________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૫
૧૪૭૫
આનાથી એ પ્રાપ્ત થાય કે મોક્ષને અનુકૂળ કર્મના વિગમનથી થયેલી આત્માની શુદ્ધ પરિણતિરૂપ જે ભાવ, તેને ગ્રહણ કરનાર, અને તે પરિણતિમાં પણ પરાકાષ્ઠાને પામેલી એવી પરિણતિને સ્વીકારનાર, એવંભૂતનય છે. તે એવંભૂતનય અહીં નિશ્ચયનયથી અભિમત છે, અને તે નિશ્ચયનયને અભિમત શુદ્ધ ધર્મ ચૌદમાં ગુણસ્થાનકના ચરમ સમયમાં છે.
વળી જે નિશ્ચયનયની વિચારણા કરતા હોઈએ, તેની સાથે તે નયનો પ્રતિપક્ષ એવો વ્યવહારનય પણ ગ્રહણ કરવામાં આવે તો નિશ્ચય અને વ્યવહારથી પૂર્ણ ધર્મના સ્વરૂપનું જ્ઞાન થાય. એ પ્રકારના નિયમ પ્રમાણે અહીં શૈલેશીના ચરમ સમયે શુદ્ધ ધર્મ સ્વીકારનાર નિશ્ચયનય છે, તેનો પ્રતિપક્ષ એવો વ્યવહારનય શૈલેશીના ચરમ સમયની પૂર્વે પણ ધર્મ સ્વીકારે છે; કેમ કે શૈલેશીના ચરમ સમય પૂર્વનો ધર્મ શૈલેશીના ચરમ સમયનું કારણ છે. તેથી વીતરાગત્યમાં પણ=સંપૂર્ણ નિરપેક્ષ થવાને અનુકૂળ વ્યાપારરૂપ વીતરાગકૃત્યમાં પણ, વ્યવહારનયથી પરિણતિરૂપ ધર્મની પ્રાપ્તિ છે.
વળી દ્રવ્યસ્તવમાં વીતરાગકૃત્ય નથી, કેમ કે ત્રણ ગુપ્તિના સામ્રાજ્યરૂપ સર્વવિરતિ નથી, તેથી પરિણતિરૂપ ભાવગ્રાહક કાષ્ઠા પ્રાપ્ત એવંભૂતરૂપ નિશ્ચયનયના પ્રતિપક્ષભૂત એવા વ્યવહારનયથી પરિણતિરૂપ ધર્મની પ્રાપ્તિ દ્રવ્યસ્તવમાં નથી, તોપણ પ્રસ્થક દૃષ્ટાંતથી ભાવિત વિચિત્ર નૈગમનની પ્રવૃત્તિથી દ્રવ્યસ્તવમાં પરિણતિરૂપ ધર્મની પ્રાપ્તિ છે; કેમ કે પ્રસ્થક દૃષ્ટાંતથી દૂરવર્તી કારણમાં પણ તે કૃત્ય કરવાનો વ્યવહાર છે. તેથી શૈલેશીના ચરમસમયમાં રહેલ પરિણતિરૂપ ધર્મની દૂરવર્તી કારણતા દ્રવ્યસ્તવમાં હોવાથી દ્રવ્યસ્તવમાં પણ પરિણતિરૂપ ધર્મનો સ્વીકાર થાય છે એમ ગ્રંથકારે પૂર્વમાં સ્થાપન કર્યું.
વળી શૈલેશીના ચરમ સમયમાં ધર્મ સ્વીકારનાર નિશ્ચયનયે કુર્વદુરૂપત્ની હેતુતા સ્વીકારી છે અર્થાત્ મોક્ષરૂપ કાર્યને જે તરત કરે એવા ધર્મમાં કુર્વદુરૂપત્વ છે, અને જેમાં કુવંરૂપત્વથી ધર્મ હોય તે ધર્મ મોક્ષનો હેતુ છે અન્ય નહિ, એ પ્રમાણે સ્વીકારીને શૈલેશીના ચરમ સમયે નિશ્ચયનય શુદ્ધ ધર્મ સ્વીકારે છે, તેનું કારણ ઋજુસૂત્રનયરૂપ જે વૃક્ષ છે, તેની પ્રશાખારૂપ એવંભૂતનય છે. તેથી શૈલેશીના ચરમ સમયમાં એવંભૂતનય ધર્મ સ્વીકારે છે, તેની પૂર્વે નહિ.
આશય એ છે કે સાત નયો છે, તે સાતે નયોમાં ઋજુસૂત્રનયથી પર્યાયાસ્તિક નયનો પ્રારંભ છે અને પર્યાયાસ્તિક નય પ્રમાણે આત્મામાં વર્તતી મોક્ષને અનુકૂળ એવી પરિણતિરૂપ ભાવ એ ધર્મ છે, અન્ય નહિ. ઋજુસૂત્રાદિ ચાર નયોમાં એવંભૂતનય અતિશુદ્ધ છે, તેથી એવંભૂતનય અનંતર ક્ષણમાં જે ધર્મ મોક્ષરૂપ કાર્ય કરે તેવા ધર્મને ધર્મરૂપે સ્વીકારે છે, અન્ય ધર્મને નહિ, માટે એવંભૂતનય કુર્વપત્વથી ધર્મની હેતુતા સ્વીકારે છે.
અહીં મૂળને ..... સંમતિ-૧/પની જે સાક્ષી આપી તેનો ભાવ આ પ્રમાણે છે –
પર્યાયાસ્તિકનયનો આદિ આધાર ઋજુસૂત્રનય છે, માટે ઋજુસૂત્રનય તરુસ્થાનીય છે અને તેની શાખા શબ્દાદિ નયો છે અને તેની પ્રશાખા એવંભૂતનય છે, તેથી ગ્રંથકારશ્રીએ કહ્યું કે ઋજુસૂત્ર વૃક્ષની પ્રશાખારૂપ એવંભૂતનય છે.