________________
૧૧૯૪
પ્રતિમાશતક | શ્લોક : ૭૧ અદુષ્ટપણે કેમ તારા વડે જોવાતું નથી ? આ પણ જોવું જોઈએ=પ્રતિમાસ્થળમાં પણ એ પ્રમાણે સમાધાન જોવું જોઈએ. ઉપલક્ષણથી યોગાદિ ત્રણના ઉપલક્ષણથી અદ્વેષનું ગ્રહણ કરવું.
તદુવ7 થી તેમાં સાક્ષી આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
તે કહેવાયેલું છે=યોગ, આરાધન, શંસન અને અદ્વેષ વડે વિધિ હોવાથી ક્રિયામાં દોષ નથી, એમ જે પૂર્વે કહ્યું તે આ પ્રમાણે શ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહેવાયેલું છે.
વિધિસાર ... તમિ III શક્તિવાળો શ્રદ્ધાળુ જીવ અનુષ્ઠાનને વિધિસાર જ સેવે છે. દ્રવ્યાદિ દોષથી નિહત=ગાઢ પીડિત, પણ તેમાં વિધિમાં, પક્ષપાતને ધારણ કરે છે.
ધન્ના .... ધન રાા ધન્ય પુરુષોને વિધિનો યોગ હોય છે=વિધિ કરનારને અનુકૂળ પરિવારની સંપત્તિ હોય છે અને વિધિ પક્ષના આરાધક સદા ધન્ય છે પોતાના વડે જ વિધિનો નિર્વાહ કરનારા સદા ધન્ય છે, અને વિધિના બહુમાનવાળા ધન્ય છે=પોતે સમ્યગૂ વિધિનું સેવન કરી શકતા ન હોય તોપણ વિધિના બહુમાનવાળા છે માટે ધન્ય છે, અને વિધિપક્ષના અદૂષકો ધન્ય છે=વિધિ કરવાના અત્યંત બદ્ધ આગ્રહવાળા ન હોવા છતાં વિધિની પ્રરૂપણા સાંભળીને વિધિપક્ષને દૂષણ આપતા નથી, તેવા વિધિપક્ષના અદૂષકો ધન્ય છે.
સન્નસિદ્ધિના ... તૂરમાં રૂા આસન્નસિદ્ધિકોને સદાકાળ=હંમેશાં, વિધિનો પરિણામ હોય છે, અભવ્ય અને દુર્ભવ્ય જીવોને વિધિનો ત્યાગ અને અવિધિથી ભક્તિ હોય છે.
સર્વત્ર ... ફતવ્યમ્, રૂતિ શ્રાદ્ધવિથો | સર્વ ઠેકાણે સમ્યગ્ન વિધિ જાણવી અને સર્વ શક્તિથી પૂજાદિ પુણ્યક્રિયામાં સમ્યગૂ વિધિ કરવી અને વિધિના અંતે સર્વત્ર=સર્વ અનુષ્ઠાનમાં, અવિધિ આશાતના નિમિત્તે મિથ્યા દુષ્કત આપવું, એ પ્રમાણે શ્રાદ્ધવિધિ ગ્રંથ ગાથા-૬ની ટીકામાં કહેલું છે.
૦ તદુતં થી જે કહ્યું તેનો તિ શ્રાદ્ધવિધ સાથે અન્વય છે.
છે વિસારું ગાથા શ્રાદ્ધવિધિ ગ્રંથ ગાથા-૯ની ટીકામાં છે તે ધર્મરત્નપ્રકરણની ગાથા-૯૧મી છે. ભાવાર્થ :
શ્લોક-૭૦માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે વર્તમાનમાં વિધિથી કરાયેલ પ્રતિમા નથી, તેથી પ્રતિમાની પૂજાદિ ક્રિયા ધર્મરૂપ નથી. ત્યાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે જો તેમ સ્વીકારવામાં આવે તો વર્તમાનમાં સાધ્વાચારશ્રાવકાચાર આદિ સર્વ ક્રિયાઓ પણ ધર્મરૂપ સ્વીકારી શકાશે નહિ. તેનું સમાધાન આપતાં પૂર્વપક્ષી કહે છે –
યોગ, આરાધના, પ્રશંસા અને વિધિનો અદ્વેષ હોય તો તે ક્રિયા દોષરૂપ નથી, તેમ શાસ્ત્રમાં સ્વીકારેલ છે. માટે વર્તમાનમાં તેવા પ્રકારનો યોગ કે આરાધના ન હોય તોપણ વિધિનું બહુમાન હોય કે વિધિનો અદ્વેષ હોય તેવી ક્રિયા પણ ધર્મરૂપે માન્ય છે. માટે વર્તમાનમાં તેવી ક્રિયા કરનારો વર્ગ છે. તેથી ધર્મનો ઉચ્છેદ થશે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જે રીતે યોગાદિમાંથી કોઈક અંગ વડે તું ધર્મની ક્રિયામાં અદુષ્ટપણું સ્વીકારે છે તે રીતે તું પ્રતિમાસ્થળમાં પણ સદુશ કેમ જોતો નથી ? અર્થાત્ પ્રતિમાસ્થળમાં પણ તારે તેમ જ જોવું જોઈએ.