________________
૧૨૧૦
પ્રતિમાશતક | શ્લોક : ૭૨
અવતરણિકા :
एतत्सर्वं मनसिकृत्याह - અવતરણિકાર્ય :
આ સર્વને મનમાં રાખીને ગ્રંથકારશ્રી કહે છે પૂર્વે શ્લોક-૭૧માં કહ્યું કે વિધિકારિત પ્રતિમાની પ્રાપ્તિ હોય તો ઉત્સર્ગથી તે પૂજનીય છે, અને વિધિકારિત પ્રતિમાની અપ્રાપ્તિમાં અપવાદથી આકારની સુંદરતાનું અવલંબન લઈને સર્વ પ્રતિમા પૂજનીય છે, એ સર્વને મનમાં રાખીને ગ્રંથકારશ્રી કહે છે –
શ્લોક :
चैत्यानां खलु निश्रितेतरतया भेदेऽपि तन्त्रे स्मृतः, प्रत्येकं लघुवृद्धवन्दनविधिः साम्ये तु यत्साम्प्रतम् । इच्छाकल्पितदूषणेन भजनासङ्कोचनं सर्वतः, स्वाभीष्टस्य च वन्दनं तदपि किं शास्त्रार्थबोधोचितम् ।।७२ ।।
શ્લોકાર્ય :
ચૈત્યોના નિશ્રિત અને ઈતરપણાથી અનિશ્રિતપણાથી, ભેદ હોવા છતાં પણ શાસ્ત્રમાં પ્રત્યેકને આશ્રયીને નિશ્ચિત-અનિશ્રિતનો વિભાગ કર્યા વગર દરેકને આશ્રયીને, લઘુ અને વૃદ્ધ વંદનની વિધિ નક્કી કહેવાયેલી છે. વળી, સાંપ્રત વિષમ એવા દુષમકાળમાં, સામ્યમાં=પ્રાયઃ તુલ્યપણામાં નિશ્રિત અને અનિશ્રિત એવી સર્વ પ્રતિમાઓના અવિધિકારિતત્વરૂપ તુલ્યપણામાં, ઈચ્છાથી કલ્પિત દૂષણ વડે જે સર્વથી ભજનાનું સંકોચન છે અને સ્વઅભીષ્ટનું વંદન છે, તે પણ શું શાસ્ત્રાર્થ બોધને ઉચિત છે ? અર્થાત્ ઉચિત નથી જ. II૭૨ા ટીકા :___ 'चैत्यानाम' इति :- 'खलु' इति निश्चये, चैत्यानां निश्रितेतरतया निश्रितानिश्रिततया, भेदेऽपि, तन्त्रे शास्त्रे, प्रत्येकं लघुवृद्धवन्दनविधिः स्मृतः, साम्ये तु प्रायस्तुल्यत्वे तु, यत् सांप्रतं विषमदुःषमाकाले, इच्छाकल्पितं यद् यद् दूषणमन्यगच्छीयत्वादिकं तेन भजनायाः=सेवायाः, सङ्कोचनं संक्षेपणं, बहुभिरंशैलुम्पकसमानतापर्यवसायिस्वाभीष्टस्य स्वेच्छामात्रविषयस्य, च वन्दनं, तदपि किं शास्त्रार्थबोधस्योचितम् ? नैवोचितम्, कतिपयमुग्धवणिग्धन्धनमात्रफलत्वादिति भावः ।।७२।।