________________
પ્રતિમાશતક | શ્લોક : ૫
૧૪૬૭ વીતરાગકૃત્યરૂપે જણાય છે, અને તે વીતરાગકૃત્ય પણ કોઈક અંશથી સરાગકૃત્યરૂપે જણાય છે. તેથી સરાકૃત્યને કે વીતરાગકૃત્યને મિશ્રનયથી ધર્મરૂપે પણ કહી શકાય અને પુણ્યરૂપે પણ કહી શકાય. તેથી શદ્ધનયના અભિનિવેશથી સ્વીકારાયેલા વચનના મૂળનું ઉત્પનન નિશ્ચયનયના અંગભૂત એવા વ્યવહારનયથી થાય છે.
એક નયના અભિનિવેશનું અન્ય નયની વિચારણા દ્વારા મૂળથી ઉખનન કેમ થાય છે ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે --
જન્મવંgિણ પુvUવંgg" ઇત્યાદિ ભગવતીસૂત્રના વચનમાં શ્રુત, ચારિત્રરૂપ ધર્મને સ્વીકાર્યો અને તેનું ફળ શુભકર્મરૂપ પુણ્ય છે, તેમ બતાવ્યું. આથી જ વૃત્તિકારે કહ્યું કે ધર્મેન્દ્રવિણમાં સાધનની ઇચ્છા છે અને પુરમાં તેના ફળભૂત શુભકર્મની ઇચ્છા છે.
આનાથી એ ફલિત થયું કે જે શ્રુત, ચારિત્રરૂપ ધર્મ પુણ્યફળવાળો છે, તે પુણ્યફળવાળા શ્રત, ચારિત્રરૂપ ધર્મને શુદ્ધનયની દૃષ્ટિથી ધર્મ કહી શકાય નહિ; કેમ કે શુદ્ધનય વીતરાગકર્મને જ ધર્મ સ્વીકારે છે. આમ છતાં શુદ્ધનયરૂપ જે નિશ્ચયનય, તેના અંગભૂત એવો જે વ્યવહારનય તે વ્યવહારનય અશુદ્ધનય છે, અને શ્રુત, ચારિત્રનું ફળ પુણ્ય છે, તે ફળને આપનાર એવા તેના સાધનભૂત શ્રુત-ચારિત્રને પુણ્યકર્મ ન કહેતાં તે અશુદ્ધનય ધર્મકૃત્ય કહે છે. આથી ‘ધર્મgણ'માં પુણ્યના સાધન એવા શ્રુત-ચારિત્રની ઇચ્છા કરી અને ‘TUળવંgિણ'માં તે ધર્મના ફળરૂપ પુણ્યની ઇચ્છા કરી. તેથી ફલિત થાય છે કે પુણ્યબંધના કારણભૂત એવા પણ શ્રુત-ચારિત્રને ધર્મકૃત્ય કહી શકાય. આથી ભગવાનની પૂજા પુણ્યફળવાળી હોય તોપણ ધર્મકૃત્ય કહી શકાય, અને શ્રુતચારિત્ર પણ પુણ્યફળવાળું હોય તોપણ ધર્મકૃત્ય કહી શકાય; અને શુદ્ધનયથી વિચારીએ તો જેમ પુણ્યફળવાળી પૂજા ધર્મ ન કહી શકાય, પણ પુણ્યકર્મ કહી શકાય, તેમ જે શ્રત, ચારિત્રની ક્રિયા પુણ્યફળવાળી હોય તેને ધર્મ ન કહી શકાય, પરંતુ પુણ્યકર્મ કહી શકાય. આમ છતાં અશુદ્ધનય તેને ધર્મરૂપે સ્વીકારે છે, માટે એક નયના અભિનિવેશનું અન્ય નયની વિચારણાથી ઉખનન થાય છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવતીના પાઠમાં ધર્મની કાંક્ષા અને તેના ફળરૂપ પુણ્યની કાંક્ષા બતાવી, અને ઇત્યાદિ શબ્દથી સ્વર્ગની કાંક્ષા અને મોક્ષની કાંક્ષા ભગવતીમાં બતાવી છે. તેથી શ્રત, ચારિત્ર ધર્મ પાળનારાને તેના ફળરૂપે પુણ્યની કાંક્ષા અને પુણ્યની કક્ષાના ફળરૂપે સ્વર્ગની કક્ષા કરવાનું કેમ કહ્યું? વસ્તુતઃ આત્મકલ્યાણ અર્થે મોક્ષની કાંક્ષા કરવી જોઈએ, અને મોક્ષના ઉપાયરૂપે નિર્જરાની કક્ષા કરવી જોઈએ, એમ કહેવું જોઈએ. તેના બદલે શ્રુત, ચારિત્રધર્મના સેવનના ફળરૂપે પુણ્યની કાંક્ષા અને સ્વર્ગની કાંક્ષા કેમ બતાવી ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
જેમ કટુ ઔષધ હોય તો બાળક પીવા તૈયાર ન થાય ત્યારે પ્રથમ તેને ગોળ આપવામાં આવે, અને પછી કહેવામાં આવે કે ફરી તને ગોળ આપું છું, તેથી તે મોટું ઉઘાડે ત્યારે ગોળના સ્થાને કટુ ઔષધ તેને પીવડાવવામાં આવે, ત્યારે ગુડજિલ્વિકા ન્યાયનો પ્રયોગ કરાય છે. તેમ મોક્ષના અર્થી જીવોને મોક્ષનો