________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૨
૧૪૧૧ ટીકા :
इन्द्राभिषेकेऽत्रत्यजलादिग्रहणं जिनपूजार्थं तु तत्रत्यस्यैवेत्यत्र तु कारणं मङ्गलार्थत्वनित्यभक्त्यर्थत्वादीनीति मा विप्रियं शकिष्ठाः, । अभिगमवचनं तु योग्यतया भोगाङ्गसचित्तपरिहारविषयम्, यथा 'घटेन जलमाहर' इत्यत्र घटपदं योग्यतया छिद्रेतरविषयमन्यथा सबालकाः स्त्रियो मुनि(जिन?)वन्दने नाभिगच्छेयुः । चैत्यवन्दनभाष्यादौ चाभिगमे सचित्तद्रव्योज्झनम्, श्राद्धानां पुष्पादिना पूजाविधाने नोक्तमिति किमुपजीव्यविरोधेनाभिगमदुर्व्याख्यानेन ? यदि च योग्यता न पुरस्क्रियते तदाऽचित्तद्रव्यानुज्झनं द्वितीयाभिगम इति खड्गछत्रोपानत्प्रभृत्यचित्तद्रव्यं राजादिभिरपरित्याज्यं स्यात् । प्रवचनशोभानुगुणाचित्तद्रव्योपादानमेव द्वितीयार्थ इति चेत् ? पूजाधवसरे तदनुपयोगिसचित्तद्रव्योज्झनमेव प्रथमार्थ इति किं न दीयते दृष्टिः?, येन शाकिनीव वाक्छलमेवान्वेषयसि । पुष्पवर्दलविकुर्वणमपि विकिरणमात्रसम्पादनार्थमधोवृन्तजलस्थलजपुष्पविकिरणस्यैव पाठसिद्धत्वात्, न पूजाङ्गे सचित्तशङ्का तद्दृष्टान्तेનાયા ટીકા :
ક્રમ ... શષ્ટિ : I ઈંદ્રના અભિષેક વખતે અહીંના=મનુષ્ય લોકતા, જલાદિનું ગ્રહણ વળી જિનપૂજા અર્થે ત્યાંના=દેવલોકના, જલાદિનું ગ્રહણ દેવો કરે છે, એમાં કારણ મંગલાર્થત્વ અને નિત્યભક્તિઅર્થત્વ વગેરે છે અર્થાત્ ઇંદ્રના અભિષેક વખતે મંગલ માટે અહીંના=મનુષ્ય લોકતા, જલાદિ અને પુષ્પાદિ ગ્રહણ કરે છે અને જિનપૂજા વખતે નિત્યભક્તિ માટે દેવલોકનાં જલાદિ અને પુષ્પાદિ ગ્રહણ કરે છે, જેથી કરીને તું વિપ્રિયની શંકા ન કર અર્થાત્ ભગવાનની પૂજા અર્થે અચિત્ત પુષ્પો દેવતાઓ ગ્રહણ કરે છે, એ પ્રકારની વિપ્રિયની શંકા ન કર.
વળી પૂર્વમાં પૂર્વપક્ષીએ પાંચમા શ્રમણોપાસક દેશવિરત ભાંગાના કથનમાં દેશવિરતિધર શ્રાવક સચિત્ત પુષ્પાદિથી પૂજા કરતા નથી, તેની સિદ્ધિ કરવા માટે કહેલ કે પ્રતિમાના વંદનાધિકારમાં પાંચ પ્રકારના અભિગમની વિધિમાં સચિત્ત દ્રવ્યનો ત્યાગ કહેવાયેલો છે, અને જિનાલયમાં પ્રવેશ કરતી વખતે પણ ચૈત્યવંદનભાખ્યાદિમાં સચિત્ત દ્રવ્યના ત્યાગની વિધિ બતાવેલ છે. તેથી દેશવિરતિધર શ્રાવકને નિરવ પૂજા સંભવે. માટે જેઓ સચિત્ત પુષ્પાદિથી પૂજા કરે છે, તેઓ દેશવિરત નથી, પરંતુ અજ્ઞાનને કારણે ધર્માર્થે હિંસા કરે છે. તેથી દેશવિરતથી જુદા વિરતાવિરત ભાંગામાં તેમનું ગ્રહણ થાય છે. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ગઈમામવાનું નામ/જીયુઃ વળી અભિગમવચન યોગ્યપણારૂપે ભોગાંગ સચિત્તના પરિહારના વિષયવાળું છે=ભગવાનની પૂજામાં ઉપયોગીથી ઈતર એવા ભોગાંગ સચિત્તના પરિહારવિષયવાળું છે, જે પ્રમાણે ઘટથી જલને આહર=ગ્રહણ કર, એ પ્રકારના પ્રયોગમાં, ઘટપદ યોગ્યપણાથી છિદ્રતર