________________
૧૩૯૪
પ્રતિમાશતક | શ્લોક : ૯૨ વિશેષમાવેડપિ તુન્યા વિશેષના અભાવમાં પણ સામાન્યની અક્ષતિ છે=સ્યાદ્વાદની સિદ્ધિના જ્ઞાનરૂપ વિશેષ જ્ઞાનના અભાવમાં પણ પકાયના પરિજ્ઞાનવાળા પુરુષમાં ભગવાને બતાવેલા છકાયના પરિજ્ઞાનરૂપ સામાન્ય જ્ઞાનની અક્ષતિ છે, એમ પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે કે એ અક્ષતિ આપણે બંનેને તુલ્ય સમાન છે=જેમ પૂર્વપક્ષીના સ્વીકાર પ્રમાણે વિશેષ અપરિજ્ઞાન હોવા છતાં પકાયનું પરિજ્ઞાન જે પુરુષમાં છે, તેનામાં સામાન્ય બોધ છે માટે સમ્યક્ત્વ છે, તેમ “તમેવ સર્વે.’થી સંક્ષેપ રુચિવાળા જીવોમાં ષકાયના પરિજ્ઞાનરૂપ વિશેષ જ્ઞાનનો અભાવ હોવા છતાં પણ ભગવાને જે કાંઈ કહ્યું છે તે સર્વ સત્ય છે એ રૂપ સામાન્ય પરિજ્ઞાન છે. તેથી પૂર્વપક્ષીના મત પ્રમાણે અને ગ્રંથકારશ્રીના મત પ્રમાણે બંને ઠેકાણે સમાનતા છે. માટે જો પૂર્વપક્ષી ષકાયના પરિજ્ઞાનવાળા પુરુષને સમ્યગ્દષ્ટિ સ્વીકારે તો “તમેવ સર્ચ.' સ્વીકારનારા પુરુષમાં પણ તેણે સમ્યકત્વ સ્વીકારવું જોઈએ, અને તેમ પૂર્વપક્ષી સ્વીકારે તો, સંક્ષેપરુચિવાળા એવા સમ્યગ્દષ્ટિમાં જે દેશથી વિરતિ છે, તેને આશ્રયીને તેને દેશવિરત કહી શકાય, પરંતુ સર્વતોધિરતાવિરત કહી શકાય નહિ. માટે સર્વતોવિરતાવિરતરૂપ ચોથો ભાંગો અને શ્રમણોપાસક દેશવિરતિરૂપ પાંચમો ભાંગો એ બે ભાંગા જુદા પડી શકે નહિ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું, એનાથી એ ફલિત થાય કે “તમેવ સર્વે.' ઇત્યાદિ દ્વારા જેઓ સંક્ષેપરુચિવાળા છે, તેમનામાં જે સંક્ષેપરુચિ સમ્યક્ત્વ છે, તેના કરતાં પકાયના પરિજ્ઞાનવાળા એવા ગીતાર્થોને ઉપરિતન ભૂમિકાનું સમ્યક્ત્વ છે; કેમ કે અતિસંક્ષેપરુચિ કરતાં કાંઈક વિસ્તારરુચિવાળું સમ્યક્ત્વ છે; અને તેના કરતાં સ્યાદ્વાદની સાધનાના અભિજ્ઞને વિશેષ કોટિનું વિસ્તારરૂચિ સમ્યકત્વ છે; અને તેને આશ્રયીને પકાયના પરિજ્ઞાનવાળા પણ પુરુષમાં ભાવથી શ્રદ્ધા નથી તેમ સંમતિમાં કહ્યું છે. આ રીતે ત્રણે પ્રકારના પુરુષમાં સમ્યક્ત્વ છે એ વિષયમાં મોહ કરવા જેવો નથી, અને એની જેમ નિશ્ચયનયના સમ્યકત્વને ગ્રહણ કરીને આચારાંગમાં જે કહ્યું છે, તેને આશ્રયીને પણ મોહ કરવા જેવો નથી, એમ બતાવીને ગંભીરતાપૂર્વક સૂત્રોના અર્થોને ઉચિત સ્થાને જોડવા જોઈએ, પરંતુ સ્વમતિ પ્રમાણે યથા-તથા જોડીને ‘તમેવ સંઘં.' સ્વીકારનાર પુરુષમાં મૂળથી સમ્યકત્વ નથી, તેમ કહેવું ઉચિત નથી. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
વં ....... વિચિત્રત્વત્ ! આ રીતે પૂર્વમાં ‘તમેવ સર્વાં.' સ્વીકારનાર, ષકાયના પરિજ્ઞાતવાળા અને સ્યાદ્વાદના પરિજ્ઞાતવાળાએ ત્રણ પ્રકારના પુરુષોમાં સમ્યક્ત્વ છે, એમ સ્થાપન કર્યું, અને તેના દ્વારા ‘તમેવ સળં.' સ્વીકારનાર પુરુષમાં સમ્યકત્વ નથી એમ વ્યામોહ કરવો જોઈએ નહિ, એમ પૂર્વમાં કહ્યું એ રીતે, “આ=નિરતિચાર સંયમનું કારણ બને એવું સમ્યકત્વ, અગારમાં વસનારા પુરુષ દ્વારા શક્ય નથી" ઇત્યાદિ વચન વડે પણ વ્યામોહ કરવો જોઈએ નહિ અર્થાત્ આ વચનને ગ્રહણ કરીને અપ્રમત્ત મુનિ સિવાય કોઈનામાં સમ્યક્ત્વ નથી, એ પ્રકારે વ્યામોહ કરવો જોઈએ નહિ; કેમ કે સૂત્રનું નયગંભીરપણું છે અને નયગતિનું વિચિત્રપણું છે અર્થાત્ જેમ ‘તમેવ સળં.' સ્વીકારનાર પુરુષને સંક્ષેપરુચિ સમ્યકત્વ સ્વીકારીને ભગવતીસૂત્રમાં ભગવાનના વચન પ્રમાણે અનુસરનારા પુરુષમાં ભાવથી ચારિત્રનો સ્વીકાર કર્યો છે,