________________
૧૫૨૦
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૯ સર્વકર્મરહિત શુદ્ધ આત્મસ્વરૂપ છે, તેને અભિવ્યક્ત કરનાર યોગનિરોધકાળની ભગવાનની સિદ્ધ મુદ્રા છે, તેના અવલંબનથી તત્ત્વકાય અવસ્થાનું ધ્યાન કરવાનું છે. અને જેઓ કર્મકાય અવસ્થારૂપે પરમાત્માનું ધ્યાન કરે છે, તેઓને પુદ્ગલનાં બાહ્ય રૂપો પ્રત્યેનું આકર્ષણ નષ્ટ થાય છે. તેથી જગતમાં અન્ય કોઈનાં રૂપોને જોવાની મનોવૃત્તિ થતી નથી, પરંતુ સર્વ ગુણોથી અને સર્વ સમૃદ્ધિઓથી યુક્ત ભગવાનનું રૂપ જ તેઓને ચક્ષુ સામે દેખાય છે, અને ત્યારપછી તે મહાત્મા પરમાત્માની તત્ત્વકાય અવસ્થાથી પરમાત્માનું ધ્યાન કરે છે ત્યારે તેઓને શુદ્ધ આત્માનું પારમાર્થિક સ્વરૂપ ચક્ષુ સામે દેખાય છે, જેમાં મગ્ન થઈને તેઓ પરમસુખને અનુભવે છે.
ભગવાનની કર્મકાય અવસ્થાનું ધ્યાન કેવી રીતે કરવું, તે ષોડશક-૧૫, શ્લોક-૨-૩-૪માં બતાવ્યું, તેનો ભાવ આ પ્રમાણે છે –
* ત્રણ છત્ર અને કલ્પવૃક્ષની નીચે ભગવાન સિંહાસનમાં બેઠેલા છે, ક દેશના વડે જીવોના હિત માટે પ્રવૃત્ત છે, * ચક્ષુને અત્યંત રમણીય લાગે તેવું કાંત તેમનું સ્વરૂપ છે, * સંસારી જીવોને જે સર્વ આધિઓ છે, તેના માટે ભગવાનના સ્વરૂપનું દર્શન પરમ ઔષધ છે.
*ભગવાનનું રૂપ અવ્યાહત હણાય નહિ તેવી સર્વ સંપત્તિઓનું બીજ છે અર્થાતુ ક્યારેય નાશ ન પામે તેવી ગુણસંપત્તિઓનું અને સિદ્ધઅવસ્થારૂપ આત્મસંપત્તિઓનું બીજ છે; કેમ કે પરમાત્માના સ્વરૂપને જોઈને તન્મય થયેલ જીવ વીતરાગ સર્વજ્ઞ બને છે, અને આત્માની ક્યારેય નાશ ન પામે તેવી પૂર્ણ સંપદાને પામે છે, તેનું કારણ ભગવાનનું રૂપ છે.
ચક્રાદિ લક્ષણોથી યુક્ત છેપુરુષમાં સંભવિત સર્વોત્તમ ૧૦૦૮ લક્ષણોથી યુક્ત છે.
* સર્વોત્તમ પુણ્યથી નિર્માણ થયેલું છે અર્થાત્ જગતમાં જીવોની જે પુણ્યપ્રકૃતિનું ફળ છે, તેમાં જે સર્વશ્રેષ્ઠ પુણ્ય છે, તેનાથી નિર્માણ થયેલું ભગવાનનું સ્વરૂપ છે.
* ભગવાનનું આવું શ્રેષ્ઠ સ્વરૂપ ભવ્ય જીવોના નિર્વાણનું કારણ છે. * ભગવાનનું સ્વરૂપ અગ્ર=જગતના સર્વ જીવો કરતાં શ્રેષ્ઠ છે.
* અતુલ માહાસ્યવાળું છે અર્થાત્ અન્ય જીવોનું રૂપ તો બીજાને મોહધારાની વૃદ્ધિ કરીને અહિત કરવાનું કારણ બને, જ્યારે ભગવાનનું સર્વશ્રેષ્ઠ પુણ્યથી પ્રાપ્ત થયેલું સ્વરૂપ અનેક જીવોના કલ્યાણનું કારણ બને તેવું અતુલ માહાલ્યવાળું છે.
* દેવો અને સિદ્ધયોગીઓ દ્વારા વંદ્ય ભગવાનનું સ્વરૂપ છે. * જગતમાં જેટલા શ્રેષ્ઠ શબ્દો છે, તે સર્વશ્રેષ્ઠ શબ્દોથી વાચ્ય ભગવાનનું સ્વરૂપ છે. હવે શ્લોકના ત્રીજા અને ચોથા પાદનો અર્થ કરે છે –