SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ भवितव्यतया महत्तमबलाधिकृतौ यदुत- 'मया युवाभ्यां चामीभिः सह यातव्यं यतो भर्तृदेवता नारीति न मोक्तव्यो मया संसारी जीवः, यच्चास्ति युवयोरपि प्रतिजागरणीयमेकाक्षनिवासं नाम नगरं, तत्रामीभिर्लोकैः प्रथमं गन्तव्यम्, ततो युज्यते युवाभ्यां सह चामीषां तत्रासितुं नान्यथा'। ततो यद्भवती जानातीत्यभिधाय प्रतिपन्नं तद्वचनं महत्तमबलाधिकृताभ्याम्, प्रवृत्ताः सर्वेऽपि, समागतास्तदेकाक्षनिवासं नगरम् । तत्र नगरे महान्तः पञ्च पाटका विद्यन्ते, ततोऽहमेकं पाटकं कराग्रेण दर्शयता तीव्रमोहोदयेनाऽभिहितः-'भद्र ! संसारिजीव! तिष्ठ त्वमत्र पाटके, यतोऽयं पाटकोऽसंव्यवहारनगरेण बहुतरं तुल्यो वर्त्तते । भविष्यत्यत्र तिष्ठतो धृतिरित्यादि ।' ततोऽहं यदा तत्रासंव्यवहारनगरेऽभूवं, तदा मम जीर्णायां जीर्णायामपरां गुटिकां दत्तवती, केवलं सूक्ष्ममेव मे रूपमेकाकारं सर्वदा तत्प्रयोगेण विहितवती । तत्र पुनरेकाक्षनिवासनगरे समागता तीव्रमोहात्यन्ताबोधयोः कुतूहलमिव दर्शयन्ती तेन गुटिकाप्रयोगेण ममानेकाकारं स्वरूपं प्रकटयति स्मेत्यादि ।' समयसारसूत्रवृत्त्योरप्युक्तं-'अहवा संववहारिया य असंववहारिया य ।' तवृत्तिः-अथवेति द्वैविध्यस्यैव प्रकारान्तरोद्योतने । एतदेव स्पष्टयन्नाह-'तत्थ जे अणाइकालाओ आरब्भ નામના કુલપુત્રો વસે છે.” વગેરે... અને ભવિતવ્યતા વડે મહત્તર અને બલાધિકૃત કહેવાયા કે “મારે અને તમારે બે જણાએ આ બધાની સાથે જવાનું છે, કેમ કે નારીને પતિ જ દેવતા હોય છે એ ન્યાયે મારે સંસારીજીવને છોડવાનો નથી, અને તમારે પણ જે એકાક્ષનિવાસ નામના નગરની સંભાળ રાખવાની છે ત્યાં જ આ લોકોએ પહેલાં જવાનું છે. તેથી તમારા બેની સાથે આ લોકોએ ત્યાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહિ (અર્થાત્ તેથી તમારે બે એ પણ આ બધાની સાથે જવાનું છે)' પછી મહત્તમ અને બલાધિકૃત વડે “જેમ તમે જાણો (કહો) તેમ' એમ કહી તેણીનું વચન સ્વીકારાયું. પછી બધા ઉપડ્યા. એકાક્ષનિવાસ નગરમાં આવ્યા. તે નગરમાં પાંચ મોટા પાડાઓ છે. તેમાંથી એક પાડાને હસ્તના અગ્રભાગથી દેખાડતાં તીવ્રમોહોદય વડે હું કહેવાયો – “હે ભદ્ર ! સંસારીજીવ ! તું આ પાડામાં રહે, કેમકે આ પાડો અસંવ્યવહારનગરને ઘણો મળતો છે. તેથી અહીં રહેતાં તને કળ વળશે. પછી જ્યારે હું તે અસંવ્યવહાર નગરમાં હતો ત્યારે તો ભવિતવ્યતા અને પૂર્વપૂર્વની ગોળી જીર્ણ થઈ ગયે છતે બીજી આપતી, પણ એ ગોળી વડે હંમેશા મારું એક જ આકારવાળું સૂક્ષ્મરૂપ જ કરતી. ત્યારે તે એકાક્ષનિવાસનગરમાં આવેલી તે ભવિતવ્યતા જાણે કે તીવ્રમોહ-અત્યન્તઅબોધને કુતૂહલ દેખાડતી ન હોય તેમ તે ગોળી આપીને મારા અનેક આકારવાળા સ્વરૂપને પ્રકટ કરતી હતી વગેરે...” સમયસારસૂત્ર અને તેની વૃત્તિમાં પણ કહ્યું છે કે “અથવા સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિક” આની વૃત્તિ -“અથવા” શબ્દ, વૈવિધ્ય દેખાડવાની આ બીજી રીત છે એવું જણાવવા વપરાયો છે. આ - १. अथवा सांव्यवहारिकाश्चासांव्यवहारिकाश्च । २. तत्र ये अनादिकालादारभ्य। - - - - - - - - -- - - - - - - -
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy