________________
૧૨૦૫
પ્રતિમાશતક | શ્લોકઃ ૭૧ ટીકાર્ય :
સત્ર ... રિમભૂમિ, અહીંયાં=પૂર્વે શ્રાદ્ધવિધિ ગ્રંથની સાક્ષી આપી અને તેમાં સમ્યકત્વ પ્રકરણમાં શું કહ્યું છે તે બતાવ્યું ત્યાં અવસ્થિત પક્ષે જે કહ્યું એ કથનમાં, અવસ્થિત પક્ષ=પ્રમાણ પક્ષ, જોકે, ઉત્સર્ગથી વિધિકારિતપણું જ છે, ગુરુકારિતત્વનું અને સ્વયંકારિતત્વનો પણ તદ્વિશેષ રૂપનો જ ઉપચાસ છે અર્થાત્ વિધિકારિત્વ વિશિષ્ટ ગુરુકારિતત્વનો અને વિધિકારિતત્વ વિશિષ્ટ સ્વયંકારિતત્વનો જ ઉપચાસ છે. આથી જ વિષયવિશેષતા પક્ષપાત વડે ઉલ્લાસ પામતા વીર્યવૃદ્ધિના હેતુભૂતપણા વડે અને તદ્અન્યથાપણામાં વીર્યવૃદ્ધિના હેતુભૂત ત થતા મમત્વાદિ રૂપ તદ્અત્યથાપણામાં, ત્રણેય પણ પક્ષોનું વિધિકારિત, ગુરુકારિત અને સ્વયંકારિત એ ત્રણેય પણ પક્ષોનું, ભજનીયપણું વિંશિકા પ્રકરણમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિ વડે કહેવાયેલું છે.
આચાર્યશ્રી હરિભદ્રસૂરિ વડે વિશિકા પ્રકરણમાં ભજનીયપણું કહેવાયું છે તે મતાહિ થી ગ્રંથકારશ્રી બતાવે છે –
તથાદિ – તે આ પ્રમાણે –
“૩ાાં ફુદ ..... વિમયવ્ય ત્તિ IT અહીં=શ્રાવકની પૂજામાં, વિશિકા પ્રકરણમાં પૂજાવિશિકામાં પૂર્વે બતાવેલા વિધિકારિતાદિ સર્વ પક્ષો સ્વઉપયોગ સાધારણ એવાં અનુષ્ઠાનનાં ઉપકાર અંગો છે, જેથી કરીને કિંચિત્ વિશેષથી ઈષ્ટફળવાળા છે. તેથી તે સર્વે પણ પક્ષો વિધિકારિતાદિ પક્ષો, વિભક્તવ્ય છે. રૂતિ શબ્દ કથનની સમાપ્તિ સૂચક છે. ભાવાર્થ :
પૂર્વે શ્રાદ્ધવિધિ ગ્રંથનો પાઠ આપ્યો કે પ્રતિમાઓ અનેક પ્રકારની છે અને તે પ્રતિમાની પૂજાવિધિમાં સમ્યકત્વપ્રકરણમાં આ પ્રમાણે કહેવાયું છે – કેટલાક પોતાના વડીલોથી કરાયેલી પ્રતિમા પૂજનીય છે એમ કહે છે, તો કેટલાક પોતે કરાવેલ પ્રતિમા પૂજનીય છે એમ કહે છે, તો વળી કેટલાક વિધિથી કરાવેલ પ્રતિમા પૂજનીય છે, એમ કહે છે. એ બતાવીને એ કથનમાં અવસ્થિત પક્ષ શું કહે છે તે બતાવતાં કહ્યું કે ગુરુ આદિથી કરાયેલાનું અનુપયોગીપણું હોવાથી મમત્વ અને આગ્રહ રહિત સર્વ પ્રતિમાઓને અવિશેષથી પૂજવી જોઈએ; કેમ કે સર્વત્ર તીર્થકરના આકારની પ્રાપ્તિ થાય છે. એ કથનમાં વાસ્તવિક રીતે અવસ્થિત પક્ષ શું છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
અવસ્થિત પક્ષ જોકે ઉત્સર્ગથી વિધિકારિત જ છે; કેમ કે ગુરુકારિતત્વનો અને સ્વયંકારિતત્વનો પણ તવિશેષરૂપે જ ઉપન્યાસ છે.
આશય એ છે કે ગુરુકારિત અને સ્વયંકારિત જો વિધિકારિત ન હોય તો અવસ્થિત પક્ષ તેને ઉત્સર્ગથી પૂજનીયરૂપે સ્વીકારતો નથી, પરંતુ વિધિકારિત હોતે છતે ગુરુકારિત અને સ્વયંકારિત હોય તો તેને પૂજનીય રૂપે સ્વીકારે છે, તેથી અવસ્થિત પક્ષમાં ઉત્સર્ગથી વિધિકારિત જ પ્રતિમા પૂજનીય છે અને આથી જ=વિધિકારિત હોતે છતે ગુરુકારિત કે સ્વયંકારિત પ્રતિમા પૂજનીય છે, આથી જ, વિષયવિશેષના