________________
मातियावर योगवीर શ્રવિ4]]É
બારાભાવના
कामविमार દિવાયllo] શરણ શબ્દનો અર્થ ઘર થાય છે અને રક્ષણ કરનાર તેવો પણ થાય છે પણ શરણું લેવું તો નિત્યનું વિDીમ લેવું. અનિત્ય એવું શરીર તેના માટે ડૉક્ટર-વૈદ્યનું શરણું લેવામાં આવે છે. કોઈ ડૉક્ટર કે વૈદ્ય ક્યારેય | | ૧૬ " પણ વચન આપતા નથી કે સાજા થઈ જશો. ગમે ત્યારે મૃત્યુ આવી જાય છે.
કો નવિ શરણમ્ – મૃત્યુમાંથી કોઈ બચાવતું નથી. આપણે જેના પર ભરોસો રાખીએ છે તે મૂળ વસ્તુ જ તકલાદી છે એટલે આપણો ભરોસો ખોટો ઠરે છે. ત્યારે પણ મૃત્યુને માટે No entry લાગુ પડતું. નથી. મૃત્યુનાં દુ:ખથી ડરીને કોઈ ગુફામાં બેસો કે દરિયાને તળિયે બેસો પણ નિયત સમયે એટલે નક્કી કરેલ સમયે તે આવી જ જાય છે. શરણ એક અરિહંતનું હો! તે સ્વયં દુઃખમાંથી ઊગારનાર છે કારણ કે, જન્મ, જરા, મૃત્યુનાં દુઃખને એટલે અરિહંતોએ અનુભવ્યું છે. ઘણા જીવોને જન્મ, જરા, મૃત્યુથી ઉગાર્યા પણ છે. નીતિકારોએ પણ કહ્યું છે કે તમે જે નિવેદન કરવાના છો, દુઃખ જે પામ્યા હોય અને દુઃખ દૂર કરવા શક્તિમાન હોય તેને દુઃખ જણાવવું. અરિહંત સિવાય કોઈપણ આત્માની પાસે મૃત્યુ દુઃખ દૂર કરવાની શક્તિ નથી. માટે આખું જગત શરણ વિનાનું છે. ધર્મ એક એવું શરણ છે કે તમે બધેથી હારીને, કંટાળીને ધર્મના શરણે આવો તો પણ ધર્મ તેનો સ્વીકાર કરે છે, એટલો ધર્મ ઉદાર છે. પ્રેમાળ સ્વજનો જોતાં રહે અને પોતાના સ્વજનને મૃત્યુ ઉપાડી જાય, પોતે જોતાં રહી જાય એવું બને છે. ત્યારે વૈદ્યોની ઔષધિઓ, રસાયણ બધું તેમનું તેમ રહે છે.
સુધારસ 11 ll nત્ત