________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
મહાનિશીથ ..... લેવાનાંપ્રિયસ્ય, દેવાનાંપ્રિય એવા તારું=પૂર્વપક્ષીનું, આ=મહાનિશીથનો અર્થ પૂર્વપક્ષીએ કર્યો એ, મહાનિશીથના અર્થના ગાઢ અજ્ઞાનરૂપ અંધકારનું વિલસિતપણું છે.
૧૪૦૬
તંત્ર દિ... અથસ્તાત્, દિ=યસ્મા=જે કારણથી, ત્યાં=મહાનિશીથ સૂત્રમાં, આ=દ્રવ્યસ્તવ, વિશેષ કરીને દેશવિરતિનું કૃત્ય છે અને દાનાદિચતુષ્કતુલ્ય ફળવાળું છે, એ પ્રમાણે મહાનિશીથસૂત્રની अकसिणपवत्तगाणं ગાથાથી આગળમાં વ્યક્ત બતાવાયું છે.
.....
यत्तु મિન્ના વેતિ ચેત્ ? કૃત્સ્નસંયમ જાણનારાઓને પુષ્પાદિ અર્ચનમાં અનધિકાર હોવાથી શ્રમણોપાસક પણ જે વળી તેના=પુષ્પાદિથી અર્ચનના અનધિકારી છે=મહાનિશીથસૂત્રના અસિળપવત્તાળું વચનથી અનધિકારી છે, એથી તેના અધિકારીપણા વડે=પુષ્પાદિથી અર્ચનના અધિકારીપણા વડે, વિરતાવિરત ભિન્ન જ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – अहो भवान् . અસ્તિ । અહો ! તું પામરથી પણ પામર છો અર્થાત્ શાસ્ત્રના અર્થને જાણવામાં જેઓ અસમર્થ છે તેના કરતાં પણ અત્યંત અસમર્થ છો.
.....
મહાનિશીથના અર્થને જાણવામાં પૂર્વપક્ષી અસમર્થ છે, તે ગ્રંથકા૨શ્રી સ્પષ્ટ કરે છે
*****
યઃ . ખાનાતિ । જે=પૂર્વપક્ષી, ‘કૃસ્તસંયમવિદ્’ એ પ્રકારના શબ્દનો વૃત્તિકાર વડે કહેલો અર્થ પણ જાણતો નથી.
વૃત્તિકા૨નો અર્થ પૂર્વપક્ષી કેમ જાણતો નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે
ત્ન ... કૃતિ । કૃસ્તસંયમવાળા એવા તે વિદ્વાનો એ પ્રમાણે જ વૃત્તિકાર વડે વિવરણ કરાયું છે. ‘રૂતિ’ શબ્દ પૂર્વથી કૃત્સ્નસંયમવિદ્નો અર્થ જાણતો નથી, તે સ્પષ્ટીકરણની સમાપ્તિસૂચક છે. વળી મહાનિશીથ સૂત્રની ‘અસિળવવત્તાળ...' એ ગાથાનો વૃત્તિકાર વડે કરેલો અર્થ પૂર્વપક્ષી ન સ્વીકારે, અને કહે કે કૃત્સ્નસંયમવિદ્ શબ્દથી કૃત્સ્નસંયમને જાણનારા એવા પુરુષનું જ ગ્રહણ થાય છે, તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી તર્ક કરે છે
-
થતિ ધ ..... , અધિવું: । અને જો વળી શ્રમણની ઉપાસનાના મહિમાથી પ્રાપ્ત કરેલ કૃત્સ્નસંયમના પરિજ્ઞાનને કારણે દેશવિરત પુષ્પાદિથી અર્ચનમાં અધિકારી ન હોય તો કરેલી છે જિનાદિની સેવા જેમણે એવા પુસ્તકરત્નના વાચનથી ઉપલબ્ધ ધર્મવ્યવસાયવાળા અને સમ્યક્ત્વથી ઉપįહિત નિર્મળ એવા અવધિજ્ઞાન વડે આગમવ્યવહારીપ્રાય એવા દેવતાઓ પણ કેવી રીતે ત્યાં=પુષ્પાદિથી અર્ચનમાં, અધિકારી થાય ? અર્થાત્ દેવતાઓ પણ અધિકારી થાય નહિ.
આ રીતે તર્ક દ્વારા ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે કૃત્સ્નસંયમવિદ્ શબ્દના બળથી કૃત્સ્નસંયમના પરિજ્ઞાનવાળા ગ્રહણ ન થઈ શકે, પરંતુ મહાનિશીથના વૃત્તિકારે કર્યો એવો જ અર્થ ક૨વો જોઈએ; અને જો તેવો અર્થ ન કરીએ, અને પૂર્વપક્ષી જે પ્રમાણે અર્થ કરે છે તેવો અર્થ કરીએ તો કૃત્સ્નસંયમને જાણનારા એવા શ્રાવકોને પૂજાના અનધિકારી સ્વીકારવા પડે, અને તેમ સ્વીકારીએ તો સમ્યગ્દષ્ટિ એવા દેવતાઓને