________________
૧૪૦૧
પ્રતિમાશતક | શ્લોક : ૨ ટીકાર્ય :
શ્રમણોપાસનાં ..... સ્વકર્મા વા ? વિરતાવિરતથી શ્રમણોપાસક દેશવિરતોના પૃથ ગુણોનું વર્ણન હોવાને કારણે તેઓ=વિરતાવિરત, દેશવિરત કરતાં જુદા છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
હે મૂર્ખ ! કોના વડે આકવિતાવિરત શ્રમણોપાસક દેશવિરત કરતાં જુદા છે એ, શીખવાડાયું? શું ગુરુ વડે તું ઠગાયો છે? કે સ્વકર્મથી ઠગાયો છે? અર્થાત્ કોઈ ગુરુએ તને ઊંધો અર્થ બતાવ્યો છે? કે મિથ્યાત્વરૂપી સ્વકર્મથી તને ઊંધો અર્થ જણાય છે? જેથી વિરતાવિરતથી શ્રમણોપાસક દેશવિરતને પૃથફ ગ્રહણ કરે છે ?
પૂર્વપક્ષીનું તે કથન સમ્યગુ નથી, તેમાં હેતુ કહે છે –
સૂત્રે દિ નામ, કેમ કે સૂત્રમાં “એક પ્રાણાતિપાતથી વાવજીવ પ્રતિવિરત અને એકથી અપ્રતિવિરત એ પ્રમાણે ઉદ્દેશીને તે યથારામ શ્રમણોપાસક છે', એ પ્રમાણે શ્રમણોપાસકના ગુણના વિધાનથી શ્રમણોપાસક ગુણવાળાનો વિરતાવિરતગુણવાળાની સાથે વ્યાપકત્વનો=વ્યાપકપણાનો લાભ છે.
વિરતાવિરતથી શ્રમણોપાસક દેશવિરતને પૃથ ગ્રહણ કરે છે, તે પૂર્વપક્ષીનું કથન બરાબર નથી, એમ પૂર્વમાં ગ્રંથકારે બતાવ્યું તેમાં ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે –
વસ્તુતઃ .... તાત્પર્યાવ્યા વસ્તુતઃ શ્રમણોપાસકપદથી વિરતાવિરતપદનું વિવરણ હોવાને કારણે ગુણસ્થાનવિશેષથી અવચ્છિન્નમાં=પાંચમા ગુણસ્થાનકથી અવચ્છિન્નમાં, શક્તિગ્રહનું તાત્પર્ય છે.
અહીં પૂર્વપક્ષી કહે કે શ્રમણોપાસકપદથી બુદ્ધિવિશેષની અનુમતિ હોવાથી=પ્રાપ્તિ હોવાથી, ગુણવિશેષથી જ શ્રમણોપાસક શબ્દનો બોધ થાય છે અર્થાત્ “આ શ્રાવક શ્રમણોનો ઉપાસક છે” એવી બુદ્ધિવિશેષની પ્રાપ્તિ હોવાને કારણે સાધુના ઉપાસક એવા ગુણવિશેષથી જ શ્રમણોપાસક પુરુષનો બોધ થાય છે, અને વિરતાવિરતપદથી તેમનામાં કાંઈક વિરતિ છે અને કાંઈક અવિરતિ છે, તેવો બોધ થાય છે. તેથી શ્રમણોપાસકથી વિરતાવિરત પુરુષ જુદા છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
શ્રમણોપાસ .. વોઃ | શ્રમણોપાસકપદથી બુદ્ધિવિશેષની અનુગતિ હોવાને કારણે આ શ્રાવકો સાધુના ઉપાસક છે એવી બુદ્ધિવિશેષની પ્રાપ્તિ હોવાને કારણે, ગુણવિશેષથી શ્રમણોપાસક પુરુષનો બોધ હોતે છતે, વળી વિરતાવિરતપદથી પણ વ્યુત્પત્તિવિશેષથી=વિરતાવિરતપદની વ્યુત્પત્તિવિશેષથી, તેવો જ બોધ થાય છે=આ પુરુષ સર્વ પાપથી વિરત નથી, પરંતુ સર્વ પાપથી વિરામ થવાની ઈચ્છાવાળો છે, તેથી શ્રમણોની ઉપાસના કરીને દેશથી વિરતિ પાળે છે અને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે, તેવા પ્રકારનો જ બોધ વિરતાવિરતપદની વ્યુત્પત્તિવિશેષથી થાય છે. માટે શ્રમણોપાસક અને વિરતાવિરત એ બેમાં કોઈ ભેદ નથી.