________________
૧૪૯૩
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૬ ટીકાર્ચ -
વં..... પરમથર્મત્વાન્ ! આ રીતે પ્રસ્તુત ગ્રંથના પ્રારંભથી માંડીને અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, તય-વૈગમાદિ તયો, ભંગા=સંયોગો, હેતુઓ=ઉત્કૃષ્ણદિ અપેક્ષાએ દશ, પાંચ આદિ એક અવયવવાળા વાક્યોરૂપ હેતુઓ, તેનાથી ગહનગંભીર એવા માર્ગમાં અર્થાત્ પ્રસ્તુત ગ્રંથ દ્વારા બોધ કરવા યોગ્ય એવા યોગમાર્ગમાં, સ્વેચ્છાથી ઉધમ કરતાં=સ્વ ઉભેક્ષિત એવા બોધથી ઉધમ કરતાં, મુગ્ધોની મનીષા=બુદ્ધિ, સુગુરુની કરુણા વગર ઉન્મેષ પામતી નથી=નિરાકાંક્ષપણાથી વિશ્રામ પામતી નથી. તે કારણથી પૂર્વમાં કહ્યું કે સુગુરુની કરુણા વગર મુગ્ધોની બુદ્ધિ ઉન્મેષ પામતી નથી તે કારણથી, સદ્ગુરુના ચરણકમળમાં મધુકર છતાં ગુરુઆજ્ઞામાત્રવર્તી છતાં, સ્વબળનેકસ્વયોગ્યતારૂપ બળને, જાણતા એવા (સુકૃતીઓ=સુજ્ઞજનો) ગૃહસ્થ દ્રવ્યથી અને સાધુ ભાવથી તીર્થકરોની સેવા કરો; કેમ કે યથાધિકાર ભગવાનની ભક્તિનું દ્રવ્યસ્તવ અને ભાવાસ્તવમાંથી જે પુરુષની જે યોગ્યતા હોય તેને અનુરૂપ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ કરવારૂપ ભગવાનની ભક્તિનું, પરમધર્મપણું છે.
અહીં શ્લોકમાં કહેલ સંવિદ્વાન: શબ્દનો નાનનું પર્યાયવાચી શબ્દ મૂક્યો, તે જોઈને કોઈને ભ્રમ થાય કે સંવવાન: શબ્દ આત્મપદનું વર્તમાન કૃદંત છે. તે ભ્રમના નિવારણ માટે કહે છે –
પરઐવિનઃ એવોચ્ચમ્ પરસ્મપદના પ્રત્યયનું આ રૂપ છે=“સંવિધાનઃ' એ રૂપ છે. કોની જેમ છે તે બતાવે છે –
‘પરમશ્વિમવિદ્યાનસ્ય' આ પ્રકારે આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ અવ્યયોગવ્યવચ્છેદાáિશિકામાં શબ્દપ્રયોગ કર્યો છે, અને સ્યાદ્વાદમંજરી ટીકાકારે એવો ખુલાસો કર્યો છે કે અસંવિધાન પ્રયોગમાં ‘સવિ ધાતુને પરસ્મપદનો શીલ અર્થમાં ‘શન' પ્રત્યય લાગ્યો છે. તેની જેમ અહીં જ=પ્રસ્તુત શ્લોકમાં “સંવિધાનઃ' એ પ્રયોગમાં પરસ્મપદનો શીલ અર્થમાં ‘શાન પ્રત્યય લાગ્યો છે. ભાવાર્થ
ભગવાનની પ્રતિમા પૂજનીય છે, તેનું સ્થાપન કરવા માટે પ્રસ્તુત ગ્રંથમાં અનેક શાસ્ત્રવચનો અને અનેક યુક્તિઓ બતાવેલ છે. વળી પ્રાસંગિક દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો પંચવસ્તુગત અધિકાર ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં નિબદ્ધ કરેલ છે. આ સર્વ કથન અનેક નયષ્ટિકોણોથી અનેક ભાગાઓથી અને ઉત્કૃષ્ટાદિ અપેક્ષાએ દશ, પાંચ આદિ એક અવયવવાળા હેતુવાક્યોથી ગહન છે.
આશય એ છે કે મંદબુદ્ધિવાળા જીવોને બોધ કરાવવા અર્થે ઉત્કૃષ્ટથી દશ અવયવવાળાં વાક્યો આવશ્યક છે, મધ્યમ બુદ્ધિવાળાને બોધ કરાવવા અર્થે પાંચ અવયવવાળાં વાક્યો આવશ્યક છે અને પટુબુદ્ધિવાળાને બોધ કરાવવા અર્થે માત્ર હેતુના કથનરૂપ એક અવયવવાળું વાક્ય, બે અવયવવાળું વાક્ય આદિ યથાસંયોગ પ્રમાણે આવશ્યક છે.
આ પ્રકારે નય, ભંગ અને અવયવોથી ગંભીર દ્રવ્યસ્તવ અને ભાવસ્તવને કહેનારા આ માર્ગના પરમાર્થને જાણવા માટે પોતાની મતિ પ્રમાણે મુગ્ધ જીવો પ્રયત્ન કરતા હોય, તો શબ્દોથી સામાન્ય બોધ