________________
भाविद्यावर 'JlJવીર फमालागाह
મૈત્રીભાવના विहागागाय कामविमार 'jun]]Tી, हितागाय 14મJIUDયું ભગવાન મહાવીર સ્વામીએ પોતાના જીવન દ્વારા આપણને જણાવ્યું કે, સકળ જીવો સાથે મૈત્રીભાવ // ૧૨c II રાખવો. વૈરભાવ કોઈની પણ સાથે રાખવો નહીં. ક્રોધ જ્યારે સ્ટોરેજ થાય છે ત્યારે વેર થાય છે. ક્રોધ
કરવો એ જુદી વસ્તુ છે, પણ ક્રોધ જ્યારે વારંવાર થાય છે અને એક જ વ્યક્તિ પર થાય છે ત્યારે પૂર્વગ્રહ કામ કરે છે. બહુ ઓછા માણસોનું મન પૂર્વગ્રહમુક્ત હોય છે. પૂર્વગ્રહથી તેને ન કરવું હોય તો પણ ક્રોધ એ રીતે હાવી થાય છે એટલે વેર તો ન જ રાખવું. આવેશ આવી જાય, ક્રોધ પણ આવી જાય પણ વેર ન આવે. ગાંઠ ન વળાય અને મૈત્રી અખંડ રહે. સામાને એવી પ્રતીતિ થાય કે મેં ખોટું કામ કર્યું છે. ક્રોધ આવ્યો છે તો ઉત્તમ કામ છે – આપણે તો એટલું જ કરવું છે કે સામાને ભૂલનો અહેસાસ થાય. પણ જગતના જીવોની સાથે મૈત્રીભાવ અખંડ રાખવો. બધા જીવો કર્મવશ છે, કોઈ કર્મની પકડમાંથી છૂટી શકતો નથી, તીર્થકર હોય કે ચક્રવર્તી હોય.,
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું.. મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું. એવી ભાવના નિત્ય રહે.
|| શાન્ત સુધારસ |
તમે જ્યાં રહેતા હો તે શેરીમાં કે ફ્લેટમાં અથવા ઍપાર્ટમેન્ટમાં કોઈ માંદા હોય, કોઈને લકવા લાગી ગયો હોય તેની નિરંતર શુભકામના પ્રગટ કરવી.