પણ વ્યવહારિક હોય છે. અને તેથી તેઓમાં પણ વ્યક્ત એવું આભિગ્રહિક મિથ્યાત્વ સંભવે છે.
(પાંચ મિથ્યાત્વોમાં ગુરુલઘુભાવ-પૃ. ૭૧-૧૦૪) મિથ્યાત્વના પાંચ ભેદોમાંથી આભિગ્રહિક અને આભિનિવેશિક એ બે, ફળને આશ્રીને વધુ ભયંકર છે, શેષ ૩ પ્રજ્ઞાપનીયતા-ગુરુપારતત્ય વગેરે ફળને આશ્રીને મંદ-કંઈક ઓછા ભયંકર છે. મિથ્યાત્વની મંદતાના કારણે જેઓમાં મધ્યસ્થતા આવે છે. તેઓની સદન્યાયે તેવી જોરદાર અસત્યવૃત્તિ નહીં, પણ સત્યવૃત્તિ જ થયા કરે છે. એટલે જ યોગની પૂર્વસેવામાં સર્વદેવપૂજા વગેરે રૂપ અનાભિગ્રહિક મિથ્યાત્વને હિતકર કહ્યું છે. સર્વદેવાદિની પૂજા કરતાં તેઓ ચારિસંજીવનીચારચાયે વિશિષ્ટ માર્ગ પામી જાય છે. સમ્યકત્વી વગેરે માટે દોષરૂપ એવી પણ આ સવદિવાદિની પૂજા મંદમિથ્યાત્વી માટે ગુણકર બની જાય છે, કારણ કે ગુણ-દોષની વ્યવસ્થા