SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૧૦૧ ૧૫૩૫ જે અરૂપી એવા આનંદઘનરૂપ પદમાં ત્રણે કાળમાં થનારું સર્વ સુર-અસુરનું સુખ કલ્પનાથી એક રાશિ કરવામાં આવે તોપણ સિદ્ધના સુખના અનંતમા ભાગમાં ઘટનાને પામે નહિ, તેટલું અનંતાનંત સિદ્ધનું સુખ છે. સિદ્ધનું સુખ અનંતાનંત છે તે કેમ નક્કી થાય ? તેથી ઉદ્ધરણરૂપે આવશ્યકનિયુક્તિ ગાથા-૯૮૧-૯૮૨ આપેલ છે, તેનો ભાવ આ પ્રમાણે છે – આવશ્યકનિયુક્તિ ગાથા-૯૮૧માં કહેલ છે કે દેવોના સમૂહનું સુખ સર્વકાળના સમયોથી ગણવામાં આવે અને જે સુખ પ્રાપ્ત થાય, તે સુખના અનંતાનંત વર્ગો કરવામાં આવે, જેથી તે સંખ્યા ઘણી મોટી પ્રાપ્ત થાય, તોપણ સિદ્ધના સુખના સમાન થતી નથી. આનાથી એ ફલિત થાય છે કે બધા દેવોનું સર્વકાળનું સુખ એકઠું કરવામાં આવે તો પણ સિદ્ધના સુખના અનંતમા ભાગ જેટલું થતું નથી. આવશ્યકનિયુક્તિ ગાથા-૯૮૧માં પ્રથમ દેવોના સમૂહના સુખની કલ્પના કરીને સર્વ અદ્ધાથી તેને ગુણીને તેનાથી અનંતગણું સિદ્ધનું સુખ છે, તેમ બતાવ્યું. હવે આવશ્યકનિયુક્તિ ગાથા-૯૮૨માં સિદ્ધનું જે સુખ છે, તેનો ભાગાકાર કરીને ઘણું ન્યૂન કરવામાં આવે તો પણ લોક-અલોક આકાશપ્રદેશોની સંખ્યા કરતાં અધિક છે, તે બતાવતાં કહે છે – સિદ્ધના સુખની રાશિ=એક સમયમાં વર્તતા સુખનો સમૂહ, સર્વ અદ્ધાથી-કાળથી પિડિત કરવામાં આવે અર્થાત્ કોઈ આત્મા સિદ્ધ થાય તેના સિદ્ધાવસ્થાના સર્વકાળના સમયોની સંખ્યાથી તે સિદ્ધના સુખને ગુણવામાં આવે, તેટલું તે સિદ્ધના જીવનું સુખ કહેવાય. તે સુખને અનંતવર્ગથી ભાગવામાં આવે તો ઘણી નાની સંખ્યા થાય, તોપણ તે સિદ્ધનું સુખ લોકાકાશ અને અલોકાકાશના પ્રદેશોમાં સમાઈ શકે નહિ. આમ બતાવીને લોકાકાશ-અલોકાકાશ કરતાં અનંતગણું સિદ્ધનું સુખ છે, તેમ બતાવેલ છે. આવશ્યકનિયુક્તિ ગાથા-૯૮૧-૯૮૨ના આ કથનમાં સર્વ અદ્ધાનું પિંડન, અનંતવર્ગનું ભાજન અને સર્વ આકાશના પ્રમાણ સાથે સિદ્ધના સુખની તુલના કરી છે, તે વાસ્તવિક રીતે થઈ શકે નહિ; તોપણ સિદ્ધનું સુખ અનંતાનંત છે, તે બતાવવા માટે કહેલ છે. અહીં પ્રશ્ન થાય કે સિદ્ધના સુખનું સર્વ અદ્ધાથી પિંડન કેમ થઈ શકે નહિ ? તેથી કહે છે – કર્મની બાધાના ક્ષયથી થયેલા સુખાશોનું મેલન થઈ શકે નહિ અર્થાત્ જે ક્ષણમાં સિદ્ધનો આત્મા વ્યાબાધાના ક્ષયથી સિદ્ધ થાય તે વખતે જે સુખ થાય છે, તે સિદ્ધના સુખને સિદ્ધઅવસ્થાની પ્રાપ્તિથી માંડીને ઉત્તરની સર્વ ક્ષણોથી ગુણીને અનંતગણું કરવા માટે સિદ્ધના સુખને સર્વ અદ્ધાથી જે પિંડન કરેલ છે, તે વાસ્તવિક રીતે થઈ શકે નહિ; કેમ કે વ્યાબાધાના ક્ષયથી થયેલા સુખાંશો પ્રતિક્ષણ સિદ્ધના જીવોને અનુભવાતા છે, તોપણ તે સર્વનું મેલન થાય નહીં. ફક્ત સિદ્ધનું સુખ ઘણું અતિશયવાળું છે, તે બતાવવા માટે સિદ્ધના સુખાશોનું મેલન કરેલ છે. ૯ ૩est છે.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy