________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૯-૧૦૦
૧૫૨૭
આત્માને જોવાના કાર્ય સુધી અસ્મલિત જઈ શકે તેવા સામર્થ્યવાળો પણ નથી, તોપણ આ પ્રતિભજ્ઞાનથી સંચિત થયેલી શક્તિ કેવલજ્ઞાનની પૂર્વમાં થનારા પ્રાતિજજ્ઞાનનું કારણ બનશે. માટે પ્રતિમાના દર્શનથી થતા નિરાલંબનધ્યાનને પણ પ્રાતિજજ્ઞાન કહેલ છે.
જેમ – ક્ષપકશ્રેણીમાં જે શુક્લધ્યાન પ્રગટે છે, તેવું શુક્લધ્યાન ક્ષપકશ્રેણીની પૂર્વમાં નથી, તોપણ તે શુક્લધ્યાનના અંશ તુલ્ય શુક્લધ્યાન શુદ્ધ આત્મામાં તન્મય થનારા યોગીઓને પકશ્રેણી પૂર્વે પણ પ્રગટે છે; તેમ પ્રાતિજજ્ઞાન પણ ભાવિમાં થનારા મહાપ્રાતિજજ્ઞાનનું કારણ બને તેવું પૂર્વભૂમિકામાં પ્રગટે છે.
ભગવાનની પ્રતિમાના દર્શનથી જેમને પ્રમોદ થાય છે અને તેના કારણે ભગવાનના ગુણોમાં તન્મયતાને પામે છે, તેવા યોગીઓને વર્તમાનમાં પણ પ્રાતિજજ્ઞાન થાય છે, અને તેમાં યોગનો અનુભવ સાક્ષી છે અર્થાત્ નિરાલંબનયોગનો અનુભવ સાક્ષી છે. એથી માત્ર શબ્દોનો આડંબર અર્થ વગરનો છે અર્થાત્ ભગવાનની પ્રતિમાના દર્શનથી વર્તમાનમાં પ્રાતિજ્ઞાન થઈ શકે કે ન થઈ શકે ઇત્યાદિ વાણીની વિચારણા અર્થ વગરની છે; કેમ કે જ્યાં અનુભવ સાક્ષી હોય ત્યાં તેનો અપલાપ કરનારી વાણી કાંઈ સિદ્ધ કરી શકે નહિ. IIકલા અવતરણિકા : –
उक्तमेव भावयन्नभिष्टौति - અવતરણિકાર્ચ -
ઉક્તને જ ભાવ કરતાં=શ્લોક-૯૯માં કહેલ ભગવાનના બિબના દર્શનથી થતી અવસ્થાને જ, ભાવન કરતાં, ગ્રંથકારશ્રી પ્રતિમાની સ્તુતિ કરે છે – ભાવાર્થ :
શ્લોક-૯૯માં ગ્રંથકારશ્રીએ કહેલ કે તમારું બિંબ હૃદયમાં ધારણ કરાયે છતે અન્ય દેવોના બિંબમાં દેવપણાની બુદ્ધિ થતી નથી અને તમારું સાલંબનધ્યાન કર્યા પછી ક્રમે કરીને નિરાલંબનધ્યાન પ્રગટે છે. તે કથનને જ ભાવન કરતાં ગ્રંથકારશ્રી પ્રતિમાની સ્તુતિ કરે છે.
બ્લોક :
किं ब्रह्मैकमयी किमुत्सवमयी श्रेयोमयी किं किमु, ज्ञानानन्दमयी किमुन्नतिमयी किं सर्वशोभामयी । इत्थं किं किमिति प्रकल्पनपरैस्त्वन्मूर्तिरुद्वीक्षिता, किं शब्दातिगमेव दर्शयति सद्ध्यानप्रसादान्महः ।।१०।।