________________
પ્રતિમાશતક | શ્લોક : ૫
૧૪૮૯
એવી કર્મની ઉપાધિનું વિગમન થાય, ત્યારે તે જીવનું ચિત્ત અને તે જીવની ક્રિયા ઉભય લક્ષ્ય તરફ જઈ શકે તેવા બને છે, અને તેવા જીવો લક્ષ્યને અનુરૂપ ચિત્તને પ્રવર્તાવવા માટે અનુષ્ઠાનોમાં યત્ન કરતા હોય ત્યારે દ્રવ્યાસ્તિકનયથી અને પર્યાયાસ્તિકનયથી ધર્મનું લક્ષણ સંગત થાય છે. તેથી કોઈ જીવો ભગવાનની પૂજાની ક્રિયા કરતા હોય તે વખતે તેમનું ચિત્ત વીતરાગગામી ઉપયોગવાળું હોય, અને તેમની દ્રવ્યસ્તવની ક્રિયા વીતરાગગામી ઉપયોગને પુષ્ટ કરે તેવી હોય, તો તે દ્રવ્યસ્તવમાં પર્યાયાસ્તિકનયથી અને દ્રવ્યાસ્તિકનયથી ધર્મનું લક્ષણ સંગત થાય છે.
વળી કોઈ મુનિભગવંત ભગવાનના વચનનું સ્મરણ કરીને સર્વ ચારિત્રની ઉચિત ક્રિયા કરતા હોય ત્યારે તેમનું ચિત્ત સંયમની ક્રિયાકાળમાં વીતરાગગામી છે, અને સંયમની તે તે ક્રિયા વીતરાગના વચનથી નિયંત્રિત થઈને પ્રવર્તતી હોવાથી વીતરાગગામી ચિત્તની ઉપષ્ટભક બને છે. તેથી તે ચારિત્રની ક્રિયામાં પણ ઉભય ઉપાધિના વિગમનથી પ્રવૃત્તિ થાય છે, માટે તેમાં ધર્મનું લક્ષણ ઉભયનયથી સંગત થાય છે. તેથી દ્રવ્યસ્તવમાં ધર્મ નથી અને ચારિત્રમાં ધર્મ છે, એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન, જેટલી ઉપાધિનું વિગમન થાય છે, તેટલો ધર્મ છે, એ પ્રકારના ધર્મના લક્ષણથી પણ સંગત નથી.
વળી આ કથનની પુષ્ટિ કરવા માટે આચારાંગસૂત્રનો તે વંતા.. પાઠ આપેલ છે, તેનાથી પણ એ પ્રાપ્ત થાય છે કે જે પશ્યક છેeતત્ત્વને જોનારા છે, તેઓ પોતાની ભૂમિકા અનુસાર દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરતા હોય કે ચારિત્રની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે વીતરાગગામી ઉપયોગના બળથી અને વીતરાગગામી ઉપયોગને ઉપષ્ટભક એવી દ્રવ્યસ્તવની ક્રિયાથી કે ચારિત્રની ક્રિયાથી ક્રોધને, માનને, માયાને અને લોભને વમન કરે છે. તેથી તેઓની તે ક્રિયા ધર્મરૂપ છે. ઉત્થાન :
શ્લોક-૯૩થી પૂજા પુણ્યરૂપ છે, ધર્મરૂપ નથી, અને ચારિત્ર ધર્મરૂપ છે; એ પ્રકારના અન્યના મતનું નિરૂપણ કરીને અત્યાર સુધી તેનું ગ્રંથકારશ્રીએ નિરાકરણ કર્યું. હવે તે સર્વ કથનનું નિગમન કરતાં કહે છે – ટીકા :
'द्रव्यस्तवे तदिह भक्तिविधिप्रणीते, पुण्यं न धर्म इति दुर्मतीनां कुबुद्धिः । तत्तत्रयैस्तु सुधियां विविधोपदेशः, संक्लेशकृद् यदि जडस्य किमत्र चित्रम्' ।।१।। 'अधर्मः पूजेति प्रलपति स लुम्पाकमुखरः, श्रयन् मिश्रं पक्षं तमनुहरते पाशकुमतिः । विधिभ्रान्तः पुण्यं वदति तपगच्छोत्तमबुधाः, સુથાસારાં વાઘનમિદ્રથતિ થ દ્યયમ્' iારા રૂતિ ગાઉ