________________
વીતતો જાય છે તેમ તેમ પદાર્થોનાં, વ્યક્તિના, રૂપ, રસ, ગંધ, સ્પર્શ બદલાતા રહે છે. જે આજે છે સવારે તે સાંજે નથી. તેનું એક પદ પૂજ્યપાદ અમૃતસૂરીશ્વરજી મહારાજે રચેલ છે.
જોડે રમ્યા જેની અતિશય, પ્રીતથી જોડે જમ્યા, જોડે નિશાળ વિશે જતા, પરલોકમાં તે પણ ગયા, સવારમાં જોયેલ તે પણ, સાંજ નવ દેખાય છે, હે મિત્ર, આ સંસારનો કેવો વિચિત્ર સ્વભાવ છે.
11 પ્રથમ અનિત્યભાવના 11
આકાશમાં સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત પછી જે વાદળો પશ્ચિમ આકાશમાં દેખાય છે, તે પ્રકાશ, તે રૂવાબ ક્ષણમાં જ અંધારામાં પલટાઈ જાય છે. શરીર જે યુવાવસ્થામાં હોય છે તે વૃધ્ધાવસ્થામાં નથી હોતું. આપણને કોઈ પૂછે કે તાકાત ક્યાં ગઈ? કાન, દાંત, આાંખ અને ચાલવાની ગતિ બધામાં ફેર પડે છે ત્યારે એ શક્તિ ક્યાં ગઈ? તેનો ઉત્તર આપણી પાસે હોતો નથી. આયુષ્યનો વિચાર કરો તો સાવ સાદા, સારા કેટલાંય માણસોને આપણે મુકી આવ્યા છીએ. જો સર્વ વસ્તુને અનિત્ય હૃદયથી માનીએ તો તેના નિમિત્તે ક્રોધ આદિ કષાયો કરવાનું મન થાય નહીં. જે વસ્તુ ટકવાની જ નથી, તેના માટે રાગદ્વેષ કરવા આપણા જેવા બુદ્ધિમાનોને શોભે નહીં. ચંચળ શબ્દનો અર્થ અનિત્ય જ થાય છે જે ચક્ષુથી દેખાય એ સર્વ ચંચળ છે - અનિત્ય છે.
(मगलमा જ્યાં બધું જ ચપલ – ચંચળ – અનિત્ય હોય અને તે વધારે ચંચળ પણ પ્રતિકૂળતાને ખેંચી લાવે તે ભોગસુખો પરાધીન છે, ભયાવહ છે અને અનિત્ય સુખોને શા માટે વિચારકે ભોગવવા?
}} #JJત્રણ नहममाम ૨Juદ્ધાવી?
કાકર