________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૩ :
૧૪૪૯ તેમનું ચારિત્ર મોક્ષનું કારણ નથી, અને અમે તો જે ચારિત્ર નિર્નિદાનપૂર્વક કરાય છે, તેને ધર્મકૃત્ય કહીએ છીએ. તેથી અવંતિસુકમાલનું ચારિત્ર ધર્મકૃત્ય નથી, પરંતુ પુણ્યકર્મ છે. તેથી અમારા અનુમાનમાં અપાયેલો હેતુ વ્યભિચારી થશે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
નિર્નિદાનતા અંશમાં જે અબ્રાંત હોય તેઓ વડે સ્વર્ગાદિ કામનાથી કરાયેલું અનુષ્ઠાન પુણ્યકર્મ છે, તેમ સ્વીકારશો તો વિશેષ્ય અંશની સિદ્ધિ થશે નહિ=નિર્નિદાનતા અંશમાં અભ્રાંત એવા પુરુષ વડે સ્વર્ગાદિ કામનાથી કરાય તેને હેતુ સ્વીકારીએ તો “સ્વર્ગાદિ કામના કરણરૂપ' વિશેષ્ય અંશની અસિદ્ધિ થશે.
કેમ વિશેષ્ય અંશની અસિદ્ધિ થશે ? તેમાં યુક્તિ આપે છે – જેઓ નિર્નિદાનતા અંશમાં અભ્રાંત છે, તેવા પુરુષો જિનાર્યાદિ સ્વર્ગ માટે કરતા નથી, પરંતુ મોક્ષ માટે જ કરે છે.
આશય એ છે કે જેઓ નિર્નિદાનતા અંશમાં ભ્રાંતિવાળા છે, તેઓ અવંતિસુકુમાલની જેમ સ્વર્ગ માટે ચારિત્ર પાળે છે, તેમ નિર્નિદાનતા અંશમાં ભ્રમવાળા પુરુષો સ્વર્ગ માટે જિનાર્યાદિ કરે; પરંતુ જેઓને નિર્નિદાનતા અંશમાં ભ્રમ નથી, તેઓ જેમ ચારિત્ર મોક્ષ માટે જ પાળે છે, તેમ નિર્નિદાનતા અંશમાં ભ્રમ વગરના શ્રાવકો જિનાર્યાદિ પણ મોક્ષ માટે જ કરે છે. માટે પૂર્વપક્ષીએ અનુમાન કરેલ કે જિનાર્યાદિ ધર્મકૃત્ય નથી, પરંતુ પુણ્યકર્મ છે, અને તેમાં હેતુ કહેલ કે નિર્નિદાનતા અંશમાં અભ્રાંત પુરુષો વડે સ્વર્ગાદિ કામનાથી કરણ છે, એ કથનમાં સ્વર્ગાદિ કામનાથી કરણરૂપ વિશેષ્ય અંશની અસિદ્ધિ છે; કેમ કે નિર્નિદાનતા અંશમાં અભ્રાંત પુરુષો જિનાર્ચનાદિ મોક્ષ માટે કરે છે, સ્વર્ગાદિ માટે કરતા નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે જિનાર્યાદિ સ્વર્ગાર્થીપણાથી વિહિત છે. તેથી જે જેના માટે વિહિત હોય તે પુરુષો જો અભ્રાંત હોય તો તે હેતુથી જ કરે, અન્ય હેતુથી કરે નહિ. માટે હેતુની અસિદ્ધિ થશે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષીની વાત બરાબર નથી; કેમ કે વિવેકી એવા ધર્મના અધિકારી પુરુષો સર્વ અનુષ્ઠાનોમાં મોક્ષ અર્થે જ પ્રયત્ન કરે છે, એ પ્રકારે અર્થથી સિદ્ધિ છે.
આશય એ છે કે દ્રવ્યસ્તવ સાક્ષાત્ મોક્ષનું કારણ નથી, પરંતુ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે. આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે દ્રવ્યસ્તવ કરીને અશ્રુતથી પર=૧૨મા દેવલોકથી આગળ, જઈ શકાતું નથી. તેથી દ્રવ્યસ્તવ અય્યત સુધીના દેવલોકની પ્રાપ્તિનું કારણ છે, તેવું શાસ્ત્રવચનથી જણાય, તોપણ દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ છે, એમ પણ શાસ્ત્ર કહે છે. તેથી અર્થથી એ સિદ્ધ થાય કે દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે. માટે જે વિવેકી પુરુષો દ્રવ્યસ્તવના અધિકારી છે, તેઓ દ્રવ્યસ્તવ કરતા હોય ત્યારે પણ ભાવસ્તવના અર્થી છે, તેથી દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે; અને ભાવસ્તવ મોક્ષનું કારણ છે, તેથી દ્રવ્યસ્તવ કરનાર વિવેકી શ્રાવકો અર્થથી મોક્ષના અર્થી છે, તેમ સિદ્ધ થાય છે.
દ્રવ્યસ્તવ સ્વર્ણાર્થે વિહિત નથી પરંતુ અર્થથી મોક્ષાર્થે વિહિત છે, તેની પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –