________________
૧૪૮૭
પ્રતિમાશતક | શ્લોક: ૫
આ રીતે અત્યાર સુધી સ્પષ્ટતા કરી કે દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય બંને નયથી પૂજામાં ધર્મના લક્ષણની સંગતિ થાય છે એ રીતે “ક્રિયાનો હેતુ પુષ્ટિ-શુદ્ધિવાળું ચિત્ત ધર્મ છે,’ એ પ્રકારનું પૂજ્ય આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે કરેલું ધર્મનું લક્ષણ અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દોષથી રહિત હોવાથી અકલંકિત છે. વળી આ લક્ષણ જેમ સામાયિક, ચારિત્ર આદિમાં ઘટે છે તેમ દ્રવ્યસ્તવમાં પણ સંગત થાય છે, તેથી સર્વત્ર જનારું એવું આ ધર્મનું લક્ષણ સંપૂર્ણ નિરવદ્ય છે.
વળી પૂજ્ય આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે કરેલા ધર્મના અર્થને જાણવા માટે, ‘ધર્મેશ્વપ્રમવ:' ષોડશક-૩-૨ ઇત્યાદિ ષોડશક ગ્રંથ, અને પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે કરેલી ષોડશકની યોગદીપિકા' નામની વૃત્તિનું અનુસરણ કરવું જોઈએ. ષોડશક-૩-૨ સંપૂર્ણ શ્લોક આ પ્રમાણે છે –
धर्मश्चित्तप्रभवो, यतः क्रियाधिकरणाश्रयं कार्यं । - મત્તવિતરણનુ, પુટ્યામિ વિવઃ m [ષોડશ રૂ/ર કન્નો.) વિશેષાર્થ :
અહીં વિશેષ એ છે કે ‘ધર્મેશ્વત્તપ્રમવ:' એ ષોડશકના ૩-૨ શ્લોકના પૂર્વાર્ધથી માર્ગાનુસારી ધર્મને લક્ષ્ય તરીકે બતાવેલ છે, અને ૩/૨ શ્લોકના ઉત્તરાર્ધથી ધર્મનું લક્ષણ કરેલ છે. તેનો અર્થ આ પ્રમાણે છે –
ધર્મ એ માનસ આશયથી ઉત્પન્ન થનારો છે, પરંતુ સંમૂર્છાિમ જીવોની જેમ ક્રિયામાત્રરૂપ નથી, અને જે ધર્મથી ક્રિયા કરનાર પુરુષમાં ભવનિર્વેદ આદિ કાર્યો થાય છે, તે ધર્મ લક્ષ્ય છે. તેથી એ ફલિત થાય છે કે ધર્મ કરનાર પુરુષ આ ક્રિયા સેવીને “મારે ભવના ભાવોથી આત્માને બહાર કાઢવો છે અને અસંગભાવોને અભિમુખ એવા મારા આત્માને સંપન્ન કરવો છે', એવા આશયથી ક્રિયા કરે, અને જે ક્રિયા દ્વારા અપેક્ષિત ભાવો પોતે કરી શકે તેમ હોય તે ક્રિયાનું આલંબન લઈને ક્રિયામાં પ્રવૃત્તિ કરે, તો તેના ચિત્તના વ્યાપારથી ભવનિર્વેદાદિ કાર્યો તેના આત્મામાં પ્રગટે છે. આ ધર્મને લક્ષ્ય કરીને ગ્રંથકારશ્રીએ ષોડશક શ્લોક-૩-૨ના ઉત્તરાર્ધથી ધર્મનું લક્ષણ કરેલ છે કે મલના વિગમનથી પુષ્ટિ-શુદ્ધિવાળું એવું જે ચિત્ત છે, તે ધર્મ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે જે ચિત્ત ક્રિયાનો હેતુ છે અને ક્રિયાકાળમાં યોગમાર્ગ પ્રત્યેના રાગવાળું હોવાથી પુણ્યાનુબંધિપુણ્ય બાંધે છે, અને યોગમાર્ગનાં પ્રતિબંધક કર્મો તે ક્રિયાકાળમાં વર્તતા ચિત્તથી નાશ પામે છે. તેવા ચિત્તથી આત્મામાં ઘાતિકર્મના વિગમનથી શુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેથી મલવિગમન દ્વારા પુષ્ટિ-શુદ્ધિવાળું એવું જે ચિત્ત છે, તે ક્રિયા પ્રત્યે હેતુ છે, અને તેવું ચિત્ત તે ધર્મ છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે પૂજ્ય આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે કરેલું ધર્મનું લક્ષણ સર્વત્ર સંગત થાય છે અર્થાત્ દ્રવ્યસ્તવમાં અને ચારિત્રમાં સર્વત્ર સંગત થાય છે. માટે જેમ પૂર્વપક્ષીને ચારિત્ર ધર્મરૂપે માન્ય છે, તેમ પૂજ્ય આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજના ષોડશક-૩-૨માં કરેલ ધર્મના લક્ષણથી દ્રવ્યસ્તવને પણ પૂર્વપક્ષીએ