________________
૧૫૧૮
પ્રતિમાશતક / શ્લોક : ૯૯ "सर्वजगद्धितमनुपममतिशयसन्दोहमृद्धिसंयुक्तम् । ध्येयं जिनेन्द्ररूपं सदसि गदत्तत्परं चैव" ।।१।। "सिंहासने निविष्टं छत्रत्रयकल्पपादस्याधः । सत्त्वार्थसंप्रवृत्तं देशनया कान्तमत्यन्तम्" ।।२।। "आधीनां परमौषधमव्याहतमखिलसंपदां बीजम् । चक्रादिलक्षणयुतं सर्वोत्तमपुण्यनिर्माणम्" ।।३।। “निर्वाणसाधनं भुवि भव्यानामग्र्यमतुलमाहात्म्यम् ।
સુરસિદ્ધયોવિન્દ વરેષશમધેયં ” માજા [ષોડશ- .-૨-૩-૪] રૂતિ ! ટીકાર્ય :
તતઃ નિવૃત્વ, ત્યારપછી તમારા બિબના આલંબનના ધ્યાન પછી, તમારા રૂપનું સ્મરણ કરાયે છતે ધ્યાન કરાવે છતે, જગતમાં રૂપમાત્રની પ્રથા થતી નથી અર્થાત્ રૂપમાત્રને જોવાનો ભાવ થતો નથી; કેમ કે તેનાથી તમારા રૂપથી, સર્વના રૂપોનું નિકૃષ્ટપણું છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાનના રૂપથી સર્વના રૂપો નિકૃષ્ટ કેમ છે ? તેથી કહે છે – સર્વોત્તેરૈવ ... છેવત્તા અને સર્વોત્કૃષ્ટપણાથી જ ભગવાનના રૂપનું ધ્યેયપણું છે.
તલતું: - તેને સર્વોત્કૃષ્ટ એવું ભગવાનનું રૂપ ધ્યેય છે તેને, ષોડશક-૧૫, શ્લોક-૧-૨-૩-૪માં કહે છે –
સર્વનાવિદ્ધતમ્ ..... રેવ" ને “સર્વ જગતને હિતકારી, અનુપમ, અતિશયના સમૂહવાળું, ઋદ્ધિઓથી સંયુત, સભામાં બોલતા=સમવસરણમાં ઉપદેશ આપતા જિનેન્દ્રનું રૂપ ધ્યેય છે. અને તેનાથી પર=ઉપરમાં કહેલ કર્મકાય અવસ્થાવાળા જિનેન્દ્રના રૂપથી પર, તત્ત્વકાય અવસ્થાવાળા=મુક્તિસ્થ એવા જિનેન્દ્રનું રૂપ ધ્યેય છે.”
જિનેન્દ્રનું કર્મકાય અવસ્થાવાળું અને તત્ત્વકાય અવસ્થાવાળું રૂ૫ ધ્યેય છે, તેમ ષોડશક-૧૫, શ્લોક-૧થી બતાવ્યું. હવે તે બે અવસ્થામાંથી કર્મકાય અવસ્થાવાળા જિનેન્દ્રનું ધ્યાન કેવા સ્વરૂપે કરવાનું છે ? તે ષોડશક-૧૫, શ્લોક-૨-૩-૪થી સ્પષ્ટ કરે છે –
“સિહાસને ..... અત્યન્તમ્” | આધીન .... પુષ્યનિર્મા” નિર્વાસાયને .... મધેયં " | તિ !
ત્રણ છત્ર અને કલ્પવૃક્ષની નીચે સિહાસનમાં બેઠેલા, દેશના વડે જીવોના કલ્યાણ માટે સંપ્રવૃત્ત, અત્યંત કાંત, આધિઓનું=સંસારી જીવોની માનસિક પીડાઓનું, પરમ ઔષધ, અવ્યાહત=ન હણાય એવી અખિલ સંપદાનું બીજ, ચક્રાદિ લક્ષણોથી યુક્ત, સર્વોત્તમ પુણ્યથી નિર્માણ થયેલું, પૃથ્વીમાં ભવ્ય જીવોના નિર્વાણનું સાધન, અચ્ય=પ્રધાન,